રોજ સવારે ખાલી પેટ આ પાણીથી પેટની ચરબી ગાયબ થઈ ચહેરો થઈ જશે ચમકતો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લીંબુને કુદરતી શક્તિનો સ્ત્રોત ગણવામાં આવે છે. તેમાં રહેલા અનેક તત્વો શરીરને એનર્જેટીક બનાવે છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક લીંબુમાં વિટામિન સી, વિટામિન બી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રે઼ડ જેવા અનેક તત્વો પણ સમાયેલા છે. અત્યારે ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. અને મોટાભાગના લોકો ગરમીમાં લીંબુ શરબત કે લીંબુ સોડા પીવાનું પસંદ કરે છે. લીંબુમાં ઘણા વિટામીન અને મિનરલ્સ હોય છે જે ગરમીમાં આપણને ઠંડકનો અહેસાસ કરાવે છે. ચાલો આપણે લીંબુ પાણી પીવાના ફાયદાઓ વિશે જાણીએ.

સામાન્ય હુંફાળાં પાણીમાં લીંબૂ નિચોવીને નિયમિત રીતે સેવન કરવાથી કોમન કોલ્ડ, શરદી, ખાંસી અને ગળા સંબંધિત રોગ થતા નથી. એવું એટલા માટે થાય છે કારણ કે લીંબૂમાં રહેલાં સાઇટ્રિક એસિડ તમારા ગળામાં કોઇ પ્રકારનું સંક્રમણ વિકસવા દેતું નથી. લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ઘણું જ હોય છે જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે. સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે.

ઊનાળાની ઋતુમાં લીંબુનો આ ગુણ સૌથી વધારે મહત્વનો બની જાય છે. ગરમીથી કંટાળીને થાકી ગયા પછી જો શરીરમાં ફરીથી તાજગી લાવવી હોય તો લીંબુ પાણી રામબાણ ઈલાજ છે. રોજ સવારે લીંબુ પાણી પીવાથી શરીરમાં તાજગી આવી જાય છે. લીંબુ પાણીથી મૂડ પણ સારો બની જાય છે.

અડધા લીંબૂને કાચા દૂધમાં પલાળીને ત્વચા પર હલકા હાથે રગડો અને પછી ત્વચાને ઠંડા પાણીથી ધોઈ લો. આનાથી ત્વચા મુલાયમ બને છે અને રંગ સાફ થાય છે. ગરમીને કારણે થતી અળઈઓમાં લીંબૂ પાણી લગાડવાથી ફાયદો થાય છે. લીંબૂના રસની માથામાં માલિશ કરવાથી માથાની ખંજવાળ દૂર થાય છે.

સામાન્ય રીતે પાચન ને લગતી સમસ્યાઓ ઘણાબધા વ્યક્તિઓ ને હોય છે. નવસેકા પાણી અંદર લીંબુ નીચોવીને પાણી પીવાથી પાચનને સંબંધિત સમસ્યાઓ થતી નથી. દરરોજ સવારે આ પાણી પીવું જોઈએ. નવસેકા પાણી અંદર લીંબુ નીચોવીને પીવાથી તે શરીરની અંદરથી ટોક્સીન બહાર નીકાળવામાં મદદ કરે છે.

લીંબૂમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. વિટામીન સી ની ઉણપથી ‘સ્કર્વી’નામનો રોગ થાય છે. આ રોગમાં મસૂઢા પર સોજો આવી જાય છે અને તેમાંથી લોહી પણ નીકળે છે. લીંબૂનુ નિયમિત સેવન કરવાથી આ રોગથી બચી શકાય છે. જો રોજ સવારે તમે નવસેકા પાણી અંદર લીંબુ નીચોવીને પીવાથી કીડનીની અંદર પથરીની સમસ્યા થતી નથી. તેની અંદરનું સાઇટ્રિક એસીડ શરીરની અંદર પથરી થવા દેતું નથી.

અઠવાડિયામાં એકવાર ગરમ પાણીમાં લીંબૂનો રસ અને સંચળ નાખીને પીવાથી આંતરડા સાફ થાય છે. લીંબૂના રસમાં મધ અને કાળા મરીનો પાવડર નાખીને પીવાથી એડકી આવવી બંધ થાય છે. રોજ સવારે લીંબુનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે. દરરોજ લીંબુ પાણીના સેવાનથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે. જ્યારે વધતી ઊંમરની કરચલીઓને પણ ઘટાડી શકાય છે. ચમકદાર ત્વચા માટે લીંબુ પાણી ઘણું મદદરૂપ થાય છે.

લીંબુની અંદર વિટામિન સી હોય છે. અને વિટામિન સી શરદીને દૂર કરવા માટે કાર્ય કરે છે. તમને શરદી થાય તો એક ચમચી લીંબુ ના રસમાં થોડું મધ અને આદુનો રસ મિક્સ કરીને આ મિશ્રણ પીવો. આ મિશ્રણ પીવાથી બંધ નાક ખુલી જશે અને શરદી પણ મટી જશે. તાવ આવે ત્યારે લીબુ પાણી પીવાથી તાવ દૂર થાય છે ખરેખર, લીંબુમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે તાવ ઘટાડવાનું કામ કરે છે.

વધતા વજનથી પરેશાન લોકોએ લીંબુ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. લીંબુમાં રહેલા પેક્ટિન ફાઈબર શરીરને ભૂખ લાગવા દેતા નથી. જેના કારણે વ્યક્તિ સમય વગર નાસ્તો વગેરે ખાઈ શકતી નથી. જેનાથી વજન નિયંત્રણ રાખવામાં મદદ મળે છે. દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ કુણા પાણીમાં એક લીંબૂનો રસ નાખીને પીવાથી પેટના બધા પ્રકારના રોગ દૂર થાય છે. લીંબુ નખ સાફ કરવામાં પણ મદદગાર છે. જો લીબુ ના રસમાં નખ ને રાખવામાં આવે તો નખમાં રહેલી પીળાશ પણ દૂર થાય છે.

જો તમારા પીળા દાંત હોય તો દાંત ઉપર લીંબુનો રસ લગાવો, લીંબુનો રસ દાંત પર લગાવવાથી દાંતની પીળાશ દૂર થશે, અને દાંત પૂરા સફેદ થાય છે. આ સિવાય જો લીંબુના પાણીથી કોગળા કરવામાં આવે તો મોંમાંથી દુર્ગંધ પણ દૂર થાય છે. લીંબુના ફાયદા ડાયાબિટીઝ સાથે સંકળાયેલા છે અને લીંબુનો રસ પીવાથી શરીરમાં સુગરનું પ્રમાણ વધતું નથી. તેથી, જે લોકોને ડાયાબિટીઝનો રોગ છે તેઓએ દરરોજ એક ચમચી લીંબુનો રસ પીવો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top