આજ કાલની જીવનશૈલી ને કારણે અને વધતી ઉંમરને કારણે ચેહરાની ત્વચા ઢીલી પડવા લાગે છે. મહિલાઓ માં આ સમસ્યા ખાસ જોવા મળે છે. આ સમસ્યા ચેહરાની સુંદરતા ઘટાડી દે છે. અને નાની ઉંમરે સ્ત્રીઓની ઉંમર દેખાવા લાગે છે અને ઘણીવાર સ્ત્રીઓ શરમ પણ અનુભવે છે.
પોતાની સ્કિનને યંગ અને ટાઈટ રાખવા માટે મહિલાઓ અનેક નુસ્ખાઓ અપનાવે છે અથવા તો પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચે છે. માટે અમે તમારા માટે એક જબરદસ્ત ઘરેલુ ઉપચાર લઈને આવ્યા છીએ. જી હા, તમે ઘરે જ આ એન્ટીએજિંગ ક્રીમ બનાવી શકો છો અને ઉપયોગ પણ કરી શકો છે, જે મહિલાઓ ના ચેહરાની ઢીલી પડેલી સ્કિનને એક જ અઠવાડિયામાં ટાઈટ કરી દેશે.
ચાલો આપણે જાણીએ આ વસ્તુ કઈ છે, તેને બનાવવાની રીત અને તેનો ઉપયોગ કરવાની રીત જાણીએ. ઘરે જ એન્ટી એજિંગ વસ્તુથી ચેહરાની ત્વચાને ને ટાઈટ રાખી શકો છો. આ વસ્તુ છે મસૂરની દાળ. આ દાળને જેવી તેવી સમજવાની ભૂલ ન કરતાં, આ દાળ ત્વચા માટે ગજબની અસર કરે છે અને ઢીલી થઈ ગયેલી ત્વચાને એક જ અઠવાડિયામાં એકદમ ટાઈટ બનાવી દેશે.
મસૂરની દાળ ને વર્ષોથી ચેહરા ની સુંદરતા અને સ્વાસ્થ્ય માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ ત્વચા માટે કરવામાં આવ્યો છે. તો ચાલો આજે જાણી લો મસૂર દાળમાંથી એન્ટી એજિંગ ક્રીમ બનાવવાની રીત અને ઢીલી પડી ગયેલી ત્વચાને બનાવો એકદમ ટાઈટ.
ચેહરા માટે મસૂર ની દાળ માંથી આ એન્ટી એજિંગ ક્રીમ ઘરે બની શકે છે. આ એન્ટી એજિંગ ક્રીમ બનાવવા માટે 5 ચમચી મસૂરની દાળ, 2 ચમચી ગ્લિસરીન, 1 ચમચી ગુલાબજળ, 1 ચમચી વિટામિન ઈ ઓઈલ અથવા જેતૂનનું તેલ અને 1 ચમચી એલોવેરા જેલ ની જરૂર પડશે.
આ એન્ટી એજિંગ ક્રીમ બનાવવા માટે સૌપ્રથમ તો એક બાઉલમાં મસૂરની દાળ લો. પછી તેને થોડાક કલાક સુધી પલાળી રાખો, તે સારી રીતે પલળી જાય એટલે તેમ 1 ચમચી ગુલાબજળ મિક્સ કરીને પછી તેને આખી રાત એમજ મૂકી રાખો. બીજા દિવસે સવારે આ મિશ્રણને પીસીને એક જાડી પેસ્ટ તૈયાર કરી લો.
આ રીતે તૈયાર કરેલી પેસ્ટને એક બાઉલ માં કાઢીને તેમાં ગ્લિસરીન, વિટામિન ઈ ઓઈલ અથવા જેતૂનનું તેલ અને એલોવેરા જેલ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી દો. આ તમામ સામગ્રી ને 2-3 મિનિટ માટે સતત હલાવવું એટલે તેનું ટેક્ચર ક્રીમ જેવું થઈ જશે. પછી તેને એક ડબ્બીમાં ભરી લેવું. આ ઘરે બનાવેલું મસૂરની દાળનું ક્રીમ ચહેરા પર કુદરતી રીતે ચમક લાવે છે અને ચેહરાની ત્વચાને ટાઈટ પણ કરશે.
રોજ રાતે આ ક્રીમ લગાવીને સૂઈ જવું અને સવારે ફેસ વોશ કરી લેવો. આ રીતે આ ક્રીમ નો ઉપયોગ કરવો. આ ક્રીમ ચેહરાની ત્વચાને સ્વસ્થ અને ચમકતી રાખવામાં પણ મદદ કરે છે. આ ક્રીમ એકદમ નેચરલ અને અસરકારક છે. આ હોમમેડ એન્ટી એજિંગ ક્રીમ રોજ લગાવવાથી એક જ અઠવાડિયામાં જોરદાર અસર દેખાવા લાગશે.