માથા નો દુખાવો ઘણા બધા લોકો ને સતાવતો હોય છે. લોકો આ દુખાવા થી રાહત મેળવવા માટે જાતજાત ની ટિકડીઑ ડાઇરેક્ટ મેડિકલે થી લઈ ને ખાઈ છે, જે શરીર માટે ખૂબ હાનિકારક છે. હકીકત માં જોઈએ તો લગભગ તમામ પ્રકાર ના રોગો ની દવા તો આપણાં ઘર માં જ છુપાયેલી છે. માત્ર તેનો ઉપયોગ કેમ કરવો એ તમને આવડી ગયું એટેલે તમારે નાના નાના દર્દો માટે ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે.
આ આર્ટીકલ માં આજે અમે તમને જો માથું દુખતું હોય તો એ મટાડવાના ઘરેલુ ઉપચાર વિષે જણાવીશું. આ માટે તમે કાળી દ્રાક્ષ રાત્રે કોરા મટકામાં પાણી નાંખી ભીંજવવી. સવારે એ પાણી નરણે કોઠે પીવું. ગળોનો રસ અને સાકર પીવી અથવા કેસર અને ઘી મેળવી સવારમાં ચાટવું. સવારે ચારથી પાંચના સમયમાં ખીચડી બનાવવી. તેમાં નવટાંક ઘી નાંખી ખીચડી ખાઈ જવી. હિંગ અને નગોડનાં પાન સરખે ભાગે લઈ તેને વાટી કપડામાં લેવા. બાદ તેના ૫ થી ૧૦ ટીપાં નાકમાં નાંખી શ્વાસમાં ખેંચવાં જેથી દર્દ મટે છે.
કાળીજીરીની લાકડી સળગાવવી અને નાક મારફ્તે ધુમાડો લેવો અને સરપંખાનું મૂળ પાણીમાં ઘસી માથે લગાડવું. વડનગરી મીઠું પાણીમાં પિગળાવવું તે પાણીના પાંચ ટીપાં નાકમાં નાંખી દેવાં. જે બાજુ માથું દુખતું હોય તેની સામે તરફ્ના નાકના છિદ્રમાં ટીપાં નાંખવાં. આકડાનાં ખરી પડેલાં પાન લઈ તેની ઊંધી બાજુએ તલનું તેલ લગાડી ગરમ કરવાં. બાદ કટકામાં પોટલી કરી દબાવવાથી પાણી નીકળશે. તે પાણી જે બાજુ દુખતું હોય તેની સામે દિશાના નાકના છિદ્રમાં નાંખવાં.
આકડાનાં સૂકાં મૂળનો ધુમાડો નાક વાટે લેવાથી આધાશીશીનો રોગ મટે છે. આસનનું ચૂર્ણ પાણીમાં ભીંજવી નાક ઉપર લેપ કરવો. આ પ્રયોગ રાત્રે કરવો. હિંગને પાણીમાં ભીંજવીને કટકામાં લઈ પોટલી કરીને પાંચ ટીપાં નાકમાં નાંખવાં.
એરંડાનું મૂળ (દિવેલી) લીંબુના રસમાં ઘસી કપાળે લેપ લગાડયા કરવાથી રોગ મટે. લેપ સુકાય એટલે તરત જ ફરી એની ઉપર તાજો લેપ લગાડતા રહેવું. કેસરને ઘીમાં વાટી સૂંઘવું અથવા તો કનેરનાં પાનનો રસ નામાં નાંખવાથી રોગ મટે છે.
કેરીના મરવાનું ચૂર્ણ સ્ત્રીના ધાવણમાં નાંખી જે તરફનું માથું દુખતું હોય તેની સામે દિશાના નાકના છિદ્રમાં નાંખવું. ભોંયરીંગણીનાં પાનનો રસ નાકમાં મૂક્યો અથવા વજ્ર, પીપર, સૂંઠ, બધાને પાણીમાં ઘસી સૂંઘવાથી રોગ મટે. કડવી દૂધીનો રસ અથવા દૂધીનો વચલો ગર ચોળી તે પાણી નાકમાં મૂક્યું. અગન બળે તો ઘી મૂક્વું.
નવસાર અને ચૂનો કાચની શીશીમાં બંધ કરી રાખવો. આ શીશીનો બૂચ ખોલીને સૂંધવું. આથી આધાશીશી મટે છે તેમજ બેભાન થયેલો ભાનમાં આવે છે. દૂધ, સાકર અને બદામની ખીર બનાવી સૂર્યોદય પહેલા ખાવાથી આધાશીશી મટે છે.