સૂકા મેવામાં દરેકના ઘરમાં બદામ તો હોય જ છે, પણ શું તમે જાણો છો કે સાદી બદામ ખાવાને બદલે પલાળેલી બદામ ખાવાના ઘણા ફાયદા છે. નિષ્ણાતો પણ કહે છે કે પલાળેલી બદામ આરોગ્ય માટે શ્રેષ્ઠ છે. બદામમાંથી ઓમેગા 3, વિટામિન ઈ, ઝીંક, મેગ્નેશિયમ, પ્રોટીન અને ફાઈબર મળે છે. આજે અમે તમને જણાવીશું પલાળેલી બદામ ખાવાથી શરીરને થતાં ફાયદાઓ વિશે.
બદામ પલાળીને ખાવાથી પાચક શક્તિ પણ સંતુલિત રહે છે. આ સાથે તે હ્રદય રોગોને પણ દૂર રાખે છે. જો તમને બ્લડ પ્રેશરની બીમારી હોય તો તમારે પલાળેલી બદામ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. પલાળેલા બદામ ખાવાથી લોહીમાં એલ્કિલ ટોકોફેરોલનું પ્રમાણ ખૂબ વધી જાય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.
આજના સમયમાં ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ સામે મોટી સંખ્યામાં લોકો લડી રહ્યા છે. જો તમે રોજ રાત્રે બદામને પાણીમાં પલાળીને સવારે તેના છોતરા ઉતારીને ખાશો તો શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. રાત્રે પલાળેલી બદામ માં વિટામીન ‘ઈ’ હોય છે જેનાથી તમારી સ્કીન એકદમ શાઈની અને સોફ્ટ બને છે.
આજના સમયમાં લોકોનુ વધતુ વજન ખૂબ મોટી સમસ્યા છે. બદામને પાણીમાં પલાળીને ખાધા પછી વજન ઘટાડી શકાય છે. કારણ કે તેમા મોનોઅનસૈચુરેટેડ ફૈટ રહેલુ છે. તેથી આ ભૂખને રોકવામાં ખૂબ સારી એવી મદદ કરે છે. એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર બદામનું સેવન તણાવ દૂર કરવામાં મદદ કરે છે. પલાળેલી બદામ ખાવાથી મગજ સારું રહે છે. જેથી તમે તણાવથી બચી શકો છો. તે સિવાય તેના સેવનથી ડિપ્રેશનની સમસ્યાથી પણ બચાવે છે.
પલાળેલી બદામમાં ફોસ્ફોરસ, મેગ્નેશ્યિમ અને કેલ્શ્યિમ જેવા ગુણ હોય છે. જે હાડકા અને દાંત માટે ફાયદાકારક હોય છે. બદામ, દહીં અને ઓટમીલને મિક્સ કરીને રોજ તેનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. બદામમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર રહેલા છે. જે ભોજનનું પાચન કરવામાં મદદ કરે છે. 4-5 પલાળેલી બદામનું સેવન કર્યા બાદ એક ગ્લાસ પાણી પીવું જોઈએ. જેનાથી કબજિયાતની સમસ્યા દૂર થઇ જશે. તે સિવાય તેના સેવનથી પેટના કેન્સરનો ખતરો પણ ઓછો થાય છે.
પલાળેલી બદામમાં ઓમેગા ૩ ફેટી એસીડ હોય છે, જે પ્રેગ્નન્સીમાં ઘણી મદદ કરે છે. બદામમાં ફોસ્ફરસ મળી આવે છે અને એનાથી તમારા દાંત મજબુત થશે. પલાળેલી બદામમાં પ્રોટીન વધુ હોય છે જેનાથી મસલ્સ મજબુત બને છે. રોજ સવારે પલાળેલી બદામનું સેવન કરવામાં આવે તો તે આપણી આયુષ્ય રેખાને વધારે છે. એક રીચર્સ અનુસાર જો તમે ચાર અથવા પાંચ બદામ રોજ ખાતા હોવ તો તમને ક્યારેય પણ હાર્ટ એટેક નહિ આવે. એટલા માટે રોજ સવારે પલાળેલી બદામ ખાવી જોઈએ.
પલાળેલા બદામનું સેવન કરવાથી કબજિયાત વગેરે થતું નથી કારણ કે બદામમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે જેના કારણે તમારું પેટ સારી રીતે સાફ થાય છે. પલાળેલી બદામમાં વિટામિન સી પણ જોવા મળે છે, જે શિયાળામાં શરદી અને ખાંસી જેવી સમસ્યાઓથી બચાવે છે. દરરોજ મગફળી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે અને શરીરને અંદરથી શક્તિ મળે છે.
સ્કિનમાં પડી રહેલી કરચલીઓને દૂર કરવા માટે તમે પલાળેલી બદામ ખાઈ શકો છો. કેમ કે તે એક નેચરલ એન્ટિ એન્જીગ ફુડ માનવામાં આવે છે. સવાર સવારે પલાળેલી બદામ સેવન કરવાથી ચહેરા ઉપર કરચલી પડતી નથી અને ત્વચા સ્વસ્થ રહે છે. પાણી માં પલાળેલી બદામ માં એંટીઓક્સીડેંટ હોય છે જે વધતી ઉંમર ની અસર ને ઓછી કરે છે. પીઠના દુખાવામાં પણ સવારે પલાળેલી બદામનું સેવન કરવું જોઈએ. બદામનો ઉપયોગ આંખો માટે પણ ફાયદાકારક હોય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.