વગર ખર્ચે પેટના ગેસ, આફરો અને અપચો માંથી તાત્કાલિક પરિણામ મેળવાનો 100% અસરકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પેટ સંબંધિત ઘણી સમસ્યાઓમાં ગેસ બનવો તે સાવ સામાન્ય સમસ્યા છે. નાની ઉંમરથી લઇને યુવાનો અને વૃદ્ધો સુધી દરેક ઉંમરની વ્યક્તિઓએ ક્યારેક ને ક્યારેક આ સમસ્યાનો સામનો કરવો પડે છે. પેટમાં ગેસ બનવાના ઘણા કારણ હોઇ શકે છે.

જેમ કે વધુ પડતુ ભોજન કરવું, વધુ સમય સુધી ભુખ્યા રહેવું, તીખુ કે ચટપટુ ભોજન કરવુ, એવું ભોજન ખાવું જે પચવામાં ભારે હોય. યોગ્ય રીતે ચાવીને ન ખાવું, વધુ ચિંતા કરવી, દારુ પીવો, કેટલીક બિમારીઓ અને દવાઓના સેવનના કારણે પણ પેટમાં ગેસ થઇ શકે છે. તો ચાલો આપણે જાણીએ આ ગેસને દૂર કરવાના ઉપચાર.

કાળાં મરી ચિત્રક અને સંચળ સમાન વજને લઇ બારીક વસ્ત્રગાળ ચર્ણ કરવું. એને મરીચાદિ ચૂર્ણ કહે છે. ½ થી 1 ચમચી જેટલું આ ચૂર્ણ તાજી, મોળી છાસ સાથે સવાર-સાંજ લેવાથી ગેસ, આફરો, અપચો, મંદાગ્નિ, પચ્યા વગરના ઝાડા, ઉદરરોગ, મસા, કબજિયાત વગેરે મટે છે.

જમ્યા પછી કાચો અજમો અને જીરું સરખા પ્રમાણમાં લઈ ખૂબ ચાવવું, પેટમાં ગેસ અને અપચોની સમસ્યા માંથી તાત્કાલિક છુટકારો મળી જશે.

રાત્રે સુતી વખતે અજમા સાથે ચપટી મીઠું મેળવીને ખાવાથી ગેસની તકલીફવાળી વ્યક્તિને લાભ થાય છે. મળાના રસમાં લીંબુનો રસ મેળવી પીવાથી ભોજન પછી પેટમાં થતો દુ:ખાવો કે ગેસ મટે છે. આદુનો 10 ગ્રામ રસ અને લીંબુના 10 ગ્રામ રસમાં 1.5 ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી ગેસ અને ઓડકાર મટે છે.

સંચળ, સિંધવ, મરી ને સૂંઠનો ભૂકો મધમાં પીવાથી ગેસ થતો નથી. બે લીંબુના ચાર ભાગ કરી એક પર મરીનું, બીજા પર સિંધવનું, ત્રીજા પર ડીકામરીનું અને ચોથા પર સંચળના ચૂર્ણની ઢગલી કરી, અગ્નિ પર ગરમ કરી વારાફરતી રોજ સવારે ગરમ ગરમ ચૂસવાથી ગેસની ફરિયાદ દૂર થાય છે. દિવેલમાં સાંતળેલી હરડેના ટૂકડા જમ્યા પછી સોપારીની જેમ મોમાં રાખઈ ચૂસવાથી ગેસની તકલીફ ઓછી થાય છે.

ભોજન પહેલાં લીંબુની ફાડ કરી બે ગ્રામ સંચળ ભભરાવી ચૂસી જવું. ઘી, તેલ, મીઠાઇ બંધ કરવા. સવાર-સાંજ એક એક કલાક ચાલવા જવું. એનાથી વાયુ ઉપર ચઢી છાતીની ડાબી બાજુ દબાણ કરતો હોય, ખાવા પર રુચિ થતી ન હોય, ભૂખ બરાબર લાગતી ન હોય અને પાચન બરાબર થતું ન હોય તેમાં ફાયદો થાય છે.

