દિવસમાં બે પ્રવાહી સ્વરૂપમાં દૂધ પ્રથમ આવે છે તે પછી આવે છે. ફળોના રસ. શરૂઆતમાં બાળકને ભલે માત્ર દૂધ અપાય, પરંતુ ત્રીજા માસથી બાળકને દૂધના બે સમય વચ્ચે એકવાર મોસંબી, સંતરા, દ્રાક્ષ કે ટામેટાનો રસ કાઢી આપવો શરૂ કરી દેવો જોઈએ. ફળોનો રસ આપવા સાથે બાળકને વચ્ચે વચ્ચે દિવસમાં સિઝન મુજબ પાણી પણ પાવું દિવસમાં ૨- ૩ વાર દુધ, એક બે વાર રસ અને ૨- ૩ વાર પાણી જરૂરત મુજબ વારાફરતી પાવાં.
ચોથા માસથી બાળકને વિટામીન ‘ડી’, કોડલિવર ઓઇલ, કુમળા સૂર્ય-તાપનું સેવન કે ચુના તત્ત્વની ટીકડી આપી શકાય છે.છઠ્ઠા માસથી બાળકને દૂધ અને ફળોના રસ ઉપરાંત રાબ, ઘેંશ જેવો અર્ધ ઘન, અર્ધ દ્રવ જેવો ખોરાક આપી શકાય છે. દૂધથી તંદુરસ્ત અને સંતુષ્ટ રહેતું હોય તો પણ જ્યારે તે ત્રણ માસનું થાય કે તેને ફળોના રસ આપવા શરૂ કરવા સામાન્ય રીતે મીઠાં કે જરાક ખટ-મીઠા ફળો તે માટે લેવા જોઈએ.
બાળકોને સંતરા, મોસંબી, દ્રાક્ષ, કેરી, પાકા ટામેટા, લીબુ, અનાનાસ, સફરજન જેવા ફળોના રસમાં ગ્લુકોઝ અથવા મધ ઉમેરી આપી શકાય. રસ પાવાની શરૂઆત કરતાં પહેલા ઉકાળી ઠંડા કરેલા પાણીમાં મધ તથા ફળનો રસ ઉમેરી આ મિશ્રણ થોડું થોડું પાવું ધીરે ધીરે તેમાં પાણીનું પ્રમાણ ઘટાડી સીધા રસ પર આવી જવું.
બાળકને સાદું પાણી પીવા આપવા કરતા ઉકાળેલું પાણી ખાસ પાવું. ઉનાળામાં ખાસ બપોરના સમયે ઉકાળીને ઠારેલું (ફ્રીઝમાં ઠારેલું નહીં) પાણી પાવું. બાળક કદાચ સાદું પાણી ન પીવે તો તેમાં મધ કે થોડો ગ્લુકોઝ પાઉડર નાખી પાણી પાઈ શકાય. જ્યારે પણ બાળકને પેશાબ પીળો થાય ત્યારે તેને ખાસ વધુ પાણી પણ આપી શકાય છે.
બાળકને દૂધ અને રસ સાથે ન આપવા બે વખતના ધાવણ કે દૂધની વચ્ચેના સમયે તેને ફળનો રસ આપવો. બાળકને સુવડાવવાનું હોય ત્યારે એકવાર રસ આપવો અને બીજીવાર તે બપોરે સૂઈ ઉઠે ત્યારે રસ આપવો જોઇએ. પોતાના બાળકને સમયસર અને તેની વય મુજબ યોગ્ય માપસર જ ખોરાક આપવાની ટેવ પાડવી જોઈએ. કારણ કે તેનાથી બાળકની તંદુરસ્તી જળવાય છે અને બાળક શરૂઆતથી જ ખોરાકનું નિયમિત સેવન કરતા શીખે છે.
બાળક ચાર માસનું થાય એટલે તેને દૂધ તથા ફળોના રસ ઉપરાંત શાકભાજીના સૂપ બનાવી આપવા શરૂ કરવા. સાધારણ રીતે બાળકને સૂપ ભાવતો નથી પણ તેના શરીરના સુયોગ્ય વિકાસ અને વૃદ્ધિ માટે તે જરૂરી છે એટલે તે અંગે બેદરકારી કે ઉપેક્ષા ન રાખવી.
