ચહેરાની સુંદરતાનું રહસ્ય ફક્ત ચળકતા વાળ અથવા દાગ મુક્ત ત્વચા જ નથી, પણ સફેદ દાંત પણ છે, તમારા ચહેરાની સ્મિત પણ સુંદરતાની ખાસિયત છે. જ્યારે દાંત પીળા હોય છે, ત્યારે તમે ન તો તમારું હૃદય ખોલીને દરેકની સામે હસી શકો છો, ન તો તમે સ્મિત કરી શકો છો.
સૌથી પરેશાનીની વાત એ છે કે દાંતની પીળાશ એ તમારા ખોટા આહાર અને જીવનશૈલીને કારણે છે. ખોટી ખાવાની ટેવથી દાંત પીળા પણ થાય છે, જેમ કે ચા, કોફી અને વધારે પ્રમાણમાં સોફ્ટ ડ્રિંક પીવાથી પણ દાંત પીળા થઈ જાય છે. આ સિવાય તમાકુ, આલ્કોહોલ, ગુટખા વગેરેના સેવનના કારણે અથવા સાફસફાઇના અભાવને કારણે દાંત પીળા થઈ જાય છે.
સરસવનું તેલ દાંતની પીળાશ દૂર કરવામાં મદદ કરી શકે છે. આયુર્વેદ એમ પણ માને છે કે પીળા દાંતની સમસ્યા દૂર કરવા અને સફેદ અને ચળકતા દાંત મેળવવા માટે સરસવના તેલનો ઉપયોગ કરવો જોઇએ. તેજસ્વી દાંતની સાથે સરસવનું તેલ મોંમાં રહેલા બેક્ટેરિયાને પણ દૂર કરે છે.
આ માટે, અડધી ચમચી સરસવનું તેલ એક ચપટી મીઠું સાથે મિક્સ કરો અને આ મિશ્રણ સાથે, દાંતને થોડા સમય માટે માલિશ કરો. જો ઇચ્છતા હોવ તો, તમે આંગળીની મદદથી દાંત અને પેઢાની માલિશ કરી શકો છો અથવા ટૂથબ્રોથનો ઉપયોગ કરી શકો છો. લગભગ 3 થી 5 મિનિટ સુધી આ અનુસરો અને જાતે જ તફાવત જુઓ.
દાંતને સફેદ કરવા માટે કેળાની છાલ ઉપયોગી છે. કેળા જેટલું વધારે ફાયદાકારક છે તેટલી જ ફાયદાકારક તેની છાલ છે. દરરોજ 1 કે 2 મિનિટ માટે દાંત પર કેળાંની છાલનો સફેદ ભાગ ઘસવો, અને પછી બ્રશ કરો. દાંત કેળામાં હાજર પોટેશિયમ, મેંગેનીઝ અને મેગ્નેશિયમ જેવા ખનિજોને શોષી લે છે. તેનાથી દાંત માત્ર સફેદ જ નહીં પણ મજબૂત પણ બને છે. કેળાની છાલની આ રેસીપી અઠવાડિયામાં 2 થી 3 વાર અજમાવો
નારિયેળ તેલના ઘણા ફાયદા છે. તેનો એક ફાયદો દાંત માટે પણ ખુબ જ ઉપયોગી છે. નારિયેળમાં રહેલું લોરિક એસિડ દાંત ઉપર જામી ગયેલઈ ક્ષારી દૂર કરવામાં મદદ કરે છે. નારિયેળના એક ચમચી તેલને મોઢામાં 1-2 મિનિટ સુધી રાખી કોગળા કરી પછી બ્રશ કરવામાં આવે તો પણ દાંત જલ્દી સફેદ થઇ જશે.
અડધી ચમચી હળદરમાં થોડું પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી બ્રશ દ્વારા કે આંગળીથી તે દાંત ઉપર ઘસવામાં આવે તો દાંતમાં રહેલી પીળાશ દૂર થાય છે. હળદરનો રંગ ભલે પીળો હોય પરંતુ દાંતને તે સફેદ બનાવે છે. લીમડામાં દાંતને સફેદ બનાવવા તેમજ બેક્ટેરિયાને ખતમ કરવાના ગુણ રહેલા છે. જે કુદરતી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક છે. રોજ લીમડાના દાંતણથી દાંત કરવાથી તેમાથી પીળાશ દૂર થઇ જાય છે.
એક લીંબૂનો રસ કાઢીને તેમા સમાન માત્રામાં જ પાણી મિક્સ કરો. ખાધા પછી આ પાણીથી કોગળા કરો. રોજ આવુ કરવાથી દાંતની પીળાશ અને શ્વાસની દુર્ગંધ દૂર થઈ જાય છે. સંતરાની છાલ અને તુલસીના પાનને સુકાવીને પાવડર બનાવી લો. બ્રશ કર્યા પછી આ પાવડરથી દાંત પર હળવેથી રોજ મસાજ કરો.
ઘરે સરળતાથી દાંત સફેદ કરવા માટે આ નુસખો કારગર છે. એક પ્લેટમાં 1 ચમચી બેકિંગ સોડા લો અને તેમાં થોડો લીંબુનો રસ નાખો. જ્યાં સુધી પેસ્ટ જેવી સુસંગતતા ન મળે ત્યાં સુધી લીંબુનો રસ ઉમેરવાનું ચાલુ રાખો. હવે આ પેસ્ટ ટૂથબ્રશ પર લગાવો અને દાંત પર સારી રીતે મસાજ કરો. તેને લગભગ 1 મિનિટ સુધી દાંત પર રાખો અને પછી મોં ધોઈ લો. બેકિંગ સોડાની આ પેસ્ટને 1 મિનિટથી વધુ સમય માટે દાંત પર ન છોડો નહીં તો દાંતને નુકસાન થઈ શકે છે.
એક ગ્લાસ પાણીમાં અડધુ લીંબૂ નિચોડો અને તેમા આખી રાત દાતણ મુકી દો. સવારે આ જ દાંતણનો ઉપયોગ કરો. તેનાથી દાંતની પીળાશ ખતમ થઈ જશે. જો તમે રોજ દાંતણ નથી કરી શકતા તો અઠવાડિયામાં એક દિવસ જરૂર દાંતણ કરો. તેનાથી દાંત અને મસૂઢા સ્વસ્થ અને મજબૂત પણ થાય છે.
1 અથવા 2 તાજી સ્ટ્રોબેરી લો અને સારી રીતે મેશ કરો. ત્યારબાદ તેને દાંત ઉપર 2 થી 3 મિનિટ સુધી લગાવો અને પછી મોં ધોઈ લો. જો તમે ઈચ્છો તો સ્ટ્રોબેરી લગાવ્યા પછી તમે સારી રીતે બ્રશ પણ કરી શકો છો. સ્ટ્રોબેરીમાં મલિક એસિડ નામનું પ્રાકૃતિક એન્ઝાઇમ હોય છે જે દાંતને સફેદ કરવા અને તેને સફેદ બનાવવા માટે મદદ કરે છે. વળી, સ્ટ્રોબેરીમાં હાજર ફાઈબર મોઢાના બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે.