કોઇપણ ઋતુ હોય પણ કેટલાક લોકોને શરદી અને ઉધરસની સમસ્યા હંમેશા સતાવતી હોય છે પરંતુ શરદી-ખાંસી માટે દવાઓ કરતાં જો ઘરગથ્થું ઉપચાર કરવામાં આવે તો તે એલોપેથી દવાઓ કરતા સારું ગણાય છે. જો આ તકલીફ લાંબા સમય સુધી રહે તો તેના કારણે શ્વાસ સંબંધી બીમારી અને બીજી કેટલીક બીમારીઓ પણ થઈ શકે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ શરદી, ઉધરસ, કફ ને દૂર કરવાના સરળ ઘરેલુ ઉપચારો વિશે.
લીમડાના પાંદડાને વાટીને પાણીમાં પલાળીને કરીને પીવામાં આવે તો શરદી અને ઉધરસ મટે છે. એક ચમચી મધમાં કાળા મરી ચૂર્ણ ભેળવીને ખાવાથી ખાંસી અને ઉધરસ મટે છે. કપૂરની કચરી મોઢામાં ચાવવાથી અને કપૂરને સરસીયા તેલમાં ભેળવીને છાતી અને પીઠ પર માલીશ કરવાથી ખાંસી અને કફનો ઈલાજ ઠીક થાય છે.
ફુદીનાથી બનેલા તેલમાંથી ઘણીબધી દવાઓ બને છે. જેમાંથી કફ નીકાળવાની દવા અને કફ સિરપ પણ બને છે. ફુદીનામ એન્ટી સેપ્ટિક અને એન્ટીસ્પાસ્મોડિક ગુણ હોય છે. જે કફ સાથે ખાંસી, સાઈનસાઈટીસ, ગળામાં સંક્રમણ, શરદી, ફ્લુ અને અસ્થમા જેવી સમસ્યામાં રાહત આપે છે.
એલચીને વાટીને તેને રૂમાલમાં બાંધીને સુંઘવાથી શરદી અને ઉધરસ ખાંસીની સમસ્યા ઠીક થાય છે. 10 ગ્રામને આદુમાં ઉકાળીને લગભગ 200 મિલીલીટર ગરમ પાણીમાં ઉકાળીને તેને ગાળીને ખાંડ ભેળવીને એક કપ ગરમ દુધમાં ભેળવીને સવારે અને સાંજે સેવન કરવાથી ખાંસી અને નાક વહેવાની તકલીફ તેમજ શરદી અને જુકામ મટીને ખાંસી- ઉધરસની તકલીફ મટે છે.
વરીયાળી અને અજમાને પાણીમાં ઉકાળીને તેમાં મધ ભેળવીને ત્રણ કલાકે પીવાથી શરદી અને ખાંસી ઠીક થાય છે, નાકમાંથી પાણી પડવાની સમસ્યા દૂર થાય છે તેમજ ગળામાં બળવાની તેમજ સોજો આવી જવાની સમસ્યા ઠીક થાય છે. રાત્રે સૂતા પહેલા એક ચમચી મધ પીઓ. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોવાને કારણે તે ગળાનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે.
સુંઠ અને તજ સાથે વરીયાળીનું ચૂર્ણ મિક્સ કરીને તેનું પાણી સાથે સેવન કરવાથી ગળું સાફ થાય છે, કફ દુર થાય છે જેના લીધે ખાંસીની સમસ્યા દૂર થાય છે. હળદરનું સેવન બકરીના દૂધ સાથે કરવાથી ખાંસી મટે છે. ગરમ પાણીમાં લીંબુને નીચોવીને તેમાં કાળા મરીનું ચૂર્ણ ભેળવીને એક કપ દૂધ સાથે દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી શરદી અને ખાંસી મટે છે.
તુલસીનો રસ મધ સાથે લેવાથી કફ અને ઉધરસ મટે છે. ડમરાના છોડ બાળીને તૈયાર કરેલો ક્ષાર ચણાના દાણા જેટલો ઘી સાથે લેવાથી કફ નીકળી જાય છે અને ઉધરસ મટે છે. એક ગ્લાસ પાણીમાં છ થી સાત લવિંગ નાખીને ઉકાળીને પીવાથી બેસેલો અવાજ ખૂલી જાય છે, તેમજ શરદી-ઉધરસ પણ ઓછી થઇ જાય છે.
વડનાં કુમળાં પાનને છાંયડામાં સૂકવીને વાટી લેવાં. અડધા લિટર પાણીમાં એક ચમચી ચૂર્ણ નાખીને ઉકાળો બનાવવો. જ્યારે ચોથા ભાગનું પાણી બાલી જાય ત્યારે ઉતારીને ગાળી લેવું અને દળેલી સાકર મેળવીને નવશેકું કરીને પીવું. આ પ્રયોગ શરદીમાં લાભદાયક છે. હળદર,મીઠાવાળો શેકેલો અજમો જમ્યા પછી કાયમ મુખવાસ તરીકે ખાવાની ટેવ પાડવાથી શરદી-ઉધરસ મટે છે.
આદું છીણી તેના નાના-નાના ટુકડા મોઢામાં રાખી ચૂસવાથી કફ સરળતાથી શરીર બહાર નીકળી જાય છે. નાના બાળકની છાતીમાં કફ જમા થયો હોય તો એને કાઢવા માટે ગાયનું ઘી બાળકની છાતી પર મસળવાથી કફ બહાર નીકળી જશે. ગરમ પાણીમાં એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ ભેળવી એ પાણી પીવાથી ગળું સાફ થાય છે.
1/2 ચમચી સફેદ મરી લઈને તેને ક્રશ કરી લેવા. પછી તેમાં 1 ચમચી જેટલું મધ ઉમેરી તેને મિકસ કરી લેવું. આ પેસ્ટ નું સેવન કરવાથી જામેલા કફમા તુરંત જ રાહત મળે છે. આ કફની સમસ્યા ને જડમૂળ થી દૂર કરવા માટે આ પેસ્ટ ને એક અઠવાડિયા સુધી દિવસમા ત્રણ વખત નિયમિત સેવન કરવું.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.