હળદર પગના સોજા અને તેનાથી થનારા દુખાવાથી છુટકારો અપાવવામાં અસરદાર સાબિત થાય છે. આ માટે બે ચમચી હળદરમાં એક ચમચી નારિયળનુ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને સોજાવાળા સ્થાન પર આ પેસ્ટ થી મસાજ કરવું જોઈએ, જ્યારે એ સૂકાઇ જાય ત્યારે તેને ગરમ પાણીથી ધોઇ લો. દરરોજ બેથી ત્રણવાર આ ઉપચાર કરવાથી પગના દુખાવો અને સોજામાં રાહત મળે છે.
પગમાં સોજા ઓછા કરવા માટે કાકડી અને લીંબુ પાણી રામબાણ ઔષધી નું કામ કરે છે. કેમ કે આ બન્નેમાં સોજા દુર કરવાના તત્વ રહેલા હોય છે. તેના માટે કાકડી અને લીંબુ પાણીનો ઉપયોગ કરો. એક જગમાં એક કાકડી કાપીને તેના ટુકડા કરીને નાખી દેવા અને આવી રીતે લીંબુને કાપીને નાખી દેવું, જયારે પણ પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે સાદા પાણી ને બદલે આ પાણીનું સેવન કરવાથી પગના સોજા ઓછા થઇ જાય છે.
મુળા અને તલ ખાવાથી ચામડી નીચે એકત્ર થયેલું પાણી શોષાઈને પગનો સોજો મટે છે. મુળાના પાનનો પચ્ચીસ થી ત્રીસ ગ્રામ રસ પીવાથી સોજો જલદીથી ઉતરે છે અને આરામ મળે છે. તુલસીનાં પાન વાટી પગે ચોપડવાથી સોજો ઉતરે છે. લીમડાનાં પાન બાફી સોજાવાળા ભાગ પર લગાડવાથી તરત જ ફાયદો મળે છે.
પગમાં સોજો આવતા તમે દિવસમાં બે વાર તેની પર પાણીમાં સિંધાલુણ નાખીને તેનો શેક કરો. આ શેક ઓછામાં ઓછા રોજ 20 મિનિટ માટે કરો. પછી પગને હવા ન લાગે માટે ટોવેલમાં લપેટી દો. સોજાવાળા સ્થાન પર નાળિયેર તેલથી માલિશ કરવાથી પણ આરામ મળે છે.
ઓલીવ ઓઈલ પણ પગના સોજા માટે એક ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. તેના ઉપયોગ કરવા માટે સૌથી પહેલા થોડા ઓલીવ ઓઈલ માં બે-ત્રણ કળી લસણની કાપીને શેકી લો અને પછી તેમાંથી લસણ જુદું કરી લો. આ રીતે તૈયાર કરેલા તેલને પગ ઉપર લગાવીને દિવસમાં બે ત્રણ વખત માલીશ કરો. તેનાથી તમારા પગના સોજા ઠીક થઇ જાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે.
ઓલીવ ઓઈલ પગમાં સ્કીન નું સુકાપણા ની તકલીફને પણ દુર કરવામાં મદદ કરે છે. સોજાવાળા સ્થાન પર બરફ ઘસો. પણ ધ્યાન એ રાખો કે, બરફ ડાયરેક્ટ સોજા પર ન ઘસો. તે માટે એક કપડામાં બરફના ટુકડા લઈ અને દુખાવાવાળા સ્થાન પર લગાવો. આવુ ઓછામાં ઓછુ 5 થી 10 મિનિટ સુધી કરવાથી સોજો ઉતરી જાય છે.
પગમાં આવેલ સોજાને લીધે શરીર માં સોડીયમ નું પ્રમાણ વધી પણ શકે છે. સોજા ઓછા કરવા માટે આદુની ચા બનાવીને પીવો. કે પછી આદુને કાચું ખાવ. અથવા તો આદુનું તેલ બનાવીને તેની પગ ઉપર માલીશ કરો. તેનાથી પણ શરીરમાં સોડીયમ પાતળું થઇ જાય છે જેના લીધે પગમાં આવેલ સોજા ઓછા થઇ જાય છે.
જે પગ પર સોજો હોય તેને સૂતા કે પછી બેઠા બેઠા તકિયાની ઉપર રાખવા. પગ ઉપર ઉઠાવવાથી સોજાવાળા સ્થાન પર લોહી જમા નહી થાય. તેમના પર ભાર પણ નહી પડે. જે કારણે સોજો ઓછો થવા લાગે છે. પગના સોજા દૂર કરવા માટે લવીંગના તેલથી માલિશ કરવાથી સોજો ઉતરી પગને આરામ મળે છે.
અજમો પણ પગના સોજાને દૂર કરવામાં સારો ઉપાય માનવામાં છે. આ શરીરમાં હાજર જમા થયેલા વધારાના તરલ પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે. આનાથી પગના સોજા દૂર થાય છે. આના ઉપયોગ માટે અજમાની ચા બનાવીને પીવી એ સરુ માનવામાં આવે છે. બેકિંગ સોડાને ચોખાના પાણી સાથે મેળવીને પગના સોજા પર મસાજ કરવાથી માંસપેશીઓના ખેંચાણ દૂર થાય છે. અને સોજાને ઓછો કરવામાં મદદ મળે છે.
પગના સોજામાંથી છુટકારો મેળવવા નવસેકા પાણીમા થોડી ફટકડી નાખીને પગ ડૂબાડી દો. આનાથી બ્લડ સકર્યુલેશન સારું રહેશે. દુખાવો અને સોજાને ઓછા કરવા માટે સિંધવ મીઠું પણ ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઘણા એવા ખનીજ તત્વ રહેલા હોય છે જે સોજા ઓછા કરવામાં મદદ કરે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.