રોહનપ્રિત સાથેના પોતાના સંબંધ ને લઈને નેહાએ તોડી ચુપ્પી, ફોટો શેર કરીને લખી દિલની વાત

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નેહા કક્કર પોતાની મહેનતને કારણે ઇન્ડસ્ટ્રીમાં નંબર વન સિંગર બની છે. આ તેમની સખત મહેનતનું પરિણામ છે. જ્યારે નેહા કક્કરે પૂર્વ બોયફ્રેન્ડ હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ કર્યું હતું, ત્યારે મીડિયામાં ઘણી ચર્ચાઓ થઈ હતી. હવે ફરી એક વખત નેહા કક્કર રોહનપ્રીત સિંહ સાથેની તેની લવ લાઈફ માટે ચર્ચામાં આવી છે. અહેવાલ છે કે નેહા ફરી એકવાર પોતાની લવ લાઈફમાં સ્થાયી થવાનો વિચાર કરી રહી છે અને ઓક્ટોબરના અંતમાં લગ્ન કરી શકે છે.

તાજેતરમાં નેહા અને રોહનપ્રીતના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ દરમિયાન નેહા કક્કરે પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ખરેખર નેહાએ રોહનપ્રીત સાથે પોતાનો એક સુંદર ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ફોટો શેર કરતી વખતે નેહાએ એક ક્યૂટ કેપ્શન પણ આપ્યું છે, જે ઘણા ચાહકોને આકર્ષિત કરી રહ્યું છે. બંનેના ડેટિંગના સમાચાર છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા હતા, પરંતુ રોહનપ્રીત સાથે તેનો ફોટો શેર કરીને નેહાએ ડેટિંગની અફવાઓને પુષ્ટિ આપી છે.

 

View this post on Instagram

 

You’re Mine @rohanpreetsingh ♥️? #NehuPreet ??

A post shared by Neha Kakkar (@nehakakkar) on


તેના અને રોહનપ્રીતનો ફોટો શેર કરતી વખતે નેહાએ કેપ્શન લખ્યું છે, “તમે મારા છો”. નેહા કક્કરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ છે. તમને જણાવી દઇએ કે, નેહાએ શેર કરેલા ફોટામાં નેહા પલંગ પર બેઠેલી જોવા મળી છે અને રોહનપ્રીત નીચે બેઠા છે. નેહાના બંને હાથ રોહનપ્રીતના ખભા પર છે. કેપ્શનની સાથે નેહાએ એક હેશટેગ પણ ઉમેર્યો છે, જેમાં આ બંનેના નામ જોડ્યા છે. નેહાએ હેશટેગ ‘નેહુપ્રિત’ સાથે એક ફોટો શેર કર્યો છે. નેહાના આ ફોટાને તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે, સાથે જ ફોટો પર વિવિધ રિએક્શન પણ આપી રહ્યા છે.

તાજેતરમાં જ નેહા અને રોહનપ્રીતનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે આ બંનેનો ફોટો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ તસવીર ફેન પેજ પર શેર કરવામાં આવી હતી. આ ફોટામાં નેહા રોહનપ્રીત અને તેના માતાપિતા સાથે જોવા મળી હતી. નેહાના હાથમાં પણ કેટલીક ભેટો હતી, જેના કારણે એવી અટકળો શરૂ થઈ હતી કે આ નેહાની સગાઇ નો ફોટો છે.

રોહનપ્રીતની વાત કરીએ તો તે પંજાબનો જાણીતો ગાયક છે. રોહનપ્રીત વર્ષ 2019 માં સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ રાઇઝિંગ સ્ટાર’માં એક સ્પર્ધક તરીકે જોવા મળ્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં રોહનપ્રીત શાહનાઝ કૌર ગિલ સાથે લગ્નના રિયાલિટી શો ‘મુઝસે શાદી કરોગે’માં જોવા મળ્યો હતો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here