હીંગનો ભોજનમાં ઉપયોગ કરવાથી ગેસ થતો નથી, હીંગને શેકીને ખાવાથી ગેસની તકલીફ દૂર થાય છે, હીંગને ગરમ પાણીમાં મેળવીનાભિની આસપાસ લગાવવાથી ગેસ દૂર થાય છે. મુખવાસ તરીકે અજમાનો ઉપયોગ કરો અથવા અજમાનો કોઈને કોઈ રીતે ખાવામાં ઉપયોગ કરો જેથી ગેસની તકલીફ ન થાય.

ફુદીનાના રસમાં મધ મેળવીને પીવાથી પાચન બરાબર થાય છે, પેટ સારું આવે છે અને ગેસ થતો નથી. તુલસીના પાન વાટી તેની ગોળીઓ બનાવી ખાવાથી ગેસ, અપચો વગેરેમાં તુરંત રાહત થાય છે. લીંબુનો રસ હુંફાળા પાણીમાં પીવાથી ખાટા ઓડકાર અને ગેસની તકલીફ દૂર થાય છે.

ગેસ થયો હોય ત્યારે કે પેટમાં દુઃખતું હોય ત્યારે એરંડાના પાનને ગરમ કરી પેટ પર શેક કરવાથી તુરંત લાભ થાય છે. ફુદીનાના અર્કમાં અજમો, કપૂર અને મરી નાંખી તે અર્કમાં ૩-૪ ટીપાં પીવાથી ગેસમાં રાહત થાય છે, નાગરવેલના પાનના રસમાં મધ મેળવીને પીવાથી ગેસ આફરો મટે છે. મેથી અને સૂવા મેળવીને તેનું ચૂર્ણ બનાવીને એક ચમચી જેટલું લેવાથી ગેસમાં રાહત થાય છે.

જો દિવસમાં ગોળ અને સૂંઠને ભેળવી ત્રણ વાર લેવાથી ગેસ અને પિત્તની સમસ્યા દૂર થાય છે. ગેસની તકલીફ દૂર કરવા, શેકેલા કાચકા અને મરી સરખાભાગે લઈ પાવડર બનાવી ફાકી કરવાથી ગેસમાં ચોક્કસથી રાહત મળે છે. લવિંગ પણ ગેસની સમસ્યામાં ફાયદો કરે છે. પ્રાચીન સમયથી જ ગેસની સમસ્યા દુર કવા માટે લવિંગનો ઉપયોગ થાય છે.

જો કોઈ ગેસની સમસ્યાથી વધારે પ્રમાણમાં પરેશાન છે તો ફુદીનાના પાંદડાની ચા બનાવીને પીવાથી રાહત મળે છે. જેનાથી ગેસની લીધે થનારા પેટના દર્દવાળા ભાગમાં આરામ મળે છે. ફુદીનાની ચા બનાવવા માટે તેના પાંદડાને પાણીમાં ઉકાળો અને તેના ટેસ્ટ માટે 1 ચમસી મધ ભેળવો. તેમજ ફુદીનાના કાચા પાંદડાને ખાવાથી પણ ગેસમાં રાહત મળે છે.

કેળા આરોગ્ય માટે ફાયદાકારક છે. જો તમને પેટની સમસ્યા હોય તો તમારે કેળા ખાવા જોઈએ. કેળાનું સેવન કરવાથી કબજિયાત, પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા થતી નથી.ગાયના એક કપ દૂધને ગરમ કરીને 3 મિલીલીટર એરંડાનું તેલ નાખીને પીવાથી પેટમાં વાયુની સમસ્યા દૂર થાય છે તેમજ શૌચને લગતી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે આ પ્રયોગ સૂતા સમયે કરવાથી ઉત્તમ લાભ થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top