પેરેલીસીસના હુમલા પહેલા શરીરને મળે છે આ સંકેત, તરત જ કરો આ 100% અસરકારક ઉપાય જેથી લકવાથી બચી શકાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

કોઈપણ અંગની માંસપેશીઓ જ્યારે સંપૂર્ણપણે કાર્ય ન કરી શકે ત્યારે તેને પેરેલિસિસ અથવા સામાન્ય ભાષામાં લકવો કહે છે. પરંતુ જો દર્દી હિંમત ન હારે તો આ રોગનો ઈલાજ શક્ય છે. પેરેલીસીસનો હુમલો ગમે ત્યારે આવી શકે છે. જ્યારે કોઈપણ અંગની સંવેદના નબળી હોય તો ક્યારેક જીંદગીભરનો વસવસો રહી જાય છે.

પક્ષઘાત એ મગજનો એક ગંભીર રોગ છે જેના મુખ્યત્વે બે પ્રકાર છે. 80 % સ્ટ્રોક ઇસ્કેમિક હોય છે જેમાં મગજમાં લોહી પહોંચાડતી નળીમાં લોહીનો ગઠ્ઠો થવાથી સતત વહેતા લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે અને તરત જ લકવાના લક્ષણો દેખાય છે. બાકીના 20% માં હેમરેજિક સ્ટ્રોક હોય છે જેમાં મગજમાં લોહીની નળી ફાટવાથી હેમરેજ થાય છે.

જો શરીર નું કોઈ પણ અંગ વધારે સમય સુધી દબાયેલું રહે તો પણ પેરેલીસીસ થઈ શકે છે. હકીકતમાં કોઈ અંગ વધારે સમય સુધી રહે ત્યારે એ હિસ્સા પર લોહીનો પ્રવાહ ઠીક રીતે વહી નથી શકતો, જેના કારણે આપણું મગજ એ હિસ્સા પર રક્ત સંચાલનને રોકી દે છે. રક્ત સંચાલન બંધ થયા બાદ એ હિસ્સા પર તંત્રિકા તંત્ર પણ શૂન્ય થઈ જાય છે અને આપણ ને લકવાગ્રસ્ત જગ્યા પર ભાર ભાર મહેસુસ થવા લાગે છે.

પક્ષઘાતના મુખ્ય લક્ષણોમાં ચહેરો ત્રાંસો થવો, એક બાજુનાં હાથના હલનચલનમાં તકલીફ થવી, એક બાજુના પગમાં નબળાઈ અને ચાલવામાં તકલીફ, બોલવામાં તકલીફ જેમકે જીભ જાડી થવી, અસ્પષ્ટ ઉચ્ચારો, ચાલવામાં બેલેન્સ ના રહેવું, ખોરાક ગળવામાં તકલીફ પડવી વગેરે છે. આમાંથી કોઈ પણ લક્ષણ અચાનક થાય તો તરત જ 108 બોલાવીને નજીકની હોસ્પિટલમાં દર્દીને લઈ પહોંચવું જરૂરી છે.

તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ વાયુ પ્રદૂષણથી પણ પક્ષઘાતનું જોખમ રહેલું છે. વાયુ પ્રદુષણને કાબૂમાં રાખવું એ જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ બને છે. જો વધારે પડતો એસીડીક તત્વો નું સેવન કરીએ તો એસીડ ની માત્રા વધી જાય છે. જે ધમનીઓ ના પ્રવાહ માં લોહી વહેતુ અટકાવે છે અને જેના કારણે પણ પેરેલીસીસ થઈ શકે છે.

કોઈ પણ દર્દી ને પેરેલીસીસ થાય ત્યારે એક ચમચી મધ માં 2 લસણ ભેળવીને તરત આપી દો. આનાથી પેરેલીસીસ થી છુટકારો મળી શકે છે.કાળીજીરીના તેલ ની પેરેલાઈઝ્ડ જગ્યા પર માલીશ કરો. જો શરીર અથવા શરીરના કોઈ પણ ભાગને જમણી બાજુથી લકવાગ્રસ્ત છે, તો તે માટે તે વ્રિહત વાતચિંતામણિ રસ લઈ લો. તે નાની ગોળીઓના સ્વરુપમાં (બાજરીના દાણા કરતાં થોડી મોટી) મળશે. શુદ્ધ મધ સાથે એક ગોળી સવારે અને એક સાંજે ઓર્ગેનીક મધ સાથે લઈ લો.

જો કોઈ ને ડાબી બાજુ લકવા હોય, તો તેને વીર-યોગન્દ્ર રસ ની સવારે મધ સાથે એક ગોળી લઈ લો. આ અને ઉપર જણાવેલ બંને ગોળી  ફાર્મસી માં મળશે. પીડિતને પુષ્કળ માત્રામાં મિસી રોટી (ચણાના લોટની) અને શુદ્ધ ઘી(માખણ ન વાપરવું) નો ઉપયોગ કરવાનો છે. મધનો ઉપયોગ પણ સારામાં સારો રહેશે.

લાલ મરચાં, ગોળ-ખાંડ, કોઈપણ અથાણું, દહીં, છાશ, એસીડીક ખોરાક, અળદ દાળ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ફળ માત્ર પપૈયું અને ચીકુ જ લેવુ, અન્ય તમામ ફળ ન ખાવા જોઈએ. પ્રારંભિક દિવસોમાં કોઈપણ માલીશ ટાળો. જ્યાં સુધી પીડિત ઓછામાં ઓછા 60% તંદુરસ્ત ન થાય ત્યાં સુધી કોઈ માલીશ ન કરો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here