માથાની ખંજવાળની સમસ્યાથી હેરાન છો તો વાસ્તવમાં ક્યારેક ક્યારેક તે ખૂબ શરમજનક થઇ શકે છે. તમે જ્યાં પણ જાઓ છો ત્યાં તમારા માથામાં ખંજવાળ થઈ જાય છે જેના કારણે ક્યારેક ક્યારેક વાળમાંથી દૂગંર્ધ પણ આવે છે. માથાની ખંજવાળના ઘણા કારણો હોઇ શકે છે.
આપણામાંથી બધા ઘરે બેકિંગ સોડાનો ઉપયોગ કરે છે અને આ કારણ છે કે બેકિંગ સોડાનો ઉપયોગ કરીને સારો હેર પેક બનાવી શકાય છે. એક કટોરામાં ૪-૫ ચમચી બેકિંગ સોડા લો અને તેમાં પાણી મેળવો. હવે સામગ્રીઓને સારી રીતે મેળવો અને ધ્યાન રહે કે પેસ્ટ ના તો વધુ ગાઢ થાય કે ના વધારે પાતળી.
આ પેસ્ટને માથાની ત્વચા પર લગાવો અને થોડા સમય માટે રાખો. ૨૦-૨૫ મિનીટ પછી ધોઈ લો. એક દિવસના અંતર પછી આ પ્રક્રિયાને ફરીથીકરો અને માથાની ખંજવાળથી પૂરી રીતે છુટકારો મેળવો. લીંબુ ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક હોય છે. લીંબુમાં ઉપસ્થિત એન્ટીસેપ્ટિક ગુણોના કારણે તમે તેનો ઉપયોગ માથાની ખંજવાળ દૂર કરવા માટે કરી શકો છો. કેટલાક વિશેષજ્ઞ સલાહ આપે છે કે જો તમે એક કે બે મહિના સુધી લીંબુનો ઉપયોગ કરશો તો તમે સમસ્યાથી પૂરી રીતે છુટકારો મેળવી શકો છો.
૨-૩ લીંબુ લો અને તેને અડધા કાપો. હવે નીચોવીને રસ કાઢી લો અને તેને એક કટરોમાં ભેગો કરો. હવે કોટન બોલની મદદથી તેને માથાની ત્વચા પર લગાવો અને ધ્યાન રહે કે તમે વાળની જડોથી આંરભ કરો. માથાની ત્વચા પર લીંબુ લગાવવાથી ડૈંડફથી પણ રાહત મળે છે. તેને ૧૦ મિનીટ પછી ધોઈ લો. લીંબુ એક કન્ડીશનરની જેમ પણ કામ કરે છે.
ટી ટ્રી ઓઈલ તે એસેંશિયલ ઓઇલમાંથી છે જેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ મળી આવે છે અને આ બધા જ રીતની ફંગી અને બેક્ટેરિયાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ટી ટ્રી ઓઈલના ઉપયોગથી તમે ડૈંડફ (ખોડો) તથા માથાની ત્વચાથી સંબંધિ બીજી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. એક કટોરામાં ૧૦-૧૫ ટીંપા ટી ટ્રી ઓઈલ લો. હવે તેજ કટોરામાં શેમ્પુ લો અને બન્ને ને સારી રીત મિક્સ કરો.
ધ્યાન રાખો કે તમે ટી ટ્રી ઓઈલને સીધું જ માથામાં લગાવીને પછી તેમાં શેમ્પુ ના મિક્સ કરો. માથું ધોવા માટે આ શેમ્પુનો ઉપયોગ કરો. દરેક દખત જ્યારે પણ તમે વાળ ધુવો ત્યારે ટી ટ્રી ઓઈલનો ઉપયોગ કરો. તમને કેટલાક અઠવાડિયામાં જ ફરક દેખાવા લાગશે.
નારિયેળ તેલ મનુષ્ય માટે ખૂબ ઉપયોગી છે. નારિયેળ તેલ માથાની ત્વચા પર ખૂબ સારી રીતે કામ કરે છે અનેઆ કારણ છે કે માથાની ત્વચાની ખંજવાળ દૂર કરવાનો આ એક સારો વિકલ્પ છે. તમે દરેક વખતે તમારા શેમ્પુમાં ૨-૩ ટીંપા નારિયેળ તેલના મિક્સ કરો અને પછી તેનાથી વાળ ધુઓ. કે પછી તમે એક દિવસના અંતરે વાળમાં નારિયેળ તેલથી મસાજ કરી શકો છો.
