આયુર્વેદિક, પેટનો ગેસ અને વાયુ પ્રકોપથી થતી દરેક સમસ્યાનું સમાધાન છે રહેલું છે આમાં, જરૂર જાણો અહી ક્લિક કરી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જો ઓડકાર આવે અને પેટમાં ગુડગુડ થયા કરે કે પછી અપાનવાયુ દુર્ગંધ હવાના રૂપમાં નીકળ્યા કરે તો નિશ્ચિતરૂપથી તમે વાયુપ્રકોપથી પીડિત છો. આના ઉપચારરૂપે ઔષધિઓ જેટલી ઉપયોગી છે તેનાથી પણ વધારે સ્વસ્થ ખાન-પાન અને રહેણી-કરણી. આથી વધારે ઉપયોગી એ છે કે વાયુપ્રકોપ શું છે તે જાણવું.

કેમ ગેસ વધુ બને છે. ગેસ વધારે બનવાથી શરીરમાં કયા પ્રકારનાં લક્ષણો જોવા મળે છે. વાયુના પ્રકોપની છુટકારો કેવી રીતે મેળવી શકાય, કેમ કે વાયુ એટલે કે ગેસસ્ટિક ટ્રબલ એક એવી સમસ્યા છે જેનાથી ફક્ત વૃદ્ધ વ્યક્તિ જ નહિ, પણ યુવા વર્ગ પણ પીડિત છે.

વાયુના ઉપચાર માટે ખાવા-પીવાની આદતો સુધારવા પર વધારે મહત્ત્વ આપવામાં આવે છે. પ્રાચીન ચિકિત્સા અંતર્ગત વૈદ્ય પરેજી સાથે કેટલીક જડીબુટીનું સેવન કરાવે છે. પ્રાકૃતિક ચિકિત્સામાં આમાશય અને આંતરડાની અંદર શુદ્ધીકરણ કરવા ઉપવાસ કરાવી ફળોનો રસ આપે છે.

બીજી બાજુ આંતરડામાં જમા નકામા પદાર્થોને એનીમા દ્વારા પાણી આંતરડામાં પહોંચાડીને સફાઈ કરાય છે. આજકાલ બહુ જ રેચક ચૂર્ણ માર્કેટમાં વેચાય છે, જે આંતરડાનું સંકુચન વધારીને મોટા આંતરડામાં મળને રહેવા દેતું નથી અને આથી મળમાં રહેલા બેક્ટેરિયા (જીવાણુ) ગેસ ઉત્પન્ન કરી શકતા નથી. ફક્ત ચિકિત્સક દ્વારા ઉપચાર કરાવતાં રહેવાથી વાયુપ્રકોપથી છુટકારો મળતો નથી, જ્યાં સુધી વાયુવિકારથી સંબંધિત જાણકારી ન હોય માટે વાયુપ્રકોપની જાણકારી હોવી જરૂરી છે.

શરીરમાં થઈ રહેલી પાચનક્રિયામાં ગેસ (કાર્બન ડાયોક્સાઇડ) બનવો સ્વાભાવિક છે, પણ શ્વસનક્રિયા અને ખાદ્ય પદાર્થોના માધ્યમથી પણ ગેસ શરીરમાં પહોંચે છે, જેના કારણે પાચન અવયવોમાં લગભગ ર00 સીસી ગેસ હંમેશાં બની રહે છે.

લગભગ 600 સીસી સુધી રહે છે, જે ર4 કલાકમાં વારંવાર ઓડકાર દ્વારા અપાન વાયુના રૂપમાં દુર્ગધં માર્યા વિના શરીરમાંથી નીકળી જાય છે. આ ગેસના પ્રવાહને કારણે આંતરડામાં સંકુચન થયા કરે છે. કોઈ કારણસર ગેસ નીકળે નહિ તો પેટ ફૂલી જાય છે, જેથી દર્દ ને બેચેની એટલી વધારે વધી જાય છે કે વ્યક્તિ આ મુસીબતથી છુટકારો મેળવવા માટે દવાઓ લેવાની શરૂ કરી દે છે.

