જો તમે દરરોજ સવારે વોક કરો છો તો એનાથી તમારા હાડકા અને સ્નાયુઓને ખુબ ફાયદો થાય છે. રોજ આ આદત તમારા સાંધાનો દુખાવા અને જકડથી રાહત અપાવે છે. એવામાં જો તમે ઓસ્ટિઓપોરોસિસથી ગ્રસ્ત છે અથવા તમારા શરીરમાં દુખાવાની ફરિયાદ રહે છે તો તમે જરૂર સવારે એક કલાક વોક પર જાઓ.
દરરોજ જો તમે 30 મિનિટ વોક કરો છો તો આ દિવસ ભરની એનર્જી બુસ્ટ રાખે છે. એક સ્ટડી મુજબ, જો ઘરની બહાર 20 મિનિટ વોક કરો છો તો તમે પોતને વધુ એક્ટિવ રાખી શકો છો. એવામાં ત્રીસ મિનિટની આઉટડોર વોક બધાએ જ કરવી જોઈએ.
ડાયાબિટીઝના દર્દીઓ માટે સવારની વોક ખુબ જરૂરી છે. આ બીમારી ખરાબ લાઈફ સ્ટાઇલના કારણે થાય છે. એને સારી રાખવા માટે એક માત્ર ઉપાય છે ખાન-પાનમાં ફેરફાર અને એક્ટિવ લાઈફ સ્ટાઇલ છે. ભરપૂર પ્રમાણમાં ઑક્સિજન ગ્રહણ કરવું, તે મૉર્નિંગ વૉકનું એક મહત્ત્વપૂર્ણ કારણ હોય છે.
જો અંધારામાં વૉક કરવા જાઓ છો તો તે સમયે ઑક્સિજનનો લાભ થતો નથી કારણ કે તે સમયે વૃક્ષ-છોડ કાર્બન-ડાયોક્સાઇડ બહાર કાઢતા હોય છે. મોર્નિંગ વોક તમારું વજન ઓછું રાખવા માટે પણ જરૂરી છે. એક રિપોર્ટ મુજબ, અડધો કલાક ચાલવાને કારણે 150 કેલરી બર્ન થાય છે. આવી સ્થિતિમાં, જો ખોરાકમાં ઓછી કેલરી લો છો, તો સરળતાથી વજન ઘટાડી શકો છો.
સવારે એક કલાક વોક પર જાઓ છો તો આ શારીરિક સ્વાસ્થ્ય સારું રાખવા સાથે મૂડને પણ સારું રાખે છે. એ ઉપરાંત, આ સ્ટ્રેસથી પણ દૂર રાખે છે, તણાવ અને ચિંતાને ઓછું કરે છે, થાકની સમસ્યા ઘટાડે છે અને ડિપ્રેશન અને અવસાદથી બચાવે છે. એન માટે સપ્તાહમાં 5 દિવસ 30 કલાકની વોક બધાએ જ કરવી જોઈએ.
એક સંશોધન મુજબ, જો તમે દરરોજ 30 મિનિટ ચાલો, તો 19 ટકા લોકો પોતાને હાર્ટની સમસ્યાથી બચાવી શકે છે. જો તમે ડાયાબિટીઝના દર્દી છો તો તે બ્લડ સુગરનું લેવલ પણ સારું રાખે છે. જો તમે સવારે સૂરજના ઉગતા સમયે અથવા તેના થોડાક સમય પછી મૉર્નિંગ વોક કરો છો તો તમને ભરપૂર પ્રમાણમાં વિટામિન-ડી મળે છે.
વર્ષ 2017માં કરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું કે 55 થી 65 વર્ષની વચ્ચેના લોકોને રાત્રે સૂવામાં મુશ્કેલી આવે છે. આવી સ્થિતિમાં જે લોકોએ તેમના દૈનિક કાર્યમાં 30 મિનિટ ચાલવાને શામેલ કર્યો હતો, તેમની રાતની ઊંઘમાં ઘણો ફાયદો જોવા મળે છે. જ્યારે અંધારામાં અથવા સૂરજ નિકળતા પહેલા વૉક કરવાથી વિટામિન-ડી મળી શકતો નથી.
જ્યારે સવારે 30 મિનિટ ખુલ્લી હવામાં ચાલો છો, ત્યારે મગજને ઓક્સિજનનો વધુ પુરવઠો મળે છે, જે રક્ત સંચારમાં સુધારો કરે છે અને યાદશક્તિને મજબૂત રાખે છે. દરરોજ સવારે ખુલ્લી હવામાં ચાલવાથી હૃદય સંબંધિત સમસ્યા થતી નથી. જો હૃદય સંબંધિત કોઇ સમસ્યા સામે લડી રહ્યા છો તો એવામાં દરરોજના લગભગ અડધા કલાક સુધી ચાલવાનું રાખો. આમ કરવાથી શરીરમાં હૃદય સંબંધિત રોગ થતા નથી.
દરરોજ સવારની વોક રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે. જ્યારે તમે સવારે ચાલવા જાઓ છો, ત્યારે આખા શરીરમાં રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે, જે ઇમ્યુનીટી મજબૂત રાખે છે. રોગપ્રતિકારક શક્તિમાં સુધારણા સાથે, શરીર બાહ્ય ચેપનો વધુ સારી રીતે સામનો કરવા અને તમને સ્વસ્થ રાખવામાં સક્ષમ બની શકે છે.
મૉર્નિંગ વૉક કેન્સર રોગ સામે લડવામાં મદદ કરે છે. એટલા માટે દરરોજ સવારે ઓછામાં ઓછા 45 મિનિટ મૉર્નિંગ વૉક કરવું કેન્સરના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમનું સ્વાસ્થ્ય જિમ જતાં લોકો કરતાં વધુ સારું રહે છે. આ ઉપરાંત તે તણાવને દૂર રાખે છે, તાણ અને અસ્વસ્થતાને ઘટાડે છે, થાક ઘટાડે છે અને ડિપ્રેસન અને હતાશાથી તમારું રક્ષણ કરે છે.