જીવનભર વગર દવાએ ગાળાના ચાંદા, સોજા તેમજ માથા અને દાંતના દુખાવા ગાયબ કરવાનો ઘરેલુ ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લવિંગ એક એવો મસાલો છે, જે ખાવાની અનેક આઈટમોમાં વપરાય છે. જેનાથી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. લવિંગ માત્ર સ્વાદ માટે જ નહિ પરંતુ તે અનેક ઔષધિય ગુણો માટે પણ જાણીતું છે. લવિંગ તમને ઘણી બીમારીઓથી સુરક્ષિત રાખે છે અને તે જ સમયે જો તમે કોઈ રોગોથી પીડિત છો, તો તે તમને આરામ પણ આપે છે.

આયુર્વેદ પ્રમાણે લવિંગ તીખાં અને કડવાં, પચવામાં હલકાં, ભૂખ લગાડનાર, આહાર પચાવનાર, ઠંડાં, લાળગ્રંથિઓને ઉત્તેજિત કરનાર, યકૃત ઉત્તેજક, મુખ દુર્ગંધનાશક, લોહીનું દબાણ વધારનાર, કફ અને પિત્તનાશક તથા નેત્ર માટે હિતકારી છે. તે શરદી, ઉધરસ, ઊલટી, આફરો, લોહી વિકાર, શ્વાસ-દમ, અજીર્ણ, આંચકી વગેરે વિકૃતિઓને મટાડનાર છે. લવિંગમાં સડો દૂર કરવાનો ઉત્તમ ગુણ હોવાથી દાંત, મોં તથા કફની દુર્ગંધ દૂર કરે છે. આજે અમે તમને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં લવિંગનો ઉપયોગ કરીને કઈ રીતે ઝડપથી રાહત મેળવી શકાય તે વિશે જણાવીશું.

લવિંગ નાખેલી ચા વાળને ખુબ ફાયદો થાય છે. લવિંગ વાળી ચા ને વાળ કાળા કરવા અને શેમ્પુ કર્યા પછી લગાવવો જોઈએ. તેને ઠંડો કર્યા પછી જ તેનો વાળમાં ઉપયોગ કરવો જોઈએ, તમારા વાળને સુંદર બનાવવામાં તે ખુબ અસરકારક છે. લવિંગથી વાળનું કન્ડીશનર પણ બનાવી શકાય છે. જો તમારા વાળ જલ્દી જલ્દી વિખાઈ જાય છે તો લવિંગમાંથી બનેલું કંડીશનર ખુબ અસરકારક છે.

રાત્રે ઊંઘવાથી પહેલા લવિંગ નું સેવન કરી લેવામાં આવે તો પેટ સંબંધિત બધી પરેશાનીઓ ને દુર કરવામાં આવી શકે છે. એટલું જ નહિ, આ પાચન તંત્ર ને પણ મજબુત બનાવવાનું કામ કરે છે. તેના માટે તમારે લવિંગ ને તવા પર શેકીને તેનો એક પાવડર બનાવવો પડશે. હવે દરરોજ રાત્રે ઊંઘવાથી પહેલા અડધી ચમચી લવિંગ ના પાવડર ને પાણી ની સાથે પી લો. કેટલાક જ દિવસો માં તમે દેખશો કે પેટ સંબંધી સમસ્યાઓ દુર થવા લાગી છે.

સિગરેટ પીવાથી કોઈ વાર ફેફસાં ની નળી જામ થઇ જાય છે. જેનાથી શ્વાસ લેવામાં તકલિફ થાય છે. આ સમસ્યા થી બચવા માટે રોજ ના ત્રણ થી ચાર લવિંગ ખાવા. એનાથી ફેફસાં મજબૂત થાય છે.જે લોકો ને હંમેશા ઠંડી લાગે છે અથવા જલ્દી શરદી લાગે છે, એમને દિવસ માં બે થી ત્રણ લવિંગ ખાવા જોઈએ. આ શરીર ને ગરમ રાખવામાં મદદ કરે છે. જો તમને વાગ્યું છે અને જલ્દી ઠીક ના થઇ રહ્યુ હોય તો લવિંગ ખાવા જોઈએ આ રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે. સાથે ઘાવ ને જલ્દી ભરવાંમાં મદદ કરે છે.

