માત્ર 10 મિનિટમાં જ બજાર જેવો પાવભાજી નો મસાલો ઘરે બનાવવાની પરફેક્ટ રીત, આખું વર્ષ રહેશે તાજો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જો તમને બજારમાં સારી ગુણવત્તાનો પાવભાજી મસાલો નથી મળતો તો તમે થોડો સમય નીકાળીને મસાલો સરળતાથી ઘરે બનાવી ને તમારા ખાવાનો સ્વાદ બમણો કરી શકો છો ઘરે બનાવવામાં આવતા દરેક મસાલા હંમેશા તાજા અને સારી ગુણવત્તાવાળા હોય છે.

પાવભાજી બાળકોથી લઇને મોટા લોકોને ખૂબ જ ભાવતી હોય છે અને તમે તેમાં તમારા મનગમતા શાકભાજી ઉમેરીને ઘરના લોકોને ખવડાવી શકો છો.

પાવભાજી મસાલો માટે જરૂરી સામગ્રી

ધાણા 5ચમચી, મેથી 1/4  ચમચી, કાળું મીઠું 1 ચમચી, ઝીરું 2 ચમચી, કસુરી મેથી 1ચમચી, જાવિત્રી 1 ઈંચનો ટુકડો ,નાની ઇલાયચી 1-2,કાળા મરી 1/2 ચમચી, લાલ મરચું 1 ચમચી, હળદર 1ચમચી,લવિંગ 10-12,આમચૂર 2 ચમચી ,તજ 1 ઈંચનો ટુકડો

પાવભાજી મસાલો બનાવવાની રીત

આ મસાલાને પણ બીજા મસાલાની જેમ બનાવવા માટે સૌથી પહેલા ધાણા, જીરું ,મેથી ,કાળા મરી અને લવિંગને ધીમા તાપેત્રણથી ચાર મિનિટ સુધી શેકી લો પછી તેને ઠંડુ પડવા માટે બાજુમાં મૂકી દો.

આ પછી આ શેકેલી વસ્તુઓ અને બાકીની વસ્તુઓ ને મિક્સર જારમાં એકસાથે ઉમેરીને સારી રીતે મિક્સ કરીને ઝીણો પાવડર બનાવી લો.

તો તૈયાર છે તમારો સ્પેશિયલ બજાર જેવો પાવભાજી મસાલો. હવે તેને એક એરટાઈટ કન્ટેનરમાં બંધ રાખો તમે આ મસાલાને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમે ઘરે પાવભાજી બનાવો ત્યારે તેમાં જરૂર મુજબ ઉપયોગમાં લઈ શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top