વ્યક્તિના શરીરમાં વાત કફ અને પિત્તનું પ્રમાણ સરખું પ્રમાણમાં જળવાઇ રહે તો વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે. પરંતુ જો આ ત્રણમાંથી એક પણ વસ્તુનું સંતુલન ખરાબ થાય તો તેમની તબિયતમાં ખરાબ થઈ શકે છે. આયુર્વેદમાં આ સમસ્યાના ઉકેલ માટે ઘણા બધા ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો અજમાવીને તમે શરીરમાં થતી સમસ્યા દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ આવા ઉપાયો.
કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પિત્ત મટે છે. કારેલીના પાનનો રસ લેવાથી ઊલટી અથવા રેચ થઇ પિત્તનો નાશ થાય છે. એનો ઉતાર ઘી અને ભાત છે. પિત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હિતકારી છે. દાડમનો રસ ઊલટી બેસાડે છે. સગર્ભાની ઊલટી પણ મટાડે છે. દાડમ ખૂબ શીતળ છે.
બીજ વગરની કાળી દ્રાક્ષ 50 ગ્રામ અને હરડેનું ચૂર્ણ 100 ગ્રામને ખૂબ લસોટી એક ચમચી જેટલા આ મિશ્રણની મોટી મોટી ગોળીઓ વાળી લેવી. એક કપ પાણીમાં એક ગોળી 20-50 મિનિટ પલાળી રાખી. પછી તેને પાણીમાં ખૂબ મસળી સવારે પી જવું. શરીરમાંપિતને કારણે ઉત્પન્ન થયેલાં અનેક રોગો- કબજિયાત, ગેસ, જ્વર, મળની દૂર્ગધ, હૃદયરોગ, લોહીના વિકારો, તવચાના રોગો, ઉધરસ, કમળો, અરુચિ, પ્રમેહ અને માંદાગ્નિ જેવા રોગોમાં ઉત્તમ પરિણામ આપે છે.
1 લિટર પાણીમાં એક થી દોઠ ચમચી સૂકા ધાણા નાખી ઉકાળી એક ભાગ બાળી ત્રણ ભાગ બાકી રહે ત્યારે ઠારી, નીતારી ગાળી લો. આ પાણી એકદમ ઠંડુ બને છે. તેથી તે પિત્ત દોષ કે ગરમીથી પીડાતા કે પિત્તની તાસીરવાળા લોકોને માફક આવે છે. આવું પાણી ગરમી-પિત્તનો તાવ, દાહ-બળતરા, પિત્તની ઊલટી, ખાટા ઓડકાર, અમ્લપિત્ત, હોજરીનાં ચાંદા, લોહી દૂઝતાં કે દાહ-સોજા વાળા હરસ, નેત્રદાહ, નસકોરી ફૂટવી, રક્તસ્ત્રાવ, મરડો, ગરમીના પીળાં પાતળા ઝાડા, ગરમીનો સૂકો દમ, ખૂબ વધુ પડતી તરસ જેવા દર્દોમાં લાભપ્રદ છે.
કોઠાના પાનની ચટણી બનાવી પિત્તના ઢીમણાં પર લગાડવાથી આરામ થાય છે. આમલી પિત્તશામક તથા વિરેચક છે. ઉનાળામાં પિત્તશમાન માટે આમલીનાં પાણીમાં ગોળ મેળવી પીવાથી લાભ થાય છે. આમલીથી દસ્ત પણ સાફ આવે છે. ટામેટાંનાં રસ કે સૂપમાં સાકર મેળવી પીવાથી પિત્તજન્ય વિકારો મટે છે. અળવીના કૂણાં પાનનો રસ જીરુની ભૂંકી મેળવી આપવાથી પિત્તપ્રકોપ મટે છે.
આમલીને તેનાથી બમણાં પાણીમાં ચાર કલાક ભીંજવી રાખી, ગાળી, ઉકાળી, અડધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી 20-25 ગ્રામ જેટલું રાત્રે પીવાથી પિત્તપ્રકોપ મટે છે. ચીકુને આખી રાત માખણમાં પલાળી રાખી સવારે ખાવાથી પિત્તપ્રકોપ શાંત થાય છે. તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પિત્તપ્રકોપ શાંત થાય છે.
શરીર ની બહાર થી પીત્ત દૂર કરવા દેશી ગાયનું શુદ્ધ ઘી લઇ હાથ અને પગના તળિયે ઘસવાથી શરીરની અંદર જે તજા ગરમી છે, જે ગરમી છે ધીમે ધીમે બહાર નીકળશે. તો આટલુ કરવાથી જે લોકો ને ઉનાળામાં બળતરા થાય છે પેશાબ માં બળતરા થાય છે કે હાથ-પગના તળિયે બળતરા થાય છે એ બધી જ સમસ્યાઓ ધીમે ધીમે દૂર થઈ જશે.
પાકાં કેળા અને ઘી ખાવાથી પિત્તરોગ મટે છે. જામફળના બી પીસી પાણી સાથે મેળવી ખાંડ નાખી પીવાથી પિત્તિવકાર મટે છે. જાંબુડીની છાલનો રસ દૂધમાં મેળવી પીવાથી ઊલટી થઇ પિત્તિવકાર મટે છે. આમળાનો રસ પીવાથી પિત્તના રોગો મટે છે. દૂધપાક, ખીર, માવાની બનાવટો, ગળ્યા પદાર્થો, માલપૂડા, પેંડા, ઘીની વાનગીઓ યોગ્ય પ્રમાણમાં લેવાથી પિત્તનું શમન થાય છે.
રાત્રે એક ગ્લાસ પાણી લેવાનું. એ પાણીની અંદર 10-15 દ્રાક્ષ દાણાં લેવાનાં.કાળી દ્રાક્ષ મળે તો બરાબર ના મળે તો જે બજારની અંદર મળે છે એ દ્રાક્ષ પાણીમાં પલાળી દેવાની.એની અંદર એક ચમચી ધાણા, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી આ ત્રણે થોડું વાટી લેવા નું પછી એ પાણીની અંદર એની અંદર દ્રાક્ષ મિક્સ કરી લેવાનું અને આખી રાત પાણીમાં પલાળી લેવાનુ. સવારે ઉઠીએ ત્યારે તેને ગાળી થોડું થોડુ પી જવાનું. તમે દસથી પંદર દિવસ કરશો તો શરીરમાં પિત્ત વધ્યું છે તે શાંત થઈ જશે અને પિત્તના કારણે શરીરમાં જે કે બળતરા થાય છે એ ધીમે ધીમે દૂર થઈ જશે.
સવારે ઉઠી તમારે દૂધીનો જ્યુસ પીવાનો. દૂધી લેવાની એની અંદર લીલી કોથમીર નાખી જ્યુસ બનાવી લેવાનો. તમે તેની અંદર દેશી સાકર પણ એડ કરી શકો અથવા તો દેસી મધ હોય તો પણ ઉમેરી શકો છો. આ જ્યુસ બનાવી દરરોજ સવારે પીવાનો. જ્યુસ પીધા પછી ઓછામાં ઓછો 1 કલાક પછી તમારે કંઈ ખાવાનુ નથી.