એકવાર જરૂર જાણવા જેવુ રસોડા અને ઘરની રોજીંદી દરેક સમસ્યાનું 100 % સચોટ સમાધાન છે આ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રોજબરોજ ના ઘરના કામમાં મહિલાઓને અનેક સમસ્યાઓનો સંનો કરવો પડે છે. આ દરેક સમસ્યાનું સમાધાન ઘરમાં જ રહેલું હોય છે પરતું તેને આપણે જાણતા હોતા નથી, તો આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ રસોડા અને ઘરની કેટલીક સમસ્યાનોનું સચોટ અને 100% અસરકારક સમાધાન જે વગર ખર્ચે કરશે તમારી દરેક સમસ્યા ગાયબ.

કૂકરમાં લીંબુનું ફાડિયું કાંદાનું કચૂંબર નાખવાથી કુકરની અંદરનું તળિયું બળશે નહીં અને દાઝશે નહીં. રસોડામાં ખૂણામાં, કબાટમાં કે ગાદલામાં કંસારીઓ થતી હોય તો ત્યાં કપૂર મૂકવું. હળદરની નાની પોટલી બનાવી અનાજના પીપમાં કે ડબ્બામાં રાખવાથી જીવાત પડતી નથી. એક કપમાં દીવાલ પાસે દહીં મૂકી, અને તેમાં ખાંડ ભેળવી મૂકો. બધી કંસારીઓ વાડકામાં ભેગી થઈ જશે. વધુ પ્રમાણમાં કંસારીઓ થતી હોય ત્યાં કપૂર મૂકવાથી કંસારીઓ દૂર થશે.

ચાની સૂકી પત્તી બળતા અંગારમાં કે સળગતા દેવતા પર નાંખવાથી ઘરમાં ભેગી થયેલી માખીઓ ભાગી જશે અને રોગનો ભય નહીં રહે. ફળોની ટોપલીમાં સહેજ પોટેશિયમ પરમેંગ્નેટ લઈને તેની પાતળા કપડાંની નાની પોટલી બનાવી, મૂકવાથી લાંબા સમય સુધી ફળ બગડશે નહીં.

છરીને ગરમ પાણીમાં બોળી બ્રેડની કિનારી કાપવાથી સહેલાઈથી કપાશે. ખાંડના ડબ્બામાં ચાર-પાંચ લવિંગ રાખો. જેથી ડબ્બામાં કીડીઓ ચડશે નહીં. બરફની ટ્રે નિયમિત ગરમ પાણીથી ધોવાથી રેફ્રિજરેટરમાં ચોંટશે નહીં. રીંગણાનું ભરથું બનાવતા પહેલાં રીંગણાં ઉપર સરસિયું ચોપડવું. તેની છાલ સહેલાઈથી ઊતરશે.

લસણમાં રાખ નાખવાથી લસણ લાંબા સમય સુધી બગડતું નથી. છરીને ગરમ પાણીમાં બોળીને પછી ડુંગળી કાપવાથી આંખમાં પાણી આવશે નહીં અને કામ સરળતાથી જલદી થઈ જશે. ઘરમાં પોતાં કરવા પાણીમાં કૅરોસીન તેમજ સહેજ સાબુની ભૂકી નાખો. પોતું કરવાથી ટાઇલ્સ ચમકશે તેમજ માખી અને વંદા આવશે નહીં. ફ્રીજમાં રાખેલી વસ્તુઓની ગંધ એકબીજામાં જાય નહીં તે માટે ફ્રીજમાં કોલસો મૂકવો.

પ્રેશર કૂકરની રિંગ પંદર દિવસે એક વખત ફ્રીજમાં મૂકવાથી વધુ ટકશે. લીંબુઓને તાજાં રાખવા માટે મીઠું ભરેલાં વાસણમાં મૂકવાં જોઈએ.લાંબો સમય રસદાર તાજાં રહેશે. પૂરી, વડાં, ભજિયાં કે અન્ય વસ્તુ તળતાં પહેલાં તલમાં અડધો ચમચો મીઠું ભેળવી દેવાથી તે વસ્તુ વધારે તેલવાળી બનશે નહીં અને તેલ ઓછું વપરાશે.

દૂધ ગરમ કરતાં પહેલાં વાસણની કિનારી પર ઘી લગાડવાથી દૂધ ઊભરાશે નહીં. મલાઇમાંથી માખણ કાઢતી વખતે તેમાં થોડી ખાંડ નાખવાથી માખણ ખૂબ સહેલાઈથી નીકળશે.

સૂકાઈ ગયેલી બ્રેડને થોડી વાર વરાળ ઉપર રાખવાથી બ્રેડ પોચી થઈ જશે અને ખાવામાં મીઠી લાગશે.તેલને ગરમ કરતાં જો ફીણ થતું હોય તો, આમલીનો એક નાનો ટૂકડો નાખવાથી ફીણ થશે નહીં ને તેલ બહાર નીકળશે નહીં.

‘ઘી’માં ગંધ આવતી હોય તો તેમાં બે-ત્રણ નાગરવેલનાં પાન નાખી ગરમ કરવાથી તેની ગંધ દૂર થાય છે. ભાતને છૂટો રાંધવા રાંધતી વખતે થોડો લીંબુનો રસ નાખવો. જેથી ભાત સરસ છૂટો રંધાશે ને સુગંધ જળવાશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top