રાત્રે જમીને આ એક ચમચી મુખવાસથી સાંધાના દુખાવા, કેલ્શિયમની ઉણપ અને કબજિયાતથી મેળવો છુટકારો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજે અમે તમને એક એવા મુખવાસ વિશે જણાવવા જય રહ્યા છીએ જેનું સેવન રાત્રે જમ્યા પછી કરવાથી સાંધા અને હાડકાને લગતા દરેક રોગ દૂર થઇ જશે. આ સાથે સાથે જમ્યા બાદ થતાં ગેસ કે એસીડિટી જેવા નાના-મોટા રોગ પણ  આ મુખવાસ ખાવાથી માત્ર 5 મિનિટ માં ગાયબ કરી દેશે.

તો સૌપ્રથમ એ જાણી લ્યો કે આ મુખવાસ કેવી રીતે બનાવવો અને કઈ વસ્તુનો ઉપયોગ કરવો. સૌથી વધારે જે વસ્તુ નો ઉપયોગ વધારે ઉપયોગ થાય છે તે શરીરના હાડકા ને લગતી તકલીફને દુર કરે, તેમ વધારે પડતું કેલ્શિયમ હોય છે.  શરીરમાં પ્રોટીન જેવી નાની-મોટી સમસ્યાઓ છે. જે તત્વોની ઉણપ છે તેને પૂર્ણ કરે તો વસ્તુ છે. સફેદ અને કાળા તલ. આ બને તલ આપણા શરીરને અલગ-અલગ રીતે ફાયદો કરે છે.

મુખવાસ બનાવવાની રીત : સૌ પ્રથમ 25 ગ્રામ જેટલા કાળા તલ અને 20 થી 40 ગ્રામ જેટલા સફેદ તલને મીઠું અને હળદર વાળું પાણી કરી મિક્સ કરી લેવા ત્યારબાદ આ બંનેને તલને 10 મિનિટ કપડાં પર સૂકવી વ્યવસ્થિત શેકી લેવા, તલ દાજી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. થોડાક જ શેકવા ના અને શેકાયેલા તલ ને એક વાસણમાં લઇ લેવા.

ત્યાર બાદ બીજી વસ્તુ છે વરિયાળી. વરિયાળીને ૩૦ થી ૪૦ ગ્રામ જેટલીલઈ તેને પણ હળદર અને મીઠા વળી કરી   શેકી લેવાની છે. શેકેલી વરિયાળીને શેકેલા તલ સાથે મિક્સ કરી દેવાની છે. વરિયાળીમાં સૉલ્યુબલ ફાઇબર્સ છે. જે સામાન્ય રીતે શાકભાજી કે ફળોમાંથી આપણને મળતાં નથી.જે પાચન શક્તિ સારી બનાવે છે. વળી એ પેટને ઠંડક પહોંચાડે છે એટલે કે પિત્તશામક છે. એ જઠરમાં પાચક રસોના સ્રાવને પણ ઉત્તેજન આપે છે.

ત્રીજી વસ્તુ છે અજમો. 10 થી 20 ગ્રામ અજમાને ફરજીયાત લેવાનો છે. ઘણા લોકોને અજમો ભાવતો નથી પરંતુ અહીંયા મુખવાસમાં અજમો ફરજીયાત લેવાનો છે. અજમાને હળદર વાળા કરી શેકી દેવાનો છે. અજમો શેકાઈ જાય એટલે તેને પણ મિક્સ કરેલા વરિયાળી અને તલનામાં મિક્સ કરી દો.

આ મિક્સ કરેલી વસ્તુને એક ડબ્બામાં કે બરણીમાં પેક કરી દેવો. રાતે જમીને ઉભા થાઓ છો ત્યારે આ મુખવાસ ખાવો . આ મુખવાસથી હાડક ને લગતી કોઈપણ પ્રકારની તકલીફ દૂર થાય છે, સાંધાના દુખાવા, પાચનશક્તી નબળી હોય તો એનાથી પણ છુટકારો મળી જાય છે. શરીરના બંધારણ માટે તેમજ  બાળકો અને પુરૂષો માટે પણ આ મુખવાસ  ખૂબ જ ફાયદાકારક છે.

જે લોકોની પાચનશક્તિ નબળી છે, જે ખોરાક આપણે ખાઈએ એ ખોરાક વ્યવસ્થિત પચતો નથી. વધારે પડતી કબજિયાત કે ઝાડા થઈ જતા હોય, આવી નાની-મોટી પેટને લગતી કોઈ સમસ્યા રહેતી હોય તો તમારા માટે આ મુખવાસ રામબાણ સાબિત થઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top