આ દિવ્ય વસ્તુ જૂનામાં જૂનો કફ નસ-નસ માંથી ખેંચી 24 કલાકમાં પાણીની જેમ ઓગાળી બહાર ફેકી દેશે, 100% અસરકારક બેસ્ટ કફ સિરપ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વાતાવરણ ઠંડક અને ગરમી એમ ડબલ સીઝનને કારણે ઘરે ઘરે લોકોમાં શરદી, કફ અને ઉધારસના કેસ વધી રહ્યા છે.  એમ પણ જે લોકોની કફ પ્રકૃતિ હોય તેમણે આ સીઝનમાં વધુ તકલીફ થાય છે. આમ તો અત્યારે કફની સિજન ચાલી રહી છે એવું કહીએ તોપણ ખોટું નથી. છાતી અને ગળામાં કફ જમા થઈ જવાની સમસ્યામાં દવાઓ કરતાં ઘરનો દેશી ઈલાજ વધુ કામ કરે છે.

વધુ પડતા ચીકણા, મીઠો રસ ધરાવતા, પચવામાં ભારે હોય તેવા તેવો ખોરાક વારંવાર લેવામાં આવે તો કફ થાય છે.  આ ઉપરાંત જેઓ સ્વભાવે આરામપ્રિય-આળસુ, ઊંઘણશી હોય, શારીરિક શ્રમ બિલકુલ ન કરતાં હોય સાથે સાથે વધુ કેલરીવાળો ખોરાક ખાધા કરતા હોય તેઓને પણ કફ સબંધિત રોગો વધારે થાય છે.

આજે અમે આ કફથી વગર દવાએ છુટકારો મેળવવાનો બેસ્ટ ઈલાજ જણાવીશું. અહી અમે જણાવેલ રીતને બરાબર અનુસર્વથી 100% કફ ઓગળીને બહાર નીકળી જશે. હળદર અને મધમાં એન્ટીઇન્ફ્લામેટરી અને એન્ટીએલર્જિક પ્રોપર્ટીઝ હોય છે જે કફથી રાહત અપાવે છે. હળદર, લીંડી પીપરનો પાવડર, તજ પાવડરને મધ સાથે મિક્સ કરીને લેવામાં આવે તો તેની અસર બમણી થઇ જાય છે.

શ્વાસ અને કફના દર્દીઓ માટે તે એક ઉત્તમ દવા છે. દરરોજ બે વાર ચપટી હળદરને મધમાં ભેળવીને ચાટવાથી કફ ઓગળી જાય છે. આ સાથે સાથે દિવસ દરમિયાન 5 થી 7 વખત 5-6 તુલસીના પાંદ ચાવતા રહેવું જેથી કફ જલ્દી તૂટી જશે.

કપૂરની એક ગોળી લઈને તેને રૂમાલમાં લઈને પોટલી વાળીને સુંધવાથી બંધ નાક ખુલી જાય છે. કેસરને દુધમાં ઘૂંટીને 3 વખત નિયમિત રૂપથી થોડા દિવસો સુધી પીવાથી કફ અને ખાંસીથી આરામ મળે છે. મેથી અને અળસીને 3 થી 4 ગ્રામની માત્રામાં લઈને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો અને 1 ગ્લાસ પાણીમાં ઉકળી જાય ત્યારે 3 થી 4 ટીપા નાકમાં નાખતા નાકમાંથી કફ બહાર નીકળે છે. ગાયના શુદ્ધ દેશી ઘી ઓગાળીને 2 ટીપા નાકમાં નાખવાથી થોડા સમય માં જ જૂનામાં જુનો કફ પણ મટી જાય છે.

આ ઉપરાંત ઉકળતા પાણીમાં થોડો અજમો અને થોડા તુલસીના પાન નાંખી થોડું ઠંડુ થાય પછી આ પાણી નવશેકું જ પીઓ. શરદી-ખાંસીમાં ખૂબ રાહત થશે. અજમાનું ચૂર્ણ બનાવી તેને ગોળ સાથે મિક્સ કરીને પણ લઈ શકાય છે. દિવસમાં બે વાર એક ચમચી આ ચૂર્ણ લેવાથી બંધ નાક તરત ખૂલી જશે.

ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી કફ ઠીક થાય છે. કાળા મરીનો પાવડર લઈને તેમાં સાકરને ખાંડીને પીવાથી કફમાં લાભ થાય છે. 6 ગ્રામ કાળા મરીને વાટીને તેમાં 30 ગ્રામ ગોળ અને 60 ગ્રામ સાકર ભેલીને સવારે અને સાંજે 5 દિવસ સેવન કરવાથી બગાડ થયેલો કફ ઠીક થાય છે અને બહાર નીકળી જાય છે અને ફરી આ કફ થતો નથી.

એક ગ્લાસ ગરમ પાણીમાં મીઠું નાખીને ગડગડીયા કોગળા કરવાથી ગળામાં રહેલો કફ બહાર નીકળે છે. એલચીને ખાંડીને રૂમાલમાં નાખીને સુંઘવાથી કફ નીકળી શરીરમાંથી કફ નીકળી જાય છે અને શરદી અને ખાંસી ઠીક થાય છે. જાયફળને ખાંડીને તેની એક ચપટીની માત્રાને દુધમાં નાખીને પીવાથી કફનો નિકાલ થાય છે.

Scroll to Top