માત્ર 2 દિવસમાં ગડગુમડ, દાંતના દુખાવા તેમજ પાચન અને ચામડીના રોગનો કાયમી સફાયો કરી દેશે આ શક્તિશાળી ઔષધિ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સાજીખાર એ એક જાતનાં ઝાડના પંચાંગને બાળીને બનાવવામાં આવે છે. સાજીખારના બજારમાં કાળા રંગના કટકા મળે છે. જેના પર મીઠાનો તર જામી રહેલો જણાય છે. જેમ મીઠાને માટીના વાસણમાં રાખી મૂકતાં તે વાસણ પર મીઠું બાઝી જાય છે, તે જ રીતે સાજીખારના કાળા કટકા પણ મીઠાનાં તરથી ભરાઈ જાય છે.

સાજીખારને ભાંગતાં અંદરથી કાળો બળી ગયેલો ભાગ નીકળે છે. સાજીખાર રૂમી તથા મુલતાન, સિંધ પંજાબ વગેરે પ્રદેશમાંથી આવે છે. તેમાં રૂમી સાજીખાર ઉત્તમ ગણાય છે. જે સાજીખાર સ્વચ્છ, કાળો અને ચળકતો હોય તે ઉત્તમ ગણાય છે. એ સાબુ બનાવવા કામમાં પણ વપરાય છે. સાજીખાર ગુણમાં મૂત્રલ, કૃમિઘ્ન, પાચન, દીપન તથા વાતહર છે. સાજીખાર શૂળ, વાત, કફ, કૃમિ, વાયુ તથા પેટના રોગનો નાશ કરે છે.

સાજીખારનો ઉપયોગ જવખારને મળતો આવે છે. જેનાથી પેટની ચૂંક મટે છે તથા આફરો મટે છે. તે ભૂખ લગાડે છે. સાજીખારને સાત વખત પાણીમાં ઘોળી સ્વચ્છ કરી જમાવી એ પાણી પીવાથી જઠરને બળ મળે છે. એનાથી  ખોરાકનું પાચન થાય છે. એ ખાવાની રુચિ ઉત્પન્ન કરે છે. એ ઉલટીમાં પણ ફાયદો કરે છે. એ સોજાને પણ ઉતારે છે. સાજીખાર તથા જવખારને પાણીમાં વાટી તેની લૂગદી પાકતાં ગૂમડાં પર લગાડવાથી તે ગૂમડું તરત ફૂટી જાય છે.

સાજીખાર અને જવખાર દરેક એક તોલો, પંચલવણ પાંચ તોલા, ત્રિકટુ એક તોલો, હિંગ અને તુરંજબીન પા તોલો એ દરેકને દાડમના રસમાં મિક્સ કરી તેનું બારીક ચૂર્ણ કરી સૂકવી નાખવું. આ ચૂર્ણ જમ્યા પછી પા તોલો લેવાથી પેટમાં જમ્યા પછી ઉત્પન્ન થતી ચૂંક તથા ખાટા ઓડકાર આવતા હોય તે મટી જાય છે.

સાજીખાર અને નવસાર દરેક સાવ તોલો સાથે લીંબુની છાલ એક તોલો નાખી ચૂર્ણ તૈયાર કરવું આ અઢી તોલો સાકર સાથે લેવાથી પિત્તજવર અથવા થયેલો કમળો કે યકૃતની ગાંઠોમાં રાહત થાય છે. સંગ્રહણીમાં સાજીખાર, કચૂરો, સિંધવ, સૂંઠ, મરી, પીપર, ગંઠોડા, જાવખાર, અને બિજોરાનો ગર્ભ સરખા ભાગે લઈ, તેનું ચૂર્ણ અથવા ગોળીઓ બનાવીને સવારે અને સાંજે છાશ સાથે તે ગોળી લેવી. થોડા દિવસમાં જ સંગ્રહણીમાં ફાયદો લાગશે.

સાજીખાર, જવખાર, પંચલવણ, પંચકોલ, અજમોદ અને હિંગ એ દરેક સરખે વજને લઈ તેની બીજોરાના રસમાં ભેળવીને ચણા જેવડી ગોળી બનાવવી. અને સૂકવવી. આની એકથી બે ગોળી લેવાથી પેટના રોગ દૂર થાય છે તથા પાચનશક્તિને વધારી જઠરાગ્નિ દીપાવે છે.

સાજીખાર, જવખાર, સિંધાલૂણ, સંચળ, સમુદ્રમીઠું, સૂંઠ, મરી, પીપર, હરડે, બહેડાં, આંબળા. ચિત્રક, જીરું, વાવડિંગ, અજમો, શુદ્ધ પારદ, અને શુદ્ધ ગંધક એ બધા સરખે વજને લઈ એ બધાના વજન જેટલા લીમડાનાં બીજ મેળવી જંજીરાના રસમાં ત્રણ દિવસ સારી રીતે ભેળવી ગોળી બનાવવી, આ ગોળીને યોગ્ય અનુપાત સાથે લેતાં અજીર્ણથી થતાં તમામ પ્રકારના રોગો મટે છે.

4-4 ગ્રામ સરસવની કાંજી, સાજીખાર, જવખાર, અને નાગકેસરને પીસી ને ચાળી લેવું. તેને પાણીમાં ભેળવીને  વાળ પર લગાવવથી વાળના રોગો મટે છે. 3 ગ્રામ સાજીખારને છાશસાથે ભેળવીને પીવાથી અશુધ્ધ પેશાબ છૂટથી આવે છે. કાળા મરી અને સાજીખાર સમાન માત્રામાં બારીક પીસી લો અને તેને દાંત પર એક દિવસમાં 2-3 વાર લગાવો, તેનાથી દાંતનો દુખાવો દૂર થાય છે.

અરીઠા ની છાલ, કલાઈ, સાજીખાર અને શિકાકાઈ એ દરેક પાંચ પાંચ તોલા લઇ મહેંદી ના ડોડવા, કપૂર તથા મીઠું, તેલ એ દરેક અઢી તોલા લઈ એનું ચૂર્ણ કરી સોગઠી બનાવી. આ સોગઠી શરીરે ચોળી સ્નાન કરવાથી શરીર પરનો મેલ તથા કીડા  મટે છે. આ ઉપરાંત ચામડી અને વાળના ઝીણાં જંતુ નાશ પામે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top