વાયુપ્રકોપના લક્ષણઃ છાતીમાં બળતરા અને ગેસનો દબાવ, હૃદય પર દબાવ, આમાશયના ઉપરના ભાગમાં દુખાવો, ઊબકા આવવા, વાયુથી પેટમાં ગુડગુડ થવું, કબજિયાત, આંતરડામાં દુખાવો, હીચકી આવવી અને દુર્ગધવાળો મળ નીકળવો એ વાયુપ્રકોપનું લક્ષણ છે.

ક્યારેક છાતી કે હૃદયમાં દુખાવો હૃદયરોગનું પણ કારણ હોઈ શકે છે. આથી જો પરેજી અને ઔષધિ સેવન ઉપચારથી પણ લાભ ન થાય તો હૃદય વિશેષજ્ઞની સલાહ લેવી જોઈએ. આમ પણ અમ્લનાશક ગોળીઓના સેવન પછી 10થી 1પ મિનિટમાં જો રાહત ન મળે તો વાયુનો પ્રકોપ નથી એમ સમજવું.

જો હૃદયરોગ સંબંધિત તકલીફ હોય તો શ્વાસ તેજ ચાલવા લાગે છે, પરસેવો વધારે થાય છે, ઊબકા આવે છે, બહુ અશક્તિ લાગે છે અને છાતીમાં દુખાવો એ રીતે થાય છે કે બાવડાં ને હાથ તરફ વધી રહ્યો હોય તેવું લાગે છે.

ખાણી-પીણીની ટેવો, જેના લીધે વાયુ વધારે બને છે. કેટલાક લોકો બહુ ઝડપી ખાતા હોય છે, જેના લીધે વધારે ખવાઈ જાય છે. આથી વધારે ખાવાથી ગેસ બની જાય છે. ભોજન પછી ર0 મિનિટ પછી ખબર પડે છે કે પેટ ભરાઈ ગયું છે. આથી ધીરે ધીરે ખાવું જોઈએ, જેથી ભોજન વધારે લેવાઈ ન જાય અને ન વધારે ગેસ બને.

ખાવામાં રુચિ ન લેવાથી મોટા ભાગે લોકો ખાવા તરફ ધ્યાન નથી આપતા. પેપર વાંચતાં કે ટીવી જોતાં જોતાં ખાય છે, એના લીધે લોકોને ખબર નથી પડતી કે જરૂરિયાત કરતાં વધારે ખાઈ લીધું  આમ ગેસ બનવો સ્વાભાવિક છે, આથી ખાતી વખતે ફક્ત ખાવા પર જ ધ્યાન દેવું.

થોડું થોડું ખાવાને બદલે એક જ વાર ભોજન કરવાથી – આ પ્રકારે ભોજન કરવાથી ઘણું જ નુકસાન થાય છે, કેમ કે ભૂખ વધારે લાગી હોય એટલે જરૂરિયાત કરતાં પણ વધારે ભોજન કરી લેવાથી પણ ગેસ બનવો સ્વાભાવિક છે. એટલે ટાઇમસર જરૂરિયાત જેટલું જ ભોજન કરવું જોઈએ.

ઘણા લોકો જાડાપણું રોકવા માટે અલ્પાહાર કરે છે, પણ થોડાક સમય પછી ઓછું ખાવાનું નિયંત્રણ છે તે રહેતું નથી, આથી વધારે ખાવા લાગે છે. ત્યાર પછી ભૂલ સમજાય એટલે પાછું ઓછું ખાવાનું ચાલુ કરી દે છે. વળી પાછું થોડા સમય પછી નિયંત્રણ જવાથી વધુ ખાવાનું ચાલુ કરી દે છે, આમ થતું રહેવાથી ગેસનો પ્રકોપ પણ ક્યારેક ક્યારેક વધી જાય છે. જો અલ્પાહાર લેવો હોય તો પૌષ્ટિક તત્ત્વો અને વિટામિન ખનીજથી ભરપૂર હોય તેવો જ લેવો, 600 કેલરીઝથી ઓછી ઊર્જા ન હોવી જોઈએ.