નારિયેળનું તેલ માથાની ત્વચામાં થનાર ફંગલ અને અન્ય પ્રકારના સંક્રમણો સામે લડવામાં મદદરૂપ થાય છે. એક વખથ જ્યારે તેલ સેટ થઈ જાય તેના પછી તમે બેબી શેમ્પુંથી વાળ ધોઇ શકો છો. માથાની ત્વચાની ખંજવાળને રોકવા માટે મીઠા લીમડાંના પત્તાથી બનેલ માસ્કનો ઉપયોગ કરો.
ઘરે જ હેર સ્પ્રે બનાવી શકો છો જે માથાની ત્વચાની ખંજવાળથી પણ આરામ અપાવશે. એક ડબ્બો લો અને એપ્પલ સાઈડર વિનેગરથી તેને અડધો ભરી દો. હવે બાકીની અડધી બોટલમાં પાણી ભરો અને ડબ્બાને સારી રીતે મિક્સ કરો. આ હેર સ્પ્રેનો ઉપયોગ તમે દરરોજ સ્નાન કરતા પહેલા કરો અને નહાતી વખતે તેને ધોઈ લો. આ સ્પ્રેને તમારા બધા વાળ પર છાંટો અને ૨૦ મિનીટ પછી ધોઈ લો. એપ્પલ સાઈડર વિનેગર ડૈંડફના ઉપાયમાં પણ મદદરૂપ થાય છે અને વાળની જડોને મજબૂત બનાવે છે.
હીલિંગ અને લુબ્રિકેટિંગ ગુણોના કારણે તલનું તેલ માથાની ખંજવાળના ઉપાયમાં ખૂબ ફાયદાકારક હોય છે. એક ડબ્બામાં ખૂબ ઓછી માત્રામાં તલનું તેલ લો અને તેને થોડીવાર ગરમ કરો. હવે આ તેલથી ૧૫-૨૦ મિનીટ સુધી માથાની ત્વચાની માલિશ કરો.
પછી વાળને શેમ્પુથી ધોઈ લો. હંમેશા આ સલાહ આપવામાં આવે છે કે તમે રાત્રે તલનું તેલ લગાવો અને આખી રાત વાળમાં રહેવા દો. આવું કરાવથી તલનું તેલ માથાની ત્વચામાં સારી રીતે ઉતરી જાય છે અને માથાની ખંજવાળ પૂરી રીતે ઠીક કરી દે છે.
જોજોબા ઓઈલમાં હાઈડ્રેટિંગ ગુણ હોય છે જે તમારા વાળને પુનર્જીવિત કરે છે અને સાથે સાથે માથાની ખંજવાનો પણ ઉપાય કરે છે. કેટલાક લોકો વાળને વધારવા મટો અને ડૈંડફથી છુટકારો મેળવવા માટે જોજોબા ઓઈલનો ઉપયોગ કરે છે. જોજોબા ઓઈલની થોડી માત્રા લો અને તેને થોડી વાર ગરમ કરો.
આ તેલને માથાની ત્વચા પર લગાવો અને આખી રાત રહેવા દોફ સારૂ રહેશે કે તેલ લગાવ્યા પછી ૧૨ કલાક સુધી તમે વાળને ના ધુઓ. બીજા દિવસે વાળને ગરમ પાણી અને શેમ્પુથી ધોઈ નાંખો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આવું કરો.
બ્રોકલીમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે માથાની ત્વચા પર થનાર ફંગસને રોકવામાં મદદરૂપ હોય છે. તેના ઉપરાંત તે વાળની જડોને મજબૂત બનાવે છે જે વાળના વિકાસમાં મદદરૂપ હોય છે. તમે એક મુઠ્ઠી ભરીને બ્રોકલી લો અને તેને થોડા સમય માટે ઉકાળો. તમે બ્રોકલીને પીસીને તેની પેસ્ટ પણ બનાવી શકો છો. જો જરૂરી હોય તો તેમાં થોડા ટીંપા લીંબુનો રસ અને ઓલિવ ઓઈલ મિક્સ કરો. હવે તેને માથાની ત્વચા પર લગાવો અને થોડી મિનીટ સુધી લગાવી રાખો.