માત્ર એકજ વખત ખાવાથી સાંધાના દુખાવા, હરસ-મસા,ચામડીના દરેક રોગ છુમંતર,તમે પણ બધી બીમારીથી બચી શકો છો જીંદગીમાં માત્ર એકવાર આના સેવનથી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘણી વખત આપણે ગામડામાં જઈએ ત્યારે ઘણા બધા વૃક્ષો જોઈએ છીએ અને આપણા વડીલો તો મહુડાને જોઈને તેના ફૂલો ખાવાનું કહે છે. મહુડા ના ફૂલ ને સુકવીને રોટલી કે હલવો પણ બનાવવામાં આવે છે. મહુડાના ફૂલો પ્રાણીઓ માટે ખૂબ જ તાકાતવર માનવામાં આવે છે. મહુડાના દરેક ભાગો ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. મહુડાના ફૂલ માં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ચરબી વગેરે ભરપુર પ્રમાણમાં હોય છે. તો ચાલો આજે આપણે મહુડાના ફૂલ વિશે જાણીએ.

મહુડાના ફૂલો કૃમિનાશક હોય છે. જેને પેટમાં કૃમિ થયા હોય તો મહુડાના ફૂલ ના સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ ઉપરાંત તે શરદી અને કફમાં પણ ખૂબ જ ઉપયોગી છે. મહુડાનું ફૂલની તાશીર ઠંડુ હોય છે. તેનાં ફળ અને ફૂલ નો ઉપયોગ કુદરતી રીતે ઠંડક આપવા માટે ટોનિક તરીકે થાય છે. આ ઉપરાંત જે લોકોને શ્વાસ સંબંધી બીમારી હોય તે લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. જે લોકો ડાયાબિટીસથી પીડાય છે તે લોકોએ મહુડામાં છાલનો ઉકાળો બનાવીને પીવાથી પણ ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય છે.

અત્યારના સમયમાં મોટાભાગે લોકોને દાંત નો દુખાવો જોવા મળે છે. પેઢા અને ચાંદાનો દુખાવો થાય તો મહુડાના વૃક્ષના પાંદડા ને તોડી તેની પેસ્ટ બનાવી દાંત પર ઘસવાથી દાંતને લગતી દરેક સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત જો પેઢા ચડ્યા હોય તોપણ મહુડાના ઝાડ ની છાલ નો રસ કાઢીને કોગળા કરવાથી લોહી નિકળતું બંધ થઈ જાય છે. જે લોકોને આંખને લગતી બીમારી હોય તે લોકોએ મહુડા ના ફૂલ ને ઘીમાં શેકીને તેનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી આંખને લગતી પીડા ઘટે છે. આ સિવાય મહુડાનાં ફૂલને આંખમાં આંજવાથી આંખો સાફ થાય છે. અને આંખમાં તેજ વધે છે. આ ઉપરાંત જો આંખમાં ખંજવાળ આવતી હોય કે પાણી નીકળતું હોય તો તેમાં પણ રાહત થઇ છે.

અત્યારના આ સમયમાં દરેક લોકોને તણાવને કારણે માથાનો દુખાવો થતો હોય છે. માથાના દુખાવામાં રાહત મેળવવા માટે મહુડાનું તેલ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. માથાનો દુખાવો દૂર કરવા માટે મહુડાનું તેલ લગાવવાથી માથાનો દુખાવો તરત જ મટી જાય છે. આ ઉપરાંત જો સાપ કરડ્યો હોય તો મહુડાના બીજ ને ખાંડીને જ્યાં સાપ કરડ્યો હોય ત્યારે લગાવો અને આંખને બાજુમાં લગાવવાથી શરીરમાં ઝેરની અસર ઓછી થાય છે.

આ ઉપરાંત બવાસીર કે મસા થયા હોય તો એ લોકોએ મહુડાનું સેવન કરવું જોઈએ. મહુડાના ફળ ખાવાથી બવાસીરમાં રાહત મળે છે. અત્યારની જિંદગીમાં દરેક લોકોને સુંદર દેખાવું છે. ચહેરા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. મહુડાના પાંદડા નું તેલ ચહેરા પર લગાવવાથી ચહેરો એકદમ કોમળ બની જાય છે. શરીરમાં કોઈપણ ભાગે ખંજવાળ આવતી હોય અથવા દાઝ્યા હોય તો આ તેલ લગાડવાથી તરત જ આરામ મળી જાય છે.

અત્યારના સમયમાં દરેક લોકોને ઘુટણ નો દુખાવો થતો હોય છે. ઘણીવાર ઘુટણ ના દુખાવા ને કારણે ત્યાં સોજો પણ આવી જાય છે. તે માટે મહુડા ની છાલ નો ઉકાળો પીવાથી ઘૂંટણ ના દર્દ તરત જ દૂર થઈ જાય છે. જો ઉકાળો ન ભાવતો હોય તો તેનો લેપ કરવાથી પણ ઘૂંટણ નો દુખાવો કાયમ માટે દૂર થઈ જાય છે. મહુડાના છાલનો ઉકાળો બનાવવા માટે સૌપ્રથમ છાલને ક્રશ કરી તેમાં ગરમ કરી સરસવનું તેલ મિલાવીને ની તૈયાર કરવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top