દવા કરતાં વધુ ફાયદાકારક આનું સેવન, 50 થી વધુ રોગોને રાખશે કાયમી દૂર, ફાયદા જાણીને તમે પણ કરવા લાગશો ઉપયોગ……

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આમ તો સામાન્ય રીતે ગરમી હોય ત્યારે લીબું પાણી પીવાની આપણાને જરુર પડતી હોય છે પરંતું આ કોરોના કાળમાં પણ લીબું પાણી પીવું આપણા માટે ખુબ હિતાહવ છે, જેના કારણે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને કોરોના જેવા વાયરસ સામે લડવામાં તાકાત મળી રહી છે.

લીંબુ કુદરતી શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં રહેલા અનેક તત્વો શરીરને એનર્જેટીક બનાવે છે. હેલ્થ માટે ફાયદાકારક લીંબુમાં વિટામિન સી, વિટામિન બી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રે઼ડ જેવા અનેક તત્વો પણ સમાયેલા છે. આ ઉપરાંત લીંબુ ચહેરાથી માંડીને પગના નખ સુધીના તમામ રોગોને મટાડવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આજે અમે તમને જણાવીએ લીંબુ પાણી પીવાના ફાયદાઓ વિશે.

લીંબુ માં હાજર વિટામીન સી અને પોટેશિયમ ઇમ્યુનિટી વધારવા માટેનું કામ કરે છે. ખાલી પેટ લીંબુ પાણી લેવા પર પોષકતત્વોનું શોષણ અને વધુ સારી રીતે બને છે. આ રીતે શરીર આખો દિવસ પોષક તત્ત્વોનું સારી રીતે અવશોષણ કરે છે અને તેનો સંપૂર્ણ લાભ ઉઠાવે છે. લીંબુમાં વિટામીન સી નું પ્રમાણ વધારે હોય છે જે શરદીથી રક્ષણ આપે છે.લીંબુમાં રહેલ પોટેશીયમ મગજ અને જ્ઞાનતંતુની વ્યવસ્થા ને સંચાલિત કરે છે તેમજ બ્લડ પ્રેશરને નિયંત્રત કરે છે.

લીંબુ પાણી શરીરથી બીન જરૂરી પદાર્થ બહાર કાઢે છે. તેમજ લીવરને બાઈલ નામનો સ્ત્રાવ ઉત્પન્ન કરવા પ્રેરે છે જે પાચન માટે જરૂરી છે. સારું પાચનતંત્ર એસીડિટી અને કબજીયાતનું પ્રમાણ ઘટાડે છે.  લીંબુ પાણી બ્લડમાંથી ઝેરી તત્વો ખેંચીને ત્વચાને સાફ રહેવામાં મદદ કરે છે. નિશાન પર સીધું લગાડવાથી ધબ્બા ઓછા થાય છે.

લીબું પાણી આમ તો આપણી સ્કિન માટે પણ ખુબ જ ફાયદા કારક હોય છે,લીબું પાણીનું સેવન કરવાથી ત્વાચા ચતમકી ઉઠે છે,ચહેરા પરના ડાધ પણ દુર થઈ જાય છે,ઘણા કિસ્સામાં તો ચહેરા પર પડતી કરચલીઓને મટાડી શકાય છે. શરીરની તાજગી માટે લીંબુ પાણી રામબાણ ઈલાજ સાબિત છે. રોજ સવારે લીંબુ પાણી પીવાથી શરીરમાં તાજગી તો આવે જ છે પરંતુ સાથે સાથે લીંબુ પાણીથી મૂડ પણ સારો બને છે, આ સાથે જ વધતા વજનથી પરેશાન લોકોએ લીંબુ પાણીનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ

ઘણી વખત લોકો ખાવાનું પચાવવા માટે લીંબુ પાણીનું સેવન કરતા હોય છે. કારણકે એસીડ પચાવવામાં મદદરૂપ થાય છે. પણ, પેટમાં એસીડની માત્ર વધી જવાથી પેટ ખરાબ થઈ શકે છે. લીંબુને હમેશા ભોજનમાં મેળવવીને જ ખાવું. લીંબુ પાણી પીવાથી વારંવાર પેશાબ આવે છે, જેનાથી બોડીમાં વારંવાર ડિહાઇડ્રેશન થાઈ છે. એટલા માટે જ જયારે લીંબુ પાણીનુ સેવન કરો ત્યારે, આખા દિવસમાં ખૂબ પાણી પીઓ.

પાચન સમસ્યાથી પરેશાન રહેતા હોવ તો રોજ સવારે ગરમ પાણીમાં લીંબુ અને મધ મેળવીને પીવો. તેને પીવાથી પેટ સાફ રહે છે. તેનાથી ભોજનનું પાચન સરળતાથી થઈ જાય છે. મધમાં રહેલા ગુણથી પેટમાં થતા કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનથી મુક્તિ મળે છે. એસીડીટીની સમસ્યા જો સવાર ના સમયે વધુ રહે છે.તો ગરમ પાણીમાં લીંબુના રસ મિશ્રિત કરી ને પીવા નું ચાલુ કરી દો.થોડા ક જ દિવસ માં આ આયુર્વેદિક દવા ની અસર દેખાશે.

લીંબુના રસમાં થોડું કાળું મીઠું, વાટેલા કાળાં મરીનો ભૂક્કો, જીરું, અજમો ભેળવી એક ગ્લાસ પાણીમાં ભેળવીને લેવાથી ઉબકા આવતા બંધ થાય છે. એક ગ્લાસ થોડા ગરમ પાણીમાં એક ચમચી લીંબુનો રસ અને એક નાનો ટુકડો ગોળ મેળવો. પાણીમાં ગોળ પૂરી રીતે ઓગળી જાય ત્યારે તેને પી જાવ. વજન ઘટાડવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

એક ગ્લાસ ગરમ લીંબુ પીવાથી સવારે કોફી પીવાની ઈચ્છા ઓછી થઇ શકે છે. ગરમ લીંબુ પાણી છાતીમાં ચેપમાંથી મુક્તિ અપાવે છે. અસ્થમા અને એલર્જીવાળા વ્યક્તિઓને પણ મદદરૂપ છે. લીંબુમાં સાઇટ્રસ એસિડ હોય છે, જેનું દાંતમાં વધુ સંપર્ક થવાથી દાંત સંવેદનશીલ બની જાય છે. જો તમારે લીંબુ પાણી પીવું હોય તો તેને હમેશા સ્ટ્રોથી પીઓ. જેથી પાણી દાંતને ન અડે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top