સંઘરાયેલા પાણીની ઉપર જામી ગયેલી લીલા રંગની જે વનસ્પતિ જોવા મળે છે તેને શેવાળ કહે છે. બધાએ લગભગ આ જોઈ હોય છે. શેવાળ ધણી જાતની જોવા મળે છે. ખૂબ જ ઊંડા અને પહોળા ખાડાઓમાં શેવાળની મોટી મોટી જાળો બને છે.
પાણીમાં શેવાળ બને છે. શેવાળમાં સૂર્ય પ્રકાશ ની મદદથી અને ફોટો સિન્થેસિસની પ્રક્રિયાથી તેમાંથી ઓક્સિજન છૂટો પડયો અને પૃથ્વી પર ઓક્સિજનનું પ્રમાણ વધ્યું એમ કેહવામાં આવે છે, શેવાળને સાઈનો બેક્ટેરિયા કહે છે. તો ચાલો હવે આપણે જાણીએ શેવાળના ફાયદાઓ શું છે.
આ શેવાળ મોટી ઔષધિ છે. બળતરા થતી હોય ત્યાં શેવાળ લગાડવાથી તે ઓછી થાય છે. ગમે ત્યાં ગાંઠ થઈ હોય, કઠણ હોય કે ઢીલી હોય તો તેના ઉપર શેવાળ લગાડીને બાંધવાથી ગાંઠ ઓછી થાય છે અને બળતરા પણ ઓછી થાય છે. સવાર સાંજ તાજી શેવાળ ઘા પર બાંધવાથી ઘાવ ભરાઈ જાય છે.
શેવાળ પ્રોટીનનો ભંડાર છે. એમાં ૬૫ થી ૭૦ ટકા જેટલો ભાગ પ્રોટીનનો હોય છે. મતલબ કે ૧૦૦ ગ્રામ શેવાળના સૂકા પાઉડરમાં ૬૫ ટકા પ્રોટીન હોય છે. આપણને સામાન્ય ખોરાકમાં દાળ, કઠોળ અને દૂધમાંથી જેટલું પ્રોટીન મળી રહે એના કરતાં ઘણું વધુ પ્રોટીન શેવાળમાં હોય છે.
ખરજવા ઉપર શેવાળ વાટીને બાંધવી જોઈએ. આમ કરવાથી ખરજવું તમને ૭-૮ દિવસમાં સારું થાય છે. શેવાળી લાવી સુકાવીને તેને બાળીને તેની રાખ બનાવવી. એક કલઈવાળા વાસણમાં શેવાળની રાખ ભરી તેમાં પાણી નાખવું. આ રાખ વાળું પાણી હાથથી ખૂબ જ હલાવવું. પછી આછરવા દેવું. આથી રાખ નીચે તળિયે બેસી જશે. પછી ધીમેથી બીજા વાસણમાં ઉપરથી નીતરેલું પાણી કાઢી લેવું, અને આ પાણી ઉકાળવા મૂકવું.
ઊકળતાં ઊકળતાં થોડું રહે એટલે નીચે ઉતારીને થાળીમાં નાખી તડકે મૂકવું. પાણી સુકાય જઈને જે નીચે રહે તે શેવાળનો ક્ષાર. આ ક્ષાર શક્તિ લાવવા માટે ખૂબ વાપરવામાં આવે છે. ૧-૪ ગ્રામ શેવાળના ક્ષાર સાથે દૂધ એક વખત રોજ પીવાથી એકાદ અઠવાડિયામાં સારી શક્તિ આવવા લાગે છે. આ ઉત્તમ પૌષ્ટિક છે.
શેવાળમાં કુદરતી ક્લોરોફિલ નામના રંજકદ્રવ્ય તેમજ વિપુલ માત્રામાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ હોવાથી ત્વચા પર કાળાં ટપકાં, કાળાશ, વારંવાર થતી ફોડલીઓ મટે છે અને ત્વચા ચમકતી બને છે. દરિયાઈ શેવાળમાંથી બનતા ખાતરમાં ઓક્ઝીન,સાયટોકાયનીન તથા જીબરેલીન જેવા વૃદ્ધિ વર્ધક તથા નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તેમજ ૧૯ પ્રકારનાં સૂક્ષ્મ પોષક તત્વો જોવા મળે છે.
વજન ઘટાડવા માટે શેવાળ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. શેવાળમાં મળતું અલ્જિનેટ નામનું ફાઇબર શરીરની ચરબી 75 ટકા સુધી ઘટાડી શકે છે.વજન ઘટાડવા માટે શેવાળની સારવાર અન્ય તમામ કરતાં વધુ સારી માનવામાં આવે છે. શેવાળ આંખોની દ્રષ્ટિ સુધારે છે કારણ કે તેમાં વિટામિન એ ઘણો હોય છે.
શેવાળ ખાંસીને સારી કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ મધ અને લીંબુના રસ સાથે કરવામાં આવે તો ખાંસી માં આરામ મળે છે. શેવાળ આંખોની દ્રષ્ટિ સુધારે છે કારણ કે તેમાં વિટામિન એ પૂરતા પ્રમાણમાં હોય છે. તેથી શેવાળ નું સેવન ગુણકારી ગણવામાં આવે છે.
શેવાળમા વિટામિન એ હોય છે એને કારણે શેવાળ સુંદરતા અને આયુષ્ય, ત્વચા અને વાળને સ્વસ્થ રાખે છે. કેટલીક શેવાળમા ઝીંક પણ હોય છે, જે ખીલની સારવારમાં અસરકારક છે. અન્ય કેટલીક શેવાળ વાળને ચમકતા અને સિલ્કી બનાવે છે. શેવાળ તમારા હાડકા અને દાંત માટે સારું છે. શેવાળ માં દૂધ કરતા 15 ગણો વધુ કેલ્શિયમ હોય છે.
તૂટેલા હાડકાને સારા કરવા માટે શેવાળ ખાવું ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. શેવાળ ફાઇબરથી સમૃદ્ધ હોવાને કારણે તેનું સેવન પાચન અને આંતરડાના ચેપ ને સારો કરે છે છે. શેવાળ એલર્જિક એસિડને કારણે આ અંગને શુદ્ધ કરે છે. તે મોટા આંતરડામા જમા થયેલ ઝેરને દૂર કરે છે. શેવાળ કોલેસ્ટરોલનું લેવલ ઘટાડે છે.