શું તમે વારંવાર શરદી, એલર્જી અથવા શારીરિક નબળાઇથી પીડાય છો, તો આ રોગો રોગપ્રતિકારક શક્તિ નબળી થવાના લક્ષણો હોઈ શકે છે. અને જો તમારી રોગપ્રતિકારક શક્તિ વધુ સારી છે, તો પછી આરોગ્યની સમસ્યાઓથી બચી શકો છો, પરંતુ જો રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે, તો તે સીધી તમારા સ્વાસ્થ્યને અસર કરે છે.
ઓછી રોગપ્રતિકારક શક્તિરોગો સરળતાથી આસપાસ આવી શકે છે. ભારે કેલરીવાળા, તળેલા અને પ્રોસેસ્ડ ખોરાક ને ટાળવો જોઈએ. કારણ કે આ ખોરાક પચવામાં ઘણો સમય લે છે. અને તેનાથી બળતરા, એલર્જી તેમજ પાચનશક્તિ નું અસમતોલન જેવી સમસ્યાઓ ઊભી થાય છે જેના પરીણામ સ્વરૂપ રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે.
થોડી થોડીવારે ગરમ પાણી પીવું શરીર માટે ખુબ જ ફાયદાકારક છે આયુર્વેદમાં તેના ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે કે ગરમ પાણી દ્વારા જઠરાગ્નિ સારો રહે છે અને બીમારીઓ નથી થતી, ગરમ પાણીના કારણે વાયરસ ગળાની અંદર પોતાની સંખ્યા નથી વધારી શકતા અને શરીરને પણ પ્રભાવિત નથી કરી શકતા.
બદામ અને સુરજમુખીના બીજમાં રહેલાં વિટામિન રોગપ્રતિકારક શક્તિ માટે બહુ જરૂરી છે. તે ચરબીને ઓગાળે તેવું વિટામીન છે જે રોગપ્રતિકારક શક્તિ ના કોષને પ્રવૃત્ત રાખે છે તથા બેક્ટેરિયા અને વાયરસ ની સામે લડવાની શરીરની ક્ષમતા વધારે છે. બદામ કે સૂરજમુખીના બીજને તમે ફળ સાથે અથવા તો સ્મુધીઝમાં ઉમેરીને ખાઈ શકો છો.બીલીના ૩ થી ૫ પાંદડાઓ સવારે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
આમળા ને થોડાક વાટેલાં કાળા અથવા લીલા મરી સાથે આખી રાત મધમાં પલાળી રાખો. દિવસમાં ત્રણેક વાર ત્રણ ચમચી લો. ખાલી પેટ આ વસ્તુનું સેવન સૌથી સારું કામ કરે છે. આમ કરવાથી ચારથી આઠ અઠવાડિયામાં રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર સુધારો જોઈ શકાય છે. કાચી કેરીની રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે.
માનસિક તાણ એ રોગપ્રતિકારક શક્તિને જરૂરથી ખરાબ કરે છે. સંપૂર્ણ ઉત્સાહિત, આનંદકારક અને પ્રસન્ન રહેવું એ પણ રોગપ્રતિકારક શક્તિ અને શરીરને વધુ સારી રીતે કાર્યરત રાખવાની એક સરળ રીત છે. ઓછામાં ઓછું 30 મિનિટ સુધી પ્રાણાયામ અને યોગાસન કરવા. યોગ કરવાથી શરીર પણ સ્વસ્થ રહે છે અને બીમારીઓ પણ દૂર રહે છે.
આદુ ખૂબ જ સક્ષમ એન્ટિઓક્સિડન્ટ છે અને સાહજિક રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે વિવિધ પ્રકારના વિટામિન્સ જેમકે આયરન અને કેલ્શિયમ રહેલા હોય છે. તુલસી, દાલચીની, કાળા મરી, સૂંઠ અને દ્રાક્ષનો ઉકાળો બનાવીને દિવસમાં એક કે બે વખત સેવન કરવું. તેની અંદર જરૂરિયાત પ્રમાણે ગોળ અથવા લીંબુનો રસ પણ ભેળવી શકો છો. આના સેવન થી રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે.
આખો દિવસ ગરમ કરેલુ લીબુંવાળુ પાણી પીવું. તેમા ખાંડ નાખવાની જરૂર નથી. આમ કરવાથી વિટામીન સી પણ મળશે અને પાચનશક્તિ પણ વધે છે. મનગમતી કસરત રોજ ૩૦ થી ૪૦ મિનિટ કરવી જોઈએ. જેમાં ચાલવું, દોડવું, યોગ, સૂર્યનમસ્કાર, કોઈ રમત જેમકે ફુટબોલ, ક્રિકેટ વગેરે કરી શકો છો.
કસરતથી લોહી નું પરિભ્રમણ ઝડપી બને છે અને તે લાભદાયક રહેશે.લસણના ઉપયોગથી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવી શકાય છે. લસણને ક્રશ કરી પેસ્ટ બનાવો અને તેમાં મધ નાખો. હવે આ પેસ્ટનો સવાર કે સાંજ ઉપયોગ કરો. કીવીને વિટામિન સી નો સારો સ્રોત માનવામાં આવે છે.
વૈજ્ઞાનિક અધ્યયન મુજબ, એવું જોવા મળ્યું છે કે વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરેલુ ઉપાયમાં મશરૂમના સેવનનો સમાવેશ કરી શકાય છે. રોગ રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઉપાયમાં ઓરેગાનો પાંદડા ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ફુદીનાનુ પાણી- ૫૦૦મિલી લઈ તેમાં અડધી ચમચી હળદર નાખો, આ મિશ્રણ ને ૨-૩મિનિટ માટે ઊકાળો, હવે તેમાં ૧૦-૧૨ પત્તાં ફુદીનો નાખો અને ફરીથી ૩મિનિટ માટે ઊકાળો. મિશ્રણ ને ગાળીને , ઠડું પાડીને તેમા ૧ ચમચી મધ નાખી ને પી લો. આ પાણી પીવાથી નુકસાનકારક બેક્ટેરિયા થી રાહત મળશે.અને રોગપ્રતિકારક શક્તિ વધશે.
રોગપ્રતિકારક શક્તિ ને વધુ સારી બનાવવા માટે જેટલાં શાકભાજી ખાશો તેટલું સારું છે. રંગીન ફળો અને શાકભાજી માં ઘણા પ્રકારના પિગમેંટ જેમકે ક્લોરોફિલ, બીટા કેરોટીન વગેરે રહેલાં હોય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ ગુણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં કામ લાગે છે. લાલ, લીલા અને પીળા કેપ્સીકમ, લાલ કોબી, બ્રોકલી પણ ખૂબ લાભદાયી છે.