માત્ર આ વસ્તુનું મિશ્રણ 1 દિવસમાં આંતરડાને સાફ કરી ગેસ અને કબજિયાતના દરેક રોગ જડમૂળથી કરી દેશે ગાયબ, દવા લેવાની જરૂર નહીં પડે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ખાસ કરી ને શહેરી વિસ્તાર માં રહેતા લોકો માં પેટ ને લગતા રોગો નું પ્રમાણ વધારે હોય છે કારણકે ઘણા લોકો ને આખો દિવસ બેસી ને જ કામ કરવાનું હોય છે અને હલન ચલણ નું પ્રમાણ ઘણું નહિવત હોય છે. યોગ્ય સમય કસરત ન કરવાથી અથવા તો પૂરતો શારીરિક પરિશ્રમ ન કરવાથી પેટ અને ખાસ કરી ને પાછાં ને લગતી સમસ્યાઓ ઊભી થાય છે.

આંતરડાઓ બરાબર સાફ થતાં નથી. આ માટે આજે અમે તમને થોડાક ઘરેલુ નુસ્ખાઓ જણાવીશું. લીંબુમાં રહેલા તત્વ આપણા પેટને સાફ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમારું ખાધેલું સારી રીતે પચતું નથી, તો એના માટે તમે સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવો. તેના સેવનથી તમારું પેટ સાફ થઈ જશે. અને સાથે જ તમારું વજન પણ ઓછુ થઈ જશે.

અડધો ગ્રામ અજમાનું ચૂર્ણ અને એટલો જ ગોળ લઈ તેની ગોળી બનાવી દિવસમાં 3 વાર લો. આમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ તત્વ આંતરડા અને પેટમાં થતાં બેક્ટેરિયાને ખતમ કરી દે છે. દાડમની છાલને સૂકવી તેનું ચૂર્ણ બનાવો. તેને દિવસમાં 3વાર 1-1 ચમચી લો. થોડાં દિવસ આ ચૂર્ણ ખાવાથી પેટ અને આંતરડામાં થતાં કૃમિની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે.

ટામેટાંને કાપીને તેમાં સિંધાલૂણ મીઠું અને કાળા મરીનો પાઉડર મિક્ષ કરીને રોજ ખાવાથી પેટમાં રહેલા કૃમિ મરીને ઝાડા વાટે બહાર નીકળી જાય છે. લીમડાના પાનમાં એન્ટીબાયોટિક ગુણ હોય છે. તેને પીસીને તેના જ્યૂસમાં મધ મિક્ષ કરી પીવો. આનાથી કૃમિ મરી જશે અને આંતરડાના સાફ રહેશે. સવારે લેવાથી વધારે ફાયદો થાય છે.

લસણમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. પેટની સમસ્યા દૂર કરવાની સાથે આંતરડાને સંપૂર્ણ રીતે સાફ રાખવા માટે લસણનો આ પ્રયોગ જરૂર કરવો. ખોરાકમાં લસણની ચટણીનો ઉપયોગ કરો. તુલસી એક શ્રેષ્ઠ એન્ટીબેક્ટેરિયલ છે. રોજ સવારે તુલસીના 5 પાન ગળવાથી પેટમાં કૃમિની સમસ્યા થતી નથી. આંતરડા સાફ થઈ જાય છે અને સાથે ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓ પણ થતી નથી.

આંતરડામાં કૃમિ પડવાની સમસ્યા રહેતી હોય તો કાચી કેરીની ગોટલી ખાઓ. તેના માટે કાચી કેરીની ગોટલીનું ચૂર્ણ દહીં કે પાણી સાથે સવાર-સાંજ અડધી ચમચી લેવું. આંતરડા સાફ રહેશે. છાશમાં ઘણા ઔષધિય ગુણો રહેલા છે. ભોજનની સાથે-સાથે છાશ પીવી જોઈએ, તેનાથી તમારું પાચનતંત્ર સ્વસ્થ રહેશે. સવારના સમયે તમારું પેટ બિલકુલ સાફ થઈ જશે.

જે લોકોને પેટ સાફ ન થવાની સમસ્યા રહે છે તેમને વધુ પ્રમાણમાં સલાડ ખાવું જોઈએ. સલાડમાં તમે ગાજર, મૂળા, ટામેટા, બીટ, ખીરાં ખાઈ શકો છો. તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે આંતરડાઓની સારી રીતે સફાઈ કરે છે. જમતી વખતે ક્યારેય વચ્ચે પાણી ન પીવો.

આયુર્વેદ અનુસાર, ભોજનની સાથે-સાથે પાણીનું સેવન હાનિકારક છે. જમ્યા બાદ 30 મિનિટે પાણી પીવું જોઈએ. આનાથી પાચનતંત્ર સારું રહેશે અને જમવાનું સરળતાથી પચી જશે. આ ઉપરાંત આખો દિવસ થોડા-થોડા સમયે પાણી પીતા રહો.દરરોજ થોડોક ટાઈમ કાઢી ને કસરત કે યોગાસન કરવાની ટેવ પાડો. આ કરવાથી તમને ઘણા રોગો માંથી રાહત મળી જશે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top