દવા કરતાં પણ વધુ ફાયદાકારક શરદી-ખાંસી, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલનો 100% અસરકારક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આયુર્વેદમાં દરેક બિમારીનો ઇલાજ છુપાયેલો છે અને આપણુ રસોડુ એ જ આયુર્વેદનુ દવાખાનુ છે. મસાલિયા માં રહેલી દરેક ચીજ આપણા શરીર માટે ફાયદાકારક છે. નાનકડી દેખાતી મેથી પણ શરીર માટે લાભકારક છે. મેથી સ્વાદમાં થોડી કડવી હોય છે પરંતુ તેના ફાયદા અઢળક છે.

આયુર્વેદ પ્રમાણે મેથીના દાણા સ્વાદમાં કડવા, તીખા, ગરમ, પિત્તવર્ધક, ભૂખ લગાડનાર, પચવામાં હળવા, બળપ્રદ, હૃદય માટે હિતકારી અને મળને અટકાવનાર છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે તત્વો આવશ્યક માત્રામાં રહેલાં છે. તો આજે આપણે આ નાનકડા દાણાનાં મોટા મોટા ફાયદા જોઇએ.

મેથીમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની ગુણધર્મો છે. આ હાનિકારક એલડીએલ કોલેસ્ટરોલ ઘટાડે છે. આ કોલેસ્ટરોલ છે જે રુધિરવાહિનીઓમાં એકઠા થઈ શકે છે અને હૃદયરોગનો હુમલો લાવી શકે છે. મેથીમાં હાજર ફાઇબર ગેલેક્ટોમોન લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવામાં પણ મદદ કરે છે.  તેનો નિયમિત ઉપયોગ કરવાથી લોહીમાં ગંઠાઈ જવાની સંભાવના ઓછી થાય છે.

મેથીદાણામાં પોટેશિયમ વધુ પ્રમાણમાં મળી આવે છે. તે શરીરમાં સોડિયમના લેવલનું કંટ્રોલ કરે છે, જેનાથી આ શરીરમાં સોડિયમના લેવલને કંટ્રોલ કરે છે, જેનાથી લોહીનું પરિભ્રમણ ખુબજ સારી રીતે થાય છે અને હૃદય તંદુરસ્ત રહે છે. મેથીદાણા માં એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર માત્રામાં મળી રહે છે. તે ચામડીને તંદુરસ્ત રાખવામાં ઉપયોગી થાય છે.

મેથી પેટની તકલીફોનું ઉત્તમ ઔષધ છે. વાયુ, મળ, ઊબકા, આફરો, ખાટા ઘચરકા, વધારે પડતા ઓડકાર, પેટમાં ઝીણી ચૂંક, બંધાયા વગરનો પાતળો ઝાડો એ બધા ઉપદ્રવમાં આ સરળ ઘરગથ્થુ ઉપચાર કરવો. બે ચમચી મેથી અને બે ચમચી સુવા એ બંને અધકચરા શેકીને ચૂર્ણ કરી લેવું. સવાર-સાંજ એક-એક ચમચી જેટલું આ ચૂર્ણ ફાકી, ચાવીને પેટમાં ઉતારી જવું. આમ કરવાથી ફાયદો થશે.

શરદી અને ખાંસીથી રાહત મેળવવા માટે મેથીનું પાણી પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. મેથીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ચેપને દૂર રાખવામાં પણ મદદ કરી શકે છે. આ કારણોસર, મેથીનું પાણી શરદી અથવા ખાંસીથી બચાવવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. મેથીનું પાણી શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે.

મેથીનાં દાણા ખાવાથી કે તેનો પાવડર પાણી સાથે ફાકી જવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત જે લોકોને વધારે ભૂખ લાગે છે તે લોકોએ વારંવાર મેથીના દાણા ખાય તો તે લોકોને ભૂખ લાગવાની સમસ્યા ઓછી થઇ જાય છે અને તેમા ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. એક કપ ગ્રીન ટીમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરો. તેમા ઉપરથી મેથીનો પાવડર ઉમેરી રોજ ભૂખ્ય પેટે પીવાથી વજન ઘટવા લાગશે. વાયુને દૂર કરે છે.

સુવાવડ પછી ઘણી સ્ત્રીઓને પ્રદરની ફરિયાદ કાયમ માટે ઘર કરી જાય છે. એમાં અડધી ચમચી જેટલું મેથીનું ચૂર્ણ થોડા ગોળ અને ઘી સાથે મેળવીને સવાર-સાંજ લેવાથી સારો લાભ થાય છે. મેથીના સેવનથી ગર્ભાશય સંકોચાય છે અને શરીર ધોવાતું અટકે છે. વળી તે વાયુશામક હોવાથી કમરનો દુખાવો અને પગની કળતરને પણ દૂર કરે છે.

મેથીના પાન અને મેથીના દાણા બન્ને વાળને ચમકદાર બનાવે છે. મેથીના દાણાને વાળમાં લગાડવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે. મેથીના દાણાને વાળ પર લગાવવાથી ચમક આવે છે. કસૂરી મેથી ના પાણી થી વાળ ને ધોવાથી માથા ની ત્વચા પર થવા વાળી ખંજવાળ અને ડેન્ડ્રફ થી પણ આરામ મળી જાય છે.

મેથીમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે. મેથીમાં જોવા મળતું ડાયસોજેનિન નામનું તત્વ આંતરડાના કેન્સર સામે રક્ષણ આપવા સક્ષમ છે. આ સિવાય તેમાં જોવા મળતું સેપોનિન, મ્યુસિલેજ, પેક્ટીન વગેરે આંતરડાની મ્યુકસ મેમ્બ્રેનનું રક્ષણ કરે છે. આ રીતે તે આંતરડા પરના ખરાબ પ્રભાવોને દૂર કરીને કેન્સર સામે રક્ષણ આપે છે.

સવારે ખાલી પેટ પર એક ચમચી મેથીના દાણા ગરમ પાણી સાથે નિયમિત લેવાથી સાંધાની તપેલીમાં ઘણી રાહત મળે છે.લાડુ મેથી, લોટ અને ગોળમાંથી બનાવેલ ખાવાથી પણ સાંધાનો દુખાવો થતો નથી. તૂટેલું હાડકું તેના ઉપયોગથી ઝડપથી જોડાય છે. તેમાં રહેલા એન્ટીઓકિસડન્ટને લીધે મુક્ત રેડિકલથી થતા નુકસાનને અટકાવવું પણ શક્ય છે.

મેથીમાં જોવા મળતું મ્યુસિલેજ નામનું તત્વ ગળા અને કફમાં રાહત આપે છે. બે ચમચી મેથીના દાણા બે કપ પાણીમાં ઉકાળો. તેમાં બે ચમચી મધ નાખીને પીવો. તેનાથી ગળામાં દુખાવો, શરદી, કફ વગેરેમાં રાહત મળે છે. અને મોઢામાંથી દુર્ગંધ દૂર થાય છે. મેથી હૃદય રોગને રોકી શકે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top