મચ્છર કરડવા પર તે જગ્યાએ આવેલા સોઝાને ઓછો કરવા અને ખંજવાળને દૂર કરવા માટે તેના પર મધ લગાવવું જોઈએ. મધ એન્ટીસેપ્ટિક અને જીવાણુ રોધી છે. મધ લગાવવાથી મચ્છરની ખંજવાળમાં રાહત મળે છે. એલોવેરા ખંજવાળને રોકવા માટેનો સારો ઉપચાર છે.
એલોવેરનો રસ મચ્છર કરડી ગયું હોય ત્યાં લગાવો. અથવા એલોવેરા જેલ પણ લગાવી શકો છો. એ લગાવવાથી ઠંડકનો અનુભવ થશે. તુલસી એક અનોખી ઔષધિ છે. ખંજવાળ આવતી જગ્યા પર તુલસીના પાન ઘસીને લગાવવાથી રાહત થાય છે. તુલસીના તાજા પાન કાપીને મચ્છર કરડેલી જગ્યા પર ઘસો તો તેનાથી ઘણી રાહત મળે છે.
લસણમાં એન્ટીવાયરલ અને ઘા ભરવાના ગુણ હોય છે. લસણની પેસ્ટ બનાવીને સોજો આવેલી જગ્યા પર લગાવો. કાચું લસણ મચ્છર કરડવાથી જે ખંજવાળ આવે છે તેને તરત જ દૂર કરી નાખે છે. માટે લસણની પેસ્ટ બનાવા માટે એક લસણની કળીને મસળીને તેને એક નાળિયેર તેલમાં મિક્સ કરો અને મચ્છર કરડેલી જગ્યા પર લગાવવાથી રાહત મળે છે.
મચ્છર કરડવા પર લીમડો પણ ફાયદાકારક સાબિત થાય છે. લીમડાના પાનની પેસ્ટ બનાવવી. આ પેસ્ટને મચ્છર કરડેલી જગ્યાએ લગાવો. તે ત્વચા પરની ખંજવાળ દૂર કરશે, નિખાર લાવશે તથા સોજો પણ ઓછો કરશે. લીંબુનો રસ લગાવવાથી મચ્છરના ડંખનું નિશાન પણ દૂર થાય છે. લીંબુનો રસ કોઈપણ પ્રકારની ખંજવાળ માં ફાયદાકારક સાબિત થાય છે.
સરસવના તેલમાં અનેક ગુણધર્મો હોવાથી તેના ઘણા ફાયદા છે. મચ્છર કરડવાથી તમને ખંજવાળ આવે કે સોજી જાય તો સરસવનું તેલ ઘણું લાભદાયક છે. મચ્છરના ડંખ ઉપર સરસવનું તેલ લગાવવાથી શરીરમાં ભેજ અકબંધ રહે છે અને ખંજવાળ તથા સોજો દૂર થાય છે.
બરફ ઠંડો હોવાથી ડંખ ઉપર ઘણી રાહત આપે છે. મચ્છરના ડંખ ઉપર બરફ લગાવવાથી ખંજવાળ અને સોજો બંનેથી રાહત મળે છે. બરફ લગાવવાથી મચ્છરના ડંખનું ત્વચા પર કોઈ નિશાન રહેશે નહીં. મચ્છરના ડંખ પર ચૂનો લગાડવાથી પીડા મટે છે. ચુનાને પાણી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવવી. આ પેસ્ટ મચ્છરના ડંખ પર લગાવવાથી ખંજવાળ દૂર થાય છે અને સોજો તરત જ ઉતારી જાય છે.
મચ્છરોના ડંખ કાંદો અને મીઠું પીસીને ચોપડવાથી આરામ થાય છે. કાંદાનો રસ લગાવવાથી પણ મચ્છરના ડંખથી આવતી ખંજવાળમાં ઘણી રાહત મળે છે. કાંદાને કાપીને તેને ક્રશ કરીને ડંખ પર પોટલી બાંધવાથી પણ સોજો ઉતરે છે અને ખંજવાળ આવતી બંધ થાય છે.
પાણી સાથે ખાવાનો સોડા મિક્સ કરી મચ્છરના ડંખ ઉપર લગાવવાથી પીડા, ખંજવાળ અને સોજો ઘટાડવા માટે મદદ મળે છે. પપૈયું ઠંડક આપતું ફળ છે. પપૈયાને કાપીને તેને ડંખ પર લગાવવાથી ખંજવાળ અને સોજામાં રાહત મળે છે. મચ્છરોના ડંખ ઉપર લીંબુનો રસ ચોપડવાથી પીડા મટે છે.