એસિડિટી, ગળાનો સોજો-ચાંદાં, બેસી ગયેલો અવાજ માત્ર 24 કલાકમાં ગાયબ, 100% જીવનભર નહીં પડે દવાની જરૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સાકર શેરડીનો રસ અને ખજૂરના રસમાંથી બનાવવામાં આવે છે, તે ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ છે. સાકર વિટામિન, ખનિજો અને એમિનો એસિડથી ભરપૂર છે, તેમાં વિટામિન બી 12 પણ જોવા મળે છે. સાકર આરોગ્ય માટે લાભદાયક છે. સાકર સાથે દૂધ પીવાથી આરોગ્યને અનેક ફાયદા થાય છે.

સાકર શીતળ, સ્નીગ્ધ, ગુરુ, કામશક્તી વધારનાર તથા તૃષા અને રક્તપીત્ત મટાડનાર છે. તેમ જ એ પૌષ્ટીક, સ્નેહન, મુત્રને ઉત્પન્ન કરનાર, ઉત્તેજક, ઉધરસનો નાશ કરનાર, થાક દુર કરનાર, કળતર મટાડનાર, તરત જ બળ આપનાર, સડાનો નાશ કરનાર, વ્રણ-ઘાને રુઝવનાર તથા ગળા માટે હીતકર છે. તો ચાલો હવે આપણે જાણીએ સાકરના ફાયદા.

સાકરમાં 2 ચમચી જેટલો ડુંગળીનો રસ ઉમેરી તેને બે અઠવાડિયા સુધી દિવસમાં એક વાર લો. આ મિશ્રણથી પથરીના નાના ટુકડા થઈ જાય છે અને તે મૂત્રવાટે શરીરમાંથી નીકળી જાય છે. સાકરને લીધે પાચનશક્તિ સુધરે છે. સાકર સાથે દૂધ પીવાથી આંખો સ્વસ્થ રહે છે. આંખોની દૃષ્ટિ અને તેજ વધે છે. દરરોજ સૂતાં પહેલાં એક ગ્લાસ નવશેકા દૂધમાં થોડી સાકર ભેળવી પીવું જોઈએ.

એનિમિયા એટલે કે લોહીની ઉણપ દૂર કરવા માટે સાકર ફાયદાકારક છે, જમ્યા પછી સાકરનું સેવન કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે, લોહીની ખોટ દૂર થાય છે અને લોહી શુદ્ધ થાય છે. સાકર ખાવાથી ઘણો ફાયદો થાય છે જો તમારા આંખોની રોશની નબળી હોય તો સાકરમાં એવા ઘટકો હોય છે જે આંખોની ઘણી સમસ્યાઓ દૂર કરે છે.

તમારું વજન વધતું હોય તો જમ્યા પછી નિયમિત સાકરનું સેવન કરવાથી તમને ઘણો ફાયદો થશે. વરિયાળી સાથે સરખા પ્રમાણમાં સાકર ઉમેરીને તેનો પાવડર બનાવો અને દરરોજ એક ચમચી તૈયાર પાવડરનું સેવન કરવાથી વધતા વજનને નિયંત્રિત કરી શકાય છે. તમે વજન ઘટાડવા માટે સાકર સાથે વરિયાળીને બદલે કોથમીરનો પાઉડર પણ વાપરી શકો છો.

એેક ચમચી સાકર અને અડધી ચમચી હળદર એક ગ્લાસ પાણીમાં શરબત બનાવી સવાર-સાંજ પીવાથી ગળાનો સોજો, ગળાનાં ચાંદાં, અવાજ બેસી જવો, ઉધરસ, કાકડા વગેરે મટે છે. પેટને લગતી કોઈ પણ તકલીફ હોય તો તેને દૂર કરવા માટે વરીયાળી ને સાકર કે ખાંડ સાથે વાટીને ચૂર્ણ બનાવી લો, રાત્રે સુતા સમયે લગભગ 5 ગ્રામ ચૂર્ણને હળવા હુફાળા પાણી સાથે સેવન કરો. ગેસ અને કબજિયાત દુર થશે.

જે લોકોને ઊંઘમાં વારંવાર ખલેલ પડતી હોય, ઊંઘ ન આવતી હોય અથવા ઊડી જતી હોય તેઓ સાકર સાથે દૂધ પીએ તો રાતે ગાઢ ઊંઘ આવે છે. સાકર માનસિક થાક દૂર કરી યાદશક્તિ તેજ બનાવે છે. રોજ રાતે સૂતાં પહેલાં એક ગ્લાસ દૂધમાં સાકર ભેળવી પીવાથી તણાવ દૂર થાય છે. સાકર ભેળવી દૂધ પીવાથી મોંનાં ચાંદાં દૂર થાય છે. આ માટે તમે ઠંડા દૂધમાં સાકર ભેળવી શકો છો અને કોઈ પણ સમયે તેનું સેવન કરી શકો છો.

પાચન શક્તિ મંદ પડી જાય છે ત્યારે વરિયાળી સાથે સાકર ખાવાથી ખોરાક પચવામાં મુશ્કેલી પડતી નથી. પેટના દુઃખાવામાં સાકર ખૂબ જ ફાયદાકારક છે. લીમડાના પાંદડા લઈ તેમાં 10 ગ્રામ જેટલી સાકર મિક્સ કરો. થોડી જ મિનિટમાં આ મિશ્રણથી તમને રાહત મળશે. નાકમાંથી લોહી નીકળવાની સમસ્યામાં રાહત માટે સાકર ઉમેરેલું દૂધ દરરોજ સવારે પીઓ.

ડાયરિયાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે, લગભગ 10 ગ્રામ સાકર અને 10 ગ્રામ ધાણા પાવડરને 100 એમએલ પાણીમાં મિક્સ કરીને દિવસમાં ત્રણ વાર નિયમિત પીવો. આ પીણું પીવાથી ડાયરિયાની સમસ્યામાં તમને રાહત મળશે. ગરમ દૂધ સાથે સાકરનું સેવન કરવાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.

સગર્ભા સ્ત્રીઓમાં થતા આંતરસ્ત્રાવીય બદલાવને કારણે, ચિંતા, તાણ અને હતાશાની સમસ્યાઓ થવી સામાન્ય છે. આ સમસ્યા દૂર કરવા માટે સગર્ભા સ્ત્રીઓએ પાણીમાં સાકરનું મિક્ષણ પીવાથી આ સમસ્યાઓથી રાહત મેળવી શકે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top