બાળક એક વર્ષની વયનું થાય ત્યારે તેના બે ભોજન વચ્ચે છ કલાકનું અંતર રાખવું. ભોજન વખતે બાળક બરાબર ખોરાક ન લે તો એને ખુલ્લી હવામાં ફેરવવું અને ખોરાક ખાઈ ન શકે તો યોગ્ય દવા કરાવવી. તેને હુતુતુ, ખો, સાતતાળી જેવી દોડવાની રમતો રમાડવી.
સૂપ માટે પાલખ, ગાજર, પાકા ટામેટાં, બીટ વગેરે પાણીમાં બાફી તેમાં જરાક મીઠુ નાખી બનાવવો. શરૂઆતમાં આ સૂપ પાતળો જ બનાવવો બાળક મોટું થયે તેને ઘટ્ટ સૂપ આપી શકાય છે. સૂપમાં ઘી કે માખણ અથવા બીજો કશો જ મસાલો ન નાખવો. સૂપ ગરણીથી ગાળી પછી જ પાવો.
આજકાલ બાળકો માટે ‘ફેરેક્સ’ અને ‘સેરેલેક’ નામના બાળ-આહારના પાઉડરના ડબ્બા મળે છે જે બાળકો માટે આદર્શ ખોરાક ગણાય છે. આવો પૂરક ખોરાક બાળકને દેવો હોય તો દૂધ સાથે જ તેની વય મુજબ યોગ્ય પ્રમાણમાં આપી શકાય. અથવા બાળકને એકવાર દૂધ દેવું અને બીજી વાર તૈયાર મિશ્રણ આપી શકાય.
બાળક ચાર- પાંચ માસનું થાય તે પછી તેને દૂધ, સૂપ, ફળોના રસ ઉપરાંત કેટલાક ફળોના છૂંદા કરી ખાવા આપવા. આ ફળોમાં કેળાનો છૂંદો, પપૈયાનો છૂંદો, ચીકુનો છૂંદો કે બાફેલા સફરજનનો છૂંદો અથવા તો પાકા અન્ય ફળનો છૂંદો પણ યોગ્ય માત્રામાં આપી શકાય છે.
ઘણીવાર બાળક રડતા તેની સાથે તેની માતા ‘તે ભૂખ્યું થયું હશે’ તેમ માનીને તેને દૂધ કે ખાવાનું આપી દઈ તેને છાનું રાખે છે પણ બાળક રડે તેટલીવાર તેને ખાવા દેવાની આદત યોગ્ય નથી. વળી બાળક એ રીતે વારંવાર ખાય તો તેને હોજરી અને પેટ બગડી જતા અનેક રોગો થાય છે.
બાળક ૩ માસનું થતાં તેના આહારમાં દૂધ પછી શાકભાજીના સૂપ દાખલ કરવાથી તેમાં રહેલ લોહતત્ત્વ બાળકના લોહીને સુધારે છે અને તેમાં રહેલ ચૂનો તથા ફોસ્ફરસ બાળકના દાંત અને હાડકાને મજબૂત કરે છે. શાકભાજીમાં રહેલા વિટામિન્સ બાળકના દાંત અને હાડકાને મજબૂત કરે છે. શાકભાજીમાં રહેલા વિટામિન્સ બાળકના શરીરનો વિકાસ કરી તેના પેટ ને સાફ રાખે છે તે સિવાય તે બીજા અનેક દર્દો સામે લડવાની શક્તિ પ્રાપ્ત કરે છે.
