એક એવી વનસ્પતિ કે લાગલગાટ પચ્ચીસ વર્ષ સુધી જીવંત રહે છે ! વાત છે “લાખા લૂણી” નામક નાનકડાં,ચપટાં અને થોડા ચીકાશ ઘરાવતા પાંદડાયુક્ત વનસ્પતિની, જે દરેક રોગમાં અક્સર ઇલાજ તરીકે ઉભરી આવે છે. આ જંગલી ઘાસને ભારતીય ભાષામાં લાખાલુણી, મોટી લોણી, લોણા, લોણા શાક, ખુરસા, ફૂલકા, લુનાક, ઢોલ, લોનક વગેરે નામોથી ઓળખવામાં આવે છે.
તે આખા ભારતમાં તે પછી ગરમ પ્રદેશ હોય કે હિમાલયના ઠંડા પ્રદેશ હોય બધે જ મળી આવે છે. ઘરના ફળિયામાં,ખેતરને શેઢે કે પછી પાદર કે ખુલ્લી જગ્યામાં – ગમે ત્યાં એ ઉગી નીકળે છે. અને ભારતના ઘણાં બધાં ભાગોમાં થાય છે. ગુજરાતમાં તો હરેક ઠેકાણે જોવા મળે છે. તેના મૂળનો 25 વર્ષ સુધી નાશ નથી થતો.અને વરસાદમાં તે પાણી મળવાથી ફરી વાર લીલી થઈને ફેલાઈ જાય છે.
તેના પાંદડામાં ગજબના સ્વાસ્થ્યના ફાયદા સમાયેલા હોય છે. તેમાં વિટામિન,ઇરોન,કેલસીયમ, પ્રોટીન અને મિનરલ્સ પુષ્કળ છે. આપણા સંપૂર્ણ આરોગ્ય માટે ખુબ જ ઉપયોગી છે. આ ઘાસ બધા લીલા શાકભાજી કરતા ઉત્તમ છે. લીલા શાકભાજીમાં જો કોઈમાં ઓમેગા 3 ફેટી એસીડસ મળે છે તો સૌથી વધુ આમાં મળે છે. તેના પાંદડામાં લીલા શાકભાજી થી વધુ વિટામિન એ મળે છે.
લુણી જે કેન્સર જેવા ગંભીર રોગો સામે લડવામાં ખુબ મદદ કરે છે. અને ઓમેગા 3 હોવાથી તે હ્રદય ના કોઈ પણ રોગો થી બચાવે છે. આ ઘાસ કેન્સર, હ્રદય, લોહીની ખામી,હાડકાની મજબુતી અને એમ કહીએ તો સંપૂર્ણ આરોગ્યને વધારે છે.
તેનો સ્વાદ લીંબુ જેવો ખાટ્ટો હોય છે. અને તે થોડી વારમાં કુરકુરી થાય છે. તમે તેને નિયમિત સલાડમાં ખાઈ શકો છો. તેનું સેવન કરવાથી આપણી શરીર ની શક્તિના સ્તરને વધારી શકાય છે. શક્તિ તો વધારે છે, તે બાળકોના મગજના વિકાસ માટે ખુબ મહત્વપૂર્ણ છે, તે બાળકો માટે એડીએચડી જેવા અવ્યવસ્થા ને થવાથી રોકે છે.
આયુર્વેદમાં તેનો ઉપયોગ માથાના રોગ, આંખોના રોગ, કાનના રોગ, મોઢાના રોગ, ચામડીના રોગ, થુકમાં લોહી આવવું,પેટના રોગ, મૂત્રના રોગ,બીમારી અને ઝેર ઉતારવા માટે કરવામાં આવે છે. તેનો સલાડ,શાકભાજી કે તે આખા છોડની રાબ બનાવીને પી શકાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.