માત્ર 2 રાતમાં ફાટેલી પાની અને વાઢિયા માંથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણે હંમેશા સારા દેખાવા માટે માત્ર ચહેરાને જ પ્રાધાન્ય આપીએ છીએ. પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે, સંપૂર્ણ સુંદરતા માટે આપણા પગ ની વિશેષ કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે. ઘણા લોકોને પગમાં વાઢીયા ની સમસ્યા થાય છે. જો સમય રહેતા તેની કાળજી ન લેવામાં આવે તો તે ધીરે ધીરે વધે છે.

એક સમય એવો પણ આવે છે કે વ્યક્તિને ચાલવામાં પણ સમસ્યા થવા લાગે છે. જેની પીડા ક્યારેક અસહ્ય પણ બની જતી હોય છે. એક ચમચી નાળિયેર તેલ લો અને રાત્રે સુતા પહેલા ફાટેલી પગની ઘૂંટી પર લગાવો. તમે તેને થોડું ગરમ પણ કરી શકો છો. તેના મસાજથી થાક પણ ઓછો થશે. તે પછી મોજા પહેરીને સૂઈ જાઓ. સવારે ઉઠો અને તમારા પગ પાણીથી ધોઈ લો. લગભગ 10 દિવસ સુધી આ ઉપાય સતત કરવાથી વાઢિયા ની સમસ્યા દૂર થાય છે.

કોકમ ના ઘી માં હળદર, એરંડિયું, તીખું સરસિયાનું તેલ ઘૂંટીને પેસ્ટ બનાવવી. રોજ ગરમ પાણીથી પગ સાફ કરીને તે પેસ્ટ લગાવવી અને ઉપર મોજા પહેરી લેવા ખૂબ જ રાહત થશે.પાકા કેળા હોય તેને બરાબર મસળીને વાઢિયા વાળા ભાગ પર 15 મિનિટ મસાજ કરી પગ ધોઈ લેવા. કેળામાં રહેલ કેલ્શિયમથી વાઢીયા સાજા થવામાં મદદ મળે છે.

1 ચમચી ઘી અને મીણ લઇ તેને ગરમ કરો. પછી તેનું એક-એક ટીપું રૂ ના પૂમડાં દ્વારા એડીઓની તિરાડમાં નાખો. શરૂઆતમાં થોડીક બળતરા થશે, પણ વાઢિયા અને ચીરા પડવાની સમસ્યામાં આ એક અક્સિર ઉપાય છે. જો એડીઓ વધારે ફાટતી હોય તો, એક ચમચી ઘી અને મીણ લો. તેને ગરમ કરો.પછી, રૂ ના પૂમડાં દ્વારા એક-એક ટીપું એડીઓની તિરાડમાં નાખો. શરૂઆતમાં થોડીક બળતરા થશે.

લીંબુનું જ્યુસ, ગુલાબજળ તથા દીવેલને નાનકડી એક-એક ચમચીના પ્રમાણમાં લઈને બરાબર ભેગું કરીને મિશ્રિત કરી લો અને આ મિશ્રણથી પગની એડી પર રોજ સૂતી વખતે મસાજ કરો અને પછી મોજા પહેરીને સૂઈ જાઓ. આ ઉપચારથી ઘણી રાહત થશે. 10 ગ્રામ ગોળ, ગૂગલિંગ, રેઝિન, પથ્થર મીઠું, મધ, સરસવ, મૂળો અને ઘી લો. ઘી અને મધ સિવાયના તમામ ને પીસીને બારીક પાવડર બનાવો, પછી ઘી અને મધ મિક્સ કરીને મલમ બનાવો.

દરરોજ રાત્રે આ મલમ લગાવવાથી તે થોડા જ દિવસમાં વઢીયા મટી જાય છે. મધ ઘાને મટાડવામાં અને સાફ કરવામાં મદદ કરી શકે છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં પણ મદદ કરી શકે છે. પગને પાણીમાં પલાળીને પછી મધ ને પગના સ્ક્રબ તરીકે વાપરી શકો છો અથવા તેને પગના માસ્ક તરીકે લગાવી શકો છો.

બેકિંગ સોડા થી તમારા પગને ધોઈ અને સ્ક્રબ કરી શકો છો અને તેનાથી એડી ફાટવાથી થતા તમામ દુખાવા અને સોજાનો તાત્કાલિક છુટકારો મળશે. અને પગની આંગળીઓમાં ફંગસ પણ થશે નહી. આ સિવાય આ નારિયેળ તેલ પણ એડી ફાટવાની સમસ્યા દૂર કરે છે. પગને એ સાફ કરી અને નારિયેળ તેલ લગાવીને સૂઈ જાઓ. જેથી આ ત્વચા મુલાયમ કરે છે અને તે સિવાય ઓલિવ ઓઇલ પણ લગાવી શકો છો.

ઓટમીલ પાવડરમાં જોજોબા ઓઇલ મિક્સ કરી તેની એક પેસ્ટ બનાવી લો અને એડી પર તેને લગાવો અને એ સુકાઈ ગયા બાદ નવશેકા પાણીથી પગ ધોઈ લો. દીવેલની અંદર કડવા લીમડાની લીંબોળી લઈને તેમાં ઉમેરી બરાબર હલાવી એકરસ કરો. ત્યારબાદ આ મિશ્રણને પગના વાઢીયા પર લેપ કરવાથી ફટાફટ રાહત મળે છે.

જે સ્ત્રીઓને ઘરે કામ કરવાનું હોય છે તેમના પગમાં ખાસ કરીને વાઢિયા પડી જાય છે અને તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે. તેની પાછળનું ખાસ કારણ એ છે કે કપડાં કે વાસણ કરતી વખતે તેમાં સાબુ ભરાઈ જાય છે. ત્યાર બાદ ઘરની અંદર કચરા-પોતા કરતી વખતે તેમાં ધૂળ-માટી ભરાઈ જાય છે. તો તેના માટે વિશેષ સાર-સંભાળ રાખવી જરૂરી છે.

જ્યારે સ્ત્રીઓ કપડાં ધોતી હોય તે વખતે પગ પર પણ થોડો સાબુ લગાવી દો અને તેને થોડી વાર બાદ બ્રશથી રગડીને ધોઈ લો. આ સિવાય ઘઉંનો લોટ અને દૂધમાંથી બનાવેલી પેસ્ટને પણ લગાવી શકો છો. આનાથી પગ મુલાયમ રહેશે અને વાઢીયા ની સમસ્યા નહીં થાય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top