કદાચ બાળક સમયસર બરાબર ન જમે, તો તેને બીજીવાર સાંજે જ જમવા દેવું. બાળકને મીઠાઈ ખાવા દેવી હોય તો તેને ચાલુ ખોરાક આપ્યા પછી થોડી મીઠાઈ દેવી. ભોજન પછી મીઠાઈ તે ઓછી ખાઈ શકશે. બાળકને રસોડામાં પાટલા પર, ડાઇનિંગ ટેબલ પર બેસાડીને જ જમાડવાની ટેવ પાડવી. તેને દીવાનખંડમાં, વરંડામાં કે હિંચકા પર બહાર બીજાની સામે બેસાડીને જમાડવાની ટેવ ન પાડવી.
ત્રણ માસના બાળકને શરૂઆતમાં બાફેલા શાકનો સૂપ અને પછી જાડો રસ આપવો. શરૂઆતમાં ૧ ચમચા જેટલો સૂપ કે શાકનો રસ દેવો. મહિનાની આખરે ૩ ચમચા જેટલું પ્રમાણ બાળકને આપી શકાય. બને ત્યાં સુધી બાળકને બપોરના ભોજનરૂપે જ શાક કે ફળના રસ કે સૂપ આપવો બાળક માટે દૂધ, ફળનો રસ તથા સૂપનુ મેનુ નક્કી રાખવું અને બને ત્યાં સુધી તેમાં ફેરફાર ન કરવો.
બટાટાના છૂંદામાં તાજા શાકભાજી મેળવીને કે વટાણા અને ગાજર સાથે બાફીને બનાવેલ સૂપ પીવાથી બાળકનો વિકાસ સારો થાય છે.નાના બાળકને અપાતા ખોરાકમાં મીઠું, ધાણાજીરું, હળદર, મરી, ગોળ જેવા સામાન્ય મસાલા થોડા પ્રમાણમાં નાખવા. તેના ભોજનમાં વધુ પ્રમાણમાં મરચું, મસાલા, ગરમ મસાલા ન નાખવા.
બાળકોને બજારું મીઠાઈ કરતાં ઘરે બનાવેલી સુખડી, મગજના લાડુ, ગાજર કે દૂધીનો હલવો આપવાં સારાં. બાળકને કેળું ખાવા દેવું હોય તો દિવસના દેવું, કેળું રાતે ન અપાય તો સારું.
બાળક જાતે ખાતું હોય તો તેને ખાવા દેવું. પણ તેને એક સાથે કોઈ વસ્તુ વધુ પ્રમાણમાં પીરસી ન દેતાં. થોડી-થોડી તે ખાય તેમ દેવી. બાળક જમતું હોય ત્યારે તેને ઠપકાભર્યાં વચનો ન કહેવાં અને ભાવતી વસ્તુ વધુ ખવડાવવા આગ્રહ ન રાખવો. તેને તેની ભૂખ અને રુચિ મુજબ ખાવા દેવું. આમ છતાં તે કોઈ એક બે જ વસ્તુ માત્ર ન ખાતાં, બધુ જ ખાતાં શીખે તે માટે ખાસ સમજ આપવી.
ખાવાની સાથે પાણી ક્યારેય ન પીવુ જોઈએ. પાણી પેટના એસિડની શક્તિને ઓછી કરી નાખે છે. જેનાથી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફૈટ સારી રીતે પચતા નથી. તેથી કાયમ ભોજન કરવાના 10 મિનિટ પછી જ પાણી પીવો. કોલ્ડડ્રિંક પીધા પછી મિંટ ચ્વિંગમ કે મિંટ યુક્ત પાન મસાલા વગેરે બિલકુલ ન ખાશો. આ બંનેને મિક્સ કરવાથી સાઈનાઈડ બને છે જે એક પ્રકારનુ ઝેર હોય છે.
અતિ કરતા વધુ બાફેલો આહાર અને હાઈ લેવલના વસા, પ્રિઝર્વેટિવ અને અન્ય કેમિકલ મેળવેલો આહાર એક સાથે ખાતા ચારકોલ જેવો તત્વ બની જાય છે. પછી જ્યારે આ આલુની ફ્રાઈઝ સાથે મિક્સ હોય છે ત્યારે શરીરમાં સોજો પેદા થાય છે અને એંજિંગ પ્રોસેસ શરૂ થઈ જાય છે.