લવિંગનો ઉપયોગ ચહેરાની સુંદરતા વધારવા માટે પણ કરી શકાય છે. જો ચેહરા માં કોઈપણ પ્રકારના ડાઘ-ધબ્બા અથવા તો ડાક સર્કલ હોય તો તેને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે લવિંગના પાઉડરનો ફેસપેક તરીકે ઉપયોગ કરી શકો છો. લવિંગના પાવડર ની અંદર થોડો ચણાનો લોટ ઉમેરી ત્યારબાદ તેને ચહેરા પર લગાવી લો આમ કરવાથી ચહેરા ઉપરની દરેક સમસ્યાઓમાંથી રાહત મળે છે.

લવિંગનો ઉકાળો પેટની તકલીફોમાં ઘણો ફાયદો કરે છે. ઉકાળો બનાવવા માટે આશરે ૨૦ નંગ લવિંગને બે ગ્લાસ પાણીમાં ઉકાળવાં. ઉકળતાં એક કપ પાણી બાકી રહે એટલે ગાળી, ઠંડું પાડીને પી જવું. સવાર-સાંજ ઉકાળો તાજો બનાવીને પીવાથી અગ્નિમાંદ્ય, પેટનો ગેસ, ચૂંક, અજીર્ણ વગેરેમાં થાય છે.

લવિંગ, એલચી, તજ, નાગકેસર, કપૂર, જાયફળ, શાહજીરૂ, વાળો, સૂંઠ, કાળું અગર, વાંસકપૂર, જટામાંસી, નીલકમળ, પીપર, ચંદન, ચણકબાબ, તગર આ દરેક ઔષધ વીસ-વીસ ગ્રામ અને સાકર બસો ગ્રામ લઈ બારીક ચુર્ણ કરવું. એને લવીંગાદી ચુર્ણ કહે છે. એક ચમચી ચુર્ણ બે ચમચી મધમાં સવાર-સાંજ લેવાથી કફના રોગો, ખાંસી, હેડકી, ગળાના રોગો, શરદી, છીંકો વગેરે મટે છે. ઘી સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે.

માથાનો દુખાવો ઠીક કરવામાં પણ લવિંગ મદદ કરે છે. આ માટે જ્યારે પણ માથાનો દુખાવો થાય તો પેન કિલરને બદલે એક બે લવિંગ હુંફાળા પાણી સાથે લો. થોડી જ વારમાં રાહત મળશે.લવિંગ મોઢામાં રાખી ચુસવાથી સગર્ભાની ઉલટી, ઉબકા શાંત થાય છે. લવિંગનું ચુર્ણ મધમાં મિક્ષ કરી ચટાડવાથી પણ સગર્ભાની ઉલટીઓ શાંત થાય છે.

એકાદ–બે લવિંગ મોંમાં રાખવાથી મોંમાં લાળ અને હોજરીમાં પાચક રસોનો સ્રાવ થાય છે. પાતળા ઝાડા થતા હોય તો લવિંગ નાખી ઉકાળી ઠંડુ કરેલ પાણી પીવાથી લાભ થાય છે. લવિંગ અને હળદર પીસીને લગાવવાથી નાકના મસા મટી જાય છે. મરડો, ઝાડા, આફરો, ઉદરશૂળ, દમ-શ્વાસનો હુમલો વગેરે પણ લવિંગથી મટે છે. ભોજન જમ્યા પછી ૧-૧ લવિંગ સવાર-સાંજ ખાવાથી એસિડિટી સારી થઈ જાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top