શું તમે પણ શરીરના દુખાવા અને નાના-મોટા રોગમાં લઈ રહ્યા છો પાઇનકીલર દવા અને ટેબલેટ? થઈ શકે છે આ ગંભીર રોગો, એકવર જરૂર વાંચી લ્યો આ લેખ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘણા લોકો શરીરમાં દુખાવો દૂર કરેવા માટે ડૉક્ટરને પૂછ્યા વગર પેનકિલર લે છે. તે સમયે તો  શરીર અથવા માથાનો દુખાવાથી આરામ મળે છે પરંતુ પછી આ પેનકિલર રોગોનો કારણ બને છે. કેટલાક લોકો તો થોડું પણ દુખાવો થતાં પેનકિલર લેવાનું શરૂ કરે છે, જે બાદમાં તેમની આદત બની જાય છે.ખોટી રીતે પેનકિલરનું સેવન કરવાથી તમને ઘણા સાઈડ ઈફેક્ટસ પણ થઈ શકે છે. તો ચાલો જાણી કેવી રીતે પેનલિકરનો સેવન તમને નુકશાન પહોંચાડી શકે છે.

થાકને કારણે, કેટલાક લોકો માથાનો દુખાવો અથવા શરીરના દુખાવોની ફરિયાદ કરે છે. આ કિસ્સામાં, ચેક અપ કરવાને બદલે, પોતે જ ડૉકટર બનીને પેનકેકિલર લઈ લે છે.પરંતુ આ તમારા માટે ખતરનાક બની શકે છે. માત્ર પેનકિલર જ નહી પણ વિટામિનની ગોળીઓ પણ ડૉકટરથી પૂછીને લેવી જોઈએ.

ખોટી રીત અને સમય પર પેનકીલર લેવાથી તમને ઘણી આડઅસરો પણ થઈ શકે છે તેથી, તો આપણે તેને દબાવવા માટે ઘણીવાર પેઇનકિલર ખાઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે કેટલા ગેરફાયદા છે? તેથી ડૉકટરને પૂછીને જ આ રીતની દવાઓનું સેવન કરવું.

ઘણીવાર એક પેનકિલરથી દુખાવો ન જતો હોય તો લોકો થોડા સમય પછી બીજી પેનકીલર લઈ લે છે, જે શરીરને અંદર હાર્મ કરે છે. એક સંશોધન મુજબ એક કરતાં વધુ પેનકિલરના સાઈડ ઈફેક્ટના ખતરા વધારે હોય  છે. કોઈ પણ પેનલિકરની અસર થવામાં ઓછામાં ઓછા 30 મિનિટ લાગે છે. તેથી ધૈર્યહીન થઈને પેનકિલરની ઓવરડોજ લેવાથી તમને બ્લીડિંગ, કિડની ફેલિયર, હાર્ટ અટેક, બ્લ્ડ ક્લોટિંગ જેવા રોગોનો જોખમ તમે હોઈ શકે છે.

અમુક લોકો તેમના દુખાવાથી આરામ મેળવા માટે આ પ્રકારની ઘણી દવાઓથી ટેવાઇ ગયા હોય છે અને તેને નિયમિત રૂપે લે છે. પરંતુ શું તમે જાણો છો લાંબા સમય સુધી કોઈ પણ પેનકિલરને લેવાથી કિડનીની ફેલ, યકૃતને થતા નુકસાન અથવા માનસિક બીમારી થઇ શકે છે. તેથી કોઈપણ પેનકિલર ડૉક્ટરને પૂછ્યા વિના લેવી નહીં.

ઘણી વાર લોકો પીડા સહન ન કરવાના કારણે ભૂખ્યા પેટે પેનકિલર લે છે, પણ તેનાથી તેઓને ગેસ અથવા એસિડિટીની સમસ્યાઓ થઈ શકે છે. ઉપરાંત તમારા સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ શકે છે તેથી, પેનકિલર ખાવા પહેલા કઈક જરૂર ખાવું જોઈએ.

અમુક લોકોને ગોળી પીવામાં પરેશાની થાય છે તો તે કારણે ઘણા લોકો તેને તોડીને  ખાય છે. ખાસ કરીને જો તમે બાળકોને દવાઓ તોડીને કે ક્રશ કરીને જ આપો છો. પરંતુ આમ કરવાથી દવા ઝડપથી શરીરમાં ઓગળી જાય છે, જે ઘણી વખત તમારા શરીરને હેન્ડલ કરી શકતી નથી. દવા તોડીને કે ક્રશ કરીને લેવાથી, એ ઓવરડોઝ જેવા કામ કરે છે એના પરિણામ રૂપે, ગોળીને તોડવાને બદલે, તેને આખી લો નહી તો ગોળીનો અડધો ભાગ જ લેવું.