મોટા ભાગે એવી જ શિક્ષા આપવામાં આવી છે કે પીરસેલું ભોજન થાળીમાં છોડવુ નહિ, અન્નનું અપમાન કહેવાય. આથી જરૂરિયાત કરતાં વધારે ખાઈ લેવાતું હોય છે. આ રીતે ગેસ બનવાનાં કારણો ઊભાં થાય છે, જે થવા ન જોઈએ.

બીજી વાર ખાદ્ય વસ્તુ ન ખાવા મળે તેવા સમયે વધારે પડતી વાનગી ખાઈ લેતા લોકો, બીજા લોકોને ભૂખ્ખડ ના લાગે એટલે ધીરે ધીરે ખાવું ને પછી એકલતા મળતાં વધારે પ્ખાઈ લેવું, આખો દિવસ પાન સોપારી ને તમાકુ ચાવતાં રહેવાથી બહુ જ ગેસ મોં દ્વારા લાળમાં ભળી જઈને પેટમાં પહોંચી જતો હોય છે.

ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે ઘણાં ઘરોમાં વસા એટલે કે તેલ-ઘીનો ઉપયોગ વધારે થતો હોય છે. આંતરડામાં વસા પણ ગેસની માત્રા વધારવાનું કારણ છે. વધારે સેવનથી આમાશય તથા આંતરડા બન્નેની કાર્યકુશળતા પર અસર પડે છે. વધારે પડતો વસા આંતરડામાં જ પડ્યો રહે છે અને આંતરડામાં બહુ ધીમી ગતિથી પ્રવાહ કરે છે. મોટા આંતરડામાં જ્યારે મળ પદાર્થ પહોંચે છે ત્યારે તેના વસાની માત્રા હોવાથી સંકુચનની તીવ્રતા ઓછી થઈ જાય છે અને મળને રોકે છે.

ભોજન બનાવતી વખતે બહુ તેજ મસાલા, જેમ કે કાળાં મરી, લાલ મરચાં, જાવંત્રી અને જાયફળ, આદુ વગેરેના ઉપયોગથી આમાશયની અમ્લીય ગ્રંથિઓ ઉત્તેજિત થાય છેે. તદુપરાંત વધારે અમ્લ ઝરવાથી જલન થાય છે. ભોજનમાં કાર્બોહાઇડ્રેટ્સ તત્ત્વનું પચન-પાચન મોંથી જ શરૂ થઈ જાય છે.

જ્યારે આમાશયમાં પહોંચે છે ત્યારે લૂગદી જેવા રૂપમાં પહોંચે છે. ત્યારે વધારે અમ્લીય રસ ભળી જવાથી આ લૂગદી આસપાસના કાર્બન ડાયોક્સાઇડને પણ અંદર કરી લે છે. આ જ ભોજન આંતરડામાં પ્રવાહિત થવાથી કાર્બન ડાયોક્સાઇડની માત્રા આંતરડામાં પહોંચી જાય છે. જે અપાન વાયુના રૂપમાં ગુદા દ્વારથી નીકળ્યા કરે છે.

શેકેલી હિંગ પીસીને શાકમાં નાખી ખાવાથી ઉદર વાયુ મટે છે. થોડું મીઠું, 4 કાળાં મરી અને 4 લવિંગ પીસીને અડધી વાટકી પાણીમાં ઉકાળીને પીવાથી આરામ મળે છે.

આયુર્વેદમાં વાયુ ઓછો બને તેના માટે ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે, જેમાંથી શંખવટી, આમપાચનવટી, હિંગવાટક ચૂર્ણ, લસુનાદીવટી, ચિત્રાકાદિવટી જેવી દવાઓ યોગ્ય ચિકિત્સકની સલાહ લઈને લઈ શકાય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top