પ્રવાલ એક એવી ઔષધી છે જે પાણી ની નીચે આપમેળે જ કુદરતી રીતે ઉત્પન થાય છે. આ ઔષધી આસાની થી મળી રહે છે. તો ચલો આપણે આ લેખ દ્વારા જાણીએ આ ઔષધી ના સ્વસ્થ્યને લગતા કયા કયા લાભ થાય છે. જાણો આ લેખ અંત સુધી વાંચીને.
પ્રવાલ જેને ગુજરાતીમાં પરવાળું કહે છે કે તે એક પદાર્થ છે. તે વૃક્ષની ડાળખી જેવું હોય છે, તેનો રંગ રાતો, ધોળો અથવા કાળો પણ હોય છે. તે દરિયાના પાણીની નીચેની જમીનમાં જામે છે. તે લગભગ ૨ ફૂટ જેવડું થાય છે. તેને પાન કે ફળ હોતાં નથી.
ઉત્તમ પ્રકારના પ્રવાલના કટકા મોટા રાતા રંગના ચળક્તા ડાઘ વગરના થાય છે. તે છિદ્ર વગરનો તથા થોડી ગાંઠોવાળી હોય છે. એની ઉત્પત્તિ પાતળી માટી, પાણી તથા હવા મળીને થાય છે. તે ખાસ કરીને ભુમધ્ય સમુદ્રમાં થાય છે. પ્રવાલ ગુણમાં દીપન, પાચન, પૌષ્ટિક હોય છે. એ શોધક, વૃષય તથા વીર્યવર્ધક ગુણ પણ ધરાવે છે.
પ્રવાલ પુષ્ટિકારક હોવાથી તે ક્ષય જેવા દર્દોનો નાશ કરે છે. તે કફ, પિત્ત વગેરે પણ મટાડે છે. તે શરીરની ક્રાંતિમાં વધારો કરે છે. રક્તપિત્તના રોગ, ઉન્માદ તથા આંખના દર્દો મટાડવા માટે પ્રવાલ વપરાય છે. તે ધાતુને પુષ્ટિ આપે છે. વીર્યનો વધારો કરે છે. એનાં તમામ ગુણો મોતીને મળતાં આવે છે. તે મોટે ભાગે છાતી તથા મૂત્રરોગના દોષો મટાડે છે.
પ્રવાલના સેવનથી જીર્ણ, સસણી, મોટી ઉધરસ વગેરે પણ મટે છે. તે ઊલટી, પિત્તના માથાનો દુખાવો પણ દૂર કરે છે, તેની જડ જખમ સૂકવવા માટે, લોહી વહેતું હોય તે બંધ કરવા માટે વપરાય છે. તેનો ઉપયોગ દાંતના મંજનમાં પણ થાય છે. પ્રવાલ ભસ્મ જીર્ણ જ્વર તથા હેડકી ઉપર મધ તથા પીપર સાથે આપવાથી સારી અસર આપે છે. પિત્ત, દૂર કરવા દૂધ અને સાકર સાથે આપવી.
ધાતુ અને ક્ષયમાં તેને પાકેલા કેળાં સાથે લેવાથી રાહત મળે છે. જેમને શરીરમાં નબળાઈ વર્તાતી હોય તેને પાનના બીડામાં મેળવીને આ ઔષધિનું સેવન કરવું જઈએ. પ્રમેહમાં તણખીઓ હોય ત્યારે ચોખાના ઓસામણના સાકર સાથે અથવા ત્રિફળા તથા મધમાં પ્રવાલને ભેળવીને લેવાથી લાભ મળે છે.
પ્રવાલની ભસ્મ પોણા બે તોલા, મોતીની ભસ્મ સવા તોલો અને શંખની ભસ્મ ૨ તોલા લઈ તે તમામને ખાંડી બારીક આકડાના છીણમાં તેને ભેળવી દઈ ભઠ્ઠીમાં રાખી તેનો રસ તૈયાર કરવો. આ રસના ઉપયોગથી અપચો મટે છે. પેશાબ સાફ આવે છે અને પેશબના રોગોનો નાશ કરવામાં મદદ કરે છે. આ રસ પીવાથી પથરીમાં પણ ફાયદો મળે છે.
પ્રવાલ અને કહેરબા પા તોલો, મોતી વગર વિંધેલા અને અબરેશમ કાતરેલા વિનાનું એ દરેક પોણો તોલો, બહમને સુરખ તથા સફેદ એ દરેક પોણા બે તોલા, હરડેનું દળ, પિસ્તાની છાલ દરેક પોણો તોલો, ગાવજુબાન સવા ત્રણ તોલા, ધાણા સૂકા અને તબાશીર એ દરેક એક તોલો, જરેબાદ પા તોલો – આ તમામ દવાઓને બારીક વાટી ચૂર્ણ કરી સાકરમાં ચાસણી લાવ્યા પછી તેનો પાક બનાવવો. આ પાક હૃદયને કૌવત આપે છે. તેની તમામ બીમારી મટાડે છે. ઘેલછા દૂર કરી મગજને શાંતિ પમાડે છે.
પ્રવાલ ભસ્મ પોણા બે તોલા, ગળોત્સવ અને મરી દરેક સવા તોલો, પીપર એક તોલો લઈ તેને વાટી મધ અને સાકર સાથે ભળવીને તેનો પાક બનાવવો. આ પાક ઊલટી, દમ, નાકૌવતી તથા ઉધરસ મટાડે છે. આ પાક પા તોલો જેટલો ખાવામાં ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત તે હેડકી પણ મટાડે છે, પ્રવાલ પ્રમેહના દર્દો સાથે જીર્ણ ઝાડો તથા સંગ્રહણીના રોગ મટાડવા માટે વપરાય છે. તે એક ઘઉભાર જેટલું ઉપયોગમાં લેવું જઈએ.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.