દર મહિને આ રીતે પેઇન કિલર લેવાથી અલ્સર, પાચન સંબંધી તેમજ એસિડીટિ જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. પેટના અલ્સરની સમસ્યા એવી છે કે વર્ષો સુધી આ બીમારીનો પેશન્ટને ખ્યાલ નથી આવતો જ્યાં સુધી આંતરડામાંથી બ્લિડીંગ થવાનું ન શરૂ થાય, આ સ્થિતિ બહુ જ ખરાબ હોય છે. ત્યારે નિષ્ણાત ડોક્ટરનું કહેવું છે કે પીરિયડસમાં મહિલાઓએ દર્દ નિવારક ટેબલેટનો સહારો ન લેતા તેમને પ્રાકૃતિક રીતે જ ઈલાજ કરવાનો પ્રયાસ કરવા જોઈએ.

પેરાસીટામોલ દવા સામાન્ય રીતે તાવ માટે વપરાય છે. પરંતુ જો તેનો ખૂબ વપરાશ કરવામાં આવે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના તો તેમાં  એસિડિટી અને પેટના અલ્સર થવાનું જોખમ રહેલું છે. ગંભીર કિસ્સાઓમાં, લોહીની ઉલટી પણ થઈ શકે છે.જો તમને તાવ આવે છે, તો ડૉક્ટરને મળો. ડૉક્ટર તમને તપાસ કરીને કહેશે.અને તે પછી જ તમને કોઈ દવા આપશે. આ સિવાય જો તાવ 100 ડિગ્રીથી વધુ ફેરનહિટ હોય તો પેરાસીટામોલ અને 6 થી 8 કલાકના અંતરે પણ ખાઓ. પેરાસીટામોલથી થતી એસિડિટીને ઘટાડવા માટે, ડોકટરો વારંવાર એન્ટાસિડ્સ પણ લખી આપે છે.

કમ્બીફ્લેમ એ ઇબુપ્રોફેન અને પેરાસીટામોલના સંયોજન દ્વારા બનાવવામાં આવેલ સૌથી સામાન્ય પેઇન કિલર છે અને તે મોટાભાગના લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ આ દવાને વધારે પ્રમાણમાં લેવાથી ફેફસાની સમસ્યા થઈ શકે છે અને દમ પણ થઈ શકે છે. આ સિવાય હાઈ બીપી પણ હોઈ શકે છે, પ્રોસ્ટેટ અને થાઇરોઇડની સમસ્યાથી સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. જો વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો મોટાભાગના પેઇનકિલર્સ કબજિયાતનું કારણ બની શકે છે. પેઇનકિલર્સનો અતિશય ઉપયોગ મોટેભાગે સુકા મોંનું કારણ પણ બની શકે છે.

પેઈન કિલર ખાવાથી આ આડઅસરો પણ થઈ શકે છેકબજિયાત અથવા ડાયરિયા.ગેસની સમસ્યા -આંતરડાની સમસ્યાઓ. પેટમાં અલ્સર અથવા રક્તસ્રાવ.અનિદ્રા,ધ્યાન ગુમાવવું,વગેરે જેવી માનસિક બીમારીઓ. શ્વાસ લેવામાં તકલીફ.ત્વચા પર ફોલ્લીઓ અને ખંજવાળ અથવા બળતરા થાય છે. પેઈન કિલરના લાંબા ગાળાના ઉપયોગથી લીવર અને કિડનીને પણ નુકસાન થાય છે.

આલ્કોહોલ અને પેઈન કિલરનું જોડાણ તમને સ્ટ્રોક અથવા હાર્ટ એટેક તરફ દોરી શકે છે.પેઈન કિલર દવાઓ અને આલ્કોહોલનું સાથે સેવન કરવાથી એસિડિટીમાં વધારો થાય છે,આ બંનેની અસરો કેટલી નકારાત્મક હોઈ શકે છે.પેઈન કિલર ખાધા પછી શરીરમાં પાણીનો અભાવ ન થવા દો.ભલે તમે વધુ પાણી સાથે દવા લો,

પરંતુ દવા લીધા પછી શરીરમાં પાણીનો અભાવ ન થાય,તેની સંપૂર્ણ કાળજી લો.જ્યારે તમે દવા લો છો,ત્યારે તેની સીધી અસર સમગ્ર કિડની સિસ્ટમ પર પડે છે.આવી સ્થિતિમાં,વધુ માત્રામાં પાણીનું સેવન ઝડપથી દવાઓના ઝેરને ઘટાડે છે અને આડઅસરોની સંભાવનાને ઘટાડે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top