સફેદ મોતી જેવા સાબુદાણા દેખાવે જેટલા સારા દેખાય છે તેટલા જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. સાબુદાણા માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. ખાસ કરીને તેની ખીચડી અને ખીર બનાવવવામાં આવે છે. ઘણા લોકો ઉપવાસ દરમિયાન તેનું સેવન કરે છે.
દરરોજ તેનું સેવન કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. રોજ સાબુદાણા ખાવાથી હાડકાં મજબૂત થાય છે સાથે જ બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. સાબુદાણા ખાવાથી શરીરનું વજન વધે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ અને કેલેરી સારી માત્રામાં હોય છે, જે વજન વધારવામાં મદદરૂપ છે. જે લોકોનું શરીર ખૂબ જ દુર્બળ છે, તે લોકોએ આહારમાં સાબુદાણાનો ચોક્કસ સમાવેશ કરવો.
તે નબળા હાડકાંને મજબૂત બનાવે છે. વાસ્તવમાં, હાડકાંને મજબૂત કરવા માટે કેલ્શિયમની જરૂર હોય છે અને સાબુદાણામાં સારી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. સાબુદાણામાં સારી માત્રામાં મેગ્નેશિયમ પણ જોવા મળે છે, જે હાડકાંને તૂટતાં અટકાવે છે. પેટની કોઈપણ પ્રકારની સમસ્યામાં સાબુદાણા ખાવા ખૂબ જ ફાયદાકારક છે. તે પાચનને સારું કરે છે અને ગેસ, અપચો વગેરે જેવી સમસ્યાઓમાં ફાયદો આપે છે.
આયર્નની ઉણપને કારણે એનિમિયા દર વર્ષે અસંખ્ય ભારતીય પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને અસર કરે છે, જેના કારણે ભારે થાક અને અન્ય સમસ્યાઓ થાય છે. સાબુદાણાએ આયર્નનું પાવરહાઉસ છે, જે લોહીમાં હિમોગ્લોબિનનું ઓછું સ્તર ધરાવતા લોકો માટે વરદાન જેવું કામ કરે છે, આમ એનિમિયાની અસરકારક સારવાર કરે છે. આવી સ્થિતિમાં લંચમાં અથવા રાત્રે સાબુદાણાની ખીચડી ખાવી જોઈએ. ટેપીઓકા એ વિટામિન K, કેલ્શિયમ અને આયર્નનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે તમામ હાડકાના રક્ષણ અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પોટેશિયમ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ને સારું બનાવે છે. સાબુદાણામાં પોટેશિયમ મળી રહે છે. જેનાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. ઘણીવાર લોહીના ગઠ્ઠા બની જતા હોય છે સાબુદાણા ખાવાથી તેની સંભાવના ઓછી થઇ જાય છે.
કસરત દરમિયાન, શરીર વધારાની ઊર્જા તરીકે ચરબીનો ઉપયોગ કરે છે. તેનાથી શરીરમાં ગરમી વધે છે.આવી સ્થિતિમાં સાબુદાણાનું સેવન તમારા માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં જોવા મળતું કાર્બોહાઇડ્રેટ શરીરના મેટાબોલિક સ્તરને સંતુલિત કરે છે અને ગ્લુકોઝના રૂપમાં ઉર્જા પ્રદાન કરે છે. આ ગરમી ઘટાડવામાં મદદ કરે છે. સાબુદાણામાંથી બનાવેલા ખોરાકનો ઉપયોગ કરીને રમત દરમિયાન ખેલાડીઓની વધેલી ગરમીને ઓછી કરીને ઘણી વખત એનર્જી વધારી શકાય છે.