ક્રિકેટ આજના યુગ ની ભારત માં સૌથી વધારે જોવાતી જેમ છે.ભારત માં ઘણા બધા સ્ટેડિયમ આવેલા છે. આવું જ એક વિશાળ સ્ટેડિયમ ગુજરાતના અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યું છે .વિશાળ જમીન પર બંધાયેલા આ સ્ટેડિયમની કિંમત અંદાજિત 7૦૦ કરોડ રૂપિયા છે. આ સ્ટેડિયમ ની કેપેસિટી ની વાત કરીએ તો તેમાં 1 લાખ 10 હજાર લોકો એક સાથે બેસીને ક્રિકેટ જેવી મજેદાર રમત ની મજા માણી શકશે.
અમદાબાદ નું આ સ્ટેડિયમ સિટી ના મોટેરા નામના એરિયા માં બનાવવામાં આવ્યું છે, જેને લોખંડી પુરુષ સરદાર પટેલ ના નામ પરથી સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ એવું નામ આપવામાં આવ્યું છે. એક લાખ 10 હજાર પ્રેક્ષકોની ક્ષમતાવાળા આ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા મોટું હશે. આ સ્ટેડિયમની વિશેષ વાત એ છે કે આ આખું સ્ટેડિયમ 63 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે.
સ્ટેડિયમનું માળખું એવું છે કે જ્યારે પણ કોઈ ખેલાડી બાઉન્ડ્રીને મારશે ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા દરેક ક્રિકેટ પ્રેમી તે બાઉન્ડ્રી જોઈ શકે છે.કાર અને સ્કૂટર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 4 હજાર કાર અને 10 હજાર ટુ વ્હીલર્સ પાર્ક કરવાની જોગવાઈ છે.આ સિવાય 75 કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે.
પ્રથમ વખત કોઈ સ્ટેડિયમમાં એલઇડી લાઇટ લગાવવામાં આવશે.સ્ટેડિયમ નજીક મેટ્રો લાઇન પણ લાવવામાં આવી છે.સ્ટેડિયમમાં પ્રવેશ અને બહાર નીકળવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે હાલના વડા પ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ) ના પ્રમુખ પદના સપના જોતા મોટેરામાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવાનું સપનું જોયું હતું.
વડા પ્રધાન બન્યા બાદ મોદીના આ સપનાને વર્તમાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અને જીસીએ પ્રમુખ અમિત શાહે આગળ ધપાવી દીધા છે. નવા સ્ટેડિયમનું ભૂમિ પૂજન જાન્યુઆરી, 2016 માં કરવામાં આવ્યું હતું અને હવે તે તૈયાર છે.ગુજરાત ક્રિકેટ એસોસિએશનનાં વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ કહ્યું કે આ સ્ટેડિયમ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે જેને પૂર્ણ કરવા અમે કાર્ય કર્યું છે.
તેમણે કહ્યું કે જ્યારે તેમણે નરેન્દ્ર મોદી સાથે આ વિશે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યારે સ્ટેડિયમ બનાવવાનું છે ત્યારે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ કેમ નહીં. આજે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ તૈયાર છે.
શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ સાથે ઘણા સ્થાનિકોની વોકિંગ, જોગિંગ અથવા અહીંયા મેચ જોવાની યાદો જોડાયેલી હશે. આ સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમને હાલમાં જ ન્યૂયોર્ક સ્થિત વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ (WMF) દ્વારા વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ લિસ્ટ ૨૦૨૦ના લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે. સ્ટેડિયમની સાથે પેરિસના નોટ્રેડમ કેથેડ્રલ સહિત ૨૪ સ્થળોને આ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે.
વધુમાં હાલમાં જ ગેટ્ટી ફાઉન્ડેશને વોચ લિસ્ટમાં સામેલ અને ૨૦મી સદીમાં બંધાયેલી ૧૩ બિલ્ડિંગોને ૨.૨ મિલિયન ડોલરની ગ્રાન્ટ આપી છે. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને પણ ‘કીપિંગ ઈટ મોર્ડન ગ્રાન્ટ્સ’ તરીકે ઓળખાતી ગ્રાન્ટનો લાભ મળશે.
વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ, ગેટ્ટી ફાઉન્ડેનની સહાયથી SVP સ્ટેડિયમ માટે એક વ્યાપક સંરક્ષણ વ્યવસ્થાના વિકાસ માટે કામ કરશે.‘વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ ૨૦મી સદીના આધુનિક માળખાના રૂપમાં SVP સ્ટેડિયમની જાળવણી માટેના જટિલ પડકારો તરફ ધ્યાન આકર્ષિત કરવા માગે છે, પરંતુ અમદાવાદના લોકો માટે આ એક સાંકેતિક જાહેર જગ્યા છે’.
ક્ષમતાની દ્રષ્ટિથી જોતા આ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા મેદાન મેલબોર્ન કરતા મોટું હશે. મેલબોર્ન સ્ટેડિયમની ક્ષમતા આશરે 1 લાખની છે. પરંતુ મોટેરા સ્ટેડિયમની ક્ષમતા 1,10,000ની છે.
મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બનશે. મેલબોર્નની બેઠક ક્ષમતા 92 હજાર છે અને મોટેરા 18 હજારના માર્જિનથી તેને હરાવશે. સ્ટેડિયમ વિશે વાત કરતા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ પરિમલ નથવાણીએ કહ્યું હતું કે, અમે ત્યારના ગુજરાત ક્રિકેટ એસોસિએશનના તત્કાલીન પ્રેસિડેન્ટ અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જૂના અર્ધા સ્ટેડિયમને ડિમોલીશ કરીને રિનોવેટ કરવાની વાત કરી હતી.
મોટેરા ખાતેની ડ્રેનેજ સિસ્ટમ એટલી સારી છે કે ગમે તેટલો વરસાદ ભલેને પડે મિનિમમ 20થી લઈને મેક્સિમમ 30 મિનિટમાં ગ્રાઉન્ડ કોરું થઇ જશે. ખેલાડીઓ અને ફેન્સ સુનિશ્ચિત રહેશે કે વરસાદ અટકે તો મેચ શરૂ થવામાં વધુ સમય નહીં લાગે. ભારતમાં બેંગ્લુરુના ચિન્નસ્વામી સ્ટેડિયમ પછી આ બીજું સ્ટેડિયમ બનશે કે જેમાં આ પ્રકારની વિશિષ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ થશે. જોકે તમને જણાવીએ કે બંનેની ડ્રેનેજ સિસ્ટમ અલગ અલગ ટેક્નોલોજી પર કામ કરે છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.