સાંધાના દુખાવા અને મોતિયા નો એકમાત્ર અસરકારક આયુર્વેદિક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

લીલી ડુંગળીનો ઉપયોગ ચાઇનીઝ ફૂડ માં વધારે કરવામાં આવે છે. ફક્ત ચાઇનીઝ ફૂડ માં જ નહિ આપણા ભારતીય વ્યંજનો માં પણ તેનો ઉપયોગ થાય છે. ખાસ કરી ને શિયાળા ની ઋતુ માં. કારણ કે શિયાળા માં તે જલ્દી થી મળી રહે છે. લીલી ડુંગળી બાઝાર માં મળતી સાદી ડુંગળી નો જ એક પ્રકાર છે. તે નાની નાની સફેદ હોય છે પરંતુ તે લાલ રંગ ની પણ જોવા મળે છે અને કોઈક કોઈ જગ્યા એ પીળા રંગ ની પણ જોવા મળે છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે લીલી ડુંગળી ઘણી ફાયદાકારક છે. તે હૃદયથી જોડાયેલી સમસ્યાઓથી છૂટકારો આપે છે. તે સિવાય તેમા એન્ટી-ઓક્સિડેન્ટ્સ વધારે હોય છે. તે કોલેસ્ટ્રોલના લેવલને ઓછુ કરીને હૃદયના રોગને દૂર રાખવામાં મદદરૂપ થાય છે આથી હાર્ટ-એટેકનું જોખમ ટળે છે.

કાંદાના આવા એન્ટીબેક્ટેરીયલ ગુણને લીધે જ તે પાચનની સમસ્યામાં પણ ઉપયોગી બને છે. લીલી ડુંગળી માં ક્રોમિયમ નું પ્રમાણ વધારે હોય છે. વાળ ખરવાની સમસ્યા હોય તો વાળ પર કાંદાના રસની માલિશ કરી ચોપડવાથી વાળ ખરતા બંધ થાય છે. એટલું જ નહિ ડુંગળી લગાડવાથી ઓછી ઉંમરમાં સફેદ થયેલા વાળ ફરીથી કાળા થાય છે.

વધતી ઉમર સાથે નજર કમજોર થતી જાય છે. જો  એવું થવા દેવા ઈચ્છતા ના હોવ તો આજ થી જ લીલી ડુંગળી ખાવાનું ચાલુ કરી દયો. કારણ કે લીલી ડુંગળી માં આંખોની રોશની તેજ કરતુ વિટામીન એ મળી રહે છે. રોજીંદા ખોરાક માં તમે તેને સલાડ તરીકે ખાવામાં ઉપયોગ કરી શકો છો.

મુત્રમાર્ગમાં કોઇ ખામી ને લીધે પેશાબ બંધ થઈ જાય તો બે ચમચી લીલી ડુંગળી અને ઘઉંના લોટને મિશ્ર કરી, એને ગરમ કરી લેપ બનાવી લેવો. ત્યારબાદ આ લેપ પેટ પર લગાવવાથી પેશાબ આવવાનો ફરી શરૂ થઇ જાય છે. કાંદાને પાણીમાં ઉકાળીને એ પાણી પીવાથી પણ પેશાબ સબંધી સમસ્યાઓ દૂર થાય છે. કાંદાના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. કાંદો ચહેરા પરથી કરચલીઓ દૂર કરી ત્વચાને મુલાયમ બનાવે છે.

લીલી ડુંગળી માં એન્ટીઓક્સિડન્ટ વધુ પ્રમાણમાં જોવા મળે છે. લીલી ડુંગળીના નિયમિત ઉપયોગથી ઈમ્યુન સિસ્ટમ મજબુત થાય છે અને ઈમ્યુનીટમાં વધારો થાય છે. લીલી ડુંગળીમાં જોવા મળતા પોષક તત્વો અસ્થમાના દર્દીઓ માટે ખુબજ લાભકારક સિદ્ધ થાય છે. લીલી ડુંગળીમાં વિટામિન સી અને વિટામિન કે હોય છે જે હાડકાંને મજબૂત બનાવી વ્યસ્થિત રીતે કામ કરવામાં મદદ કરે છે.

લીલી ડુંગળી ઘણી સમસ્યાઓ માટે તારણહાર છે. જેમ કે,શરદી થતા લીલી ડુંગળી ખાવાથી ઘણી રાહત થાય છે. સરસવનું તેલ અને ડુંગળીનો રસ એકઠો કરીને દુખતા હાડકા પર માલિશ કરવાથી ગઠિયાના રોગમાં ફરક પડે છે. વળી,કાંદામાં પેક્ટિન નામનું તત્વ હોય છે જે પેટના કેન્સરથી બચાવે છે. કાંદામાં વિટામીન એ,વિટામીન સી અને વિટામીન કે વધારે માત્રામાં હોય છે. મોતિયો,માથાનો દુખાવો કે કાનની પીડામાં પણ લીલી ડુંગળી ઉપયોગી છે.

એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ પ્રોપર્ટીજ લીલી ડુંગળીમાં હોવાથી તે ફ્લૂ , ઇન્ફેકશન અને વાયરસથી શરીરને રક્ષણ આપે છે. લીલી ડુંગળીમાં સલ્ફાઇડ નામનું શક્તિશાળી સલ્ફર કમ્પાઉન્ડ હોય છે જે કોલોન કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે. લીલી ડુંગળીના સેવનથી પેટની બિમારી ઓથી દૂર રહી શકાય છે.  સાથે જ તેમા પેક્ટિન નામના તત્વ હોય છે. જે પેટના કેન્સરના ખતરાથી બચાવે છે.

શરદી અથવા તાવની સમસ્યા હોય તો લીલી ડુંગળી ખાવાથી રાહત મળે છે. સંધિવા માં ડુંગળી ખૂબ ફાયદાકારક છે. સરસવના તેલ અને ડુંગળીના રસથી મસાજ કરવાથી સમસ્યા દૂર થાય છે. આ સિવાય મોતિયા, માથાનો દુખાવો, કાનમાં દુખાવો અને સાપના ડંખ જેવી ઘણી અન્ય સામાન્ય શારીરિક સમસ્યાઓમા પણ ડુંગળી એક દવા તરીકે કામ કરે છે.

હિસ્ટેરિયા ના દર્દી બેભાન થઈ જાય ત્યારે તેને ડુંગળી સુંઘાડવાથી દર્દી તરત ચેતનામાં આવે છે. લીલી ડુંગળીમાં બળતરા વિરોધી અને એન્ટિહિસ્ટેમાઈન ગુણધર્મો પણ છે, તેથી જ તે સંધિવા અને અસ્થમાવાળા દર્દીઓ માટે ફાયદાકારક છે.

લીલી ડુંગળી નો તમે સલાડ માં ઉપયોગ કરી શકો છો, તેનું શાક બનાવી શકો છો, સૂપ, નુડલ્સ, સાલસા માં નાખી ને તમે એનો સ્વાદ વધારી શકો છો. લસણ સાથે ડુંગળી ખાઈ શકો છો, ઓલીવ ઓઈલ સાથે તેનું  સલાડ પણ બનાવી શકાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here