કોઈપણ પ્રકારના ખર્ચ વગર માથાથી લઈ પગ સુધીના દરેક દુખાવા, શરદી-તાવ જેવા 100થી વધુ રોગોનું જબરજસ્ત ઔષધ , માત્ર આ રીતે કરો ઉપયોગ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજે આપ સમક્ષ ઘર ઘરમાં રસોઈમાં વપરાતું મસાલેદાર લસણના ફાયદા વિષે માહિતી આપીશું. આપ સો જાણો છો કે પ્રાચિનકાળથી ભારતમાં લસણનો ખાવામાં ભરપૂર ઉપયોગ થતો આવ્યો છે અને ઔષધી તરીકે પણ વપરાતું આવ્યું છે. લસણ એક એવી વસ્તુ છે ભોજનમાં સ્વાદનો તડકો લગાડી દે છે.

શિયાળા માં મળતું લીલા લસણનું શાક બનાવીને ખવાય છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લસણ ની લાલ મરચા સાથે ની ચટણી ખુબજ સ્વાદિષ્ટ લાગે છે અને સ્વાસ્થ્ય માટે સારી છે. સામાન્ય રીતે જે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ  નબળી હોય તેવા વ્યક્તિઓને જલ્દીથી શરદી ઉધરસની સમસ્યાઓ થતી હોય છે તો આ સમસ્યા ના નિરાકરણ માટે આપણે લસણ કે જેની અંદર એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટિસેપ્ટિક ગુણ રહેલ છે તેમજ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે તેનું સેવન કરવું જોઈએ.

આ સિવાય લસણની અંદર એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટીરિયલ એન્ટી ફંગલ ગુણો રહેલા છે જે લસણને ખૂબ જ ફાયદાકારક ઔષધી બનાવે છે અને તે આપણને શરદી ઉધરસ થતાં બચાવે છે. નાના બાળકોને બે ત્રણ લસણની કળી ફોલી દોરામાં પરોવી ગળામાં પહેરવાથી કફ ની સમસ્યા દૂર થાય છે અને શરદી મટી જાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે વાઈટ બ્લડ સેલ એ આપણા શરીરની અંદર એક રક્ષકનું કામ કરે છે ત્યારે લસણ એ આપણા શરીરની અંદર રહેલ વાઇટ બ્લડ સેલ ને વધારવામાં લસણ ફાયદાકારક છે અને તે આપણા શરીરની અંદર ફ્રી રેડિકલ્સ ના પ્રભાવને પણ ઓછું કરવામાં મદદ કરે છે.જે વ્યક્તિઓને હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ વધી જવાની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ શિયાળામાં નિયમિત લસણનું સેવન કરવું જોઈએ,

લસણ ની અંદર રહેલ એલિસિન જે એન્ટી ઓક્સીડંટ છે શિયાળાની અંદર ઘણી બધી વ્યક્તિઓને સાંધાના દુખાવાની સમસ્યા થતી હોય છે જો તમે લસણનું સેવન કરો છો તો તમારા શરીરની અંદર બ્લડ સરકયુલેશન સારુ થાય છે અને તેની અંદર રહેલ કાર્બોહાઈડ્રેડ જે આપણા શરીરને જરૂરી એવી ઊર્જા પૂરી પાડે છે

તેમજ જો તમે રોજ બેથી ત્રણ લસણની કણીનું સેવન કરો છો તો તમને સંધિવામા ફાયદો થાય છે તેમજ તમારા હાડકા મજબુત કરવામાં પણ મદદરૂપ થાય છે.લસણ કેલ્શિયમ, પોટેશિયમ, અને ફોસ્ફરસ જેવા ઉત્તમ ખનીજ તત્વો ધરાવે છે. તેમાં આયોડીન અને અલ્ક્લીનો પણ અંશ હોય છે.  વિટામીન-બી, સી,તથા થોડા પ્રમાણ માં વિટામીન-એ પણ હોય છે.

લાંબા સમય સુધી રોગ રહેવાથી કે વૃદ્ધાવસ્થાની શારીરિક નબળાઈ ના લીધે કામ કરવાની શક્તિ મંદ થઇ ગઈ હોય ત્યારે શિયાળાની ઋતુ માં લસણ કે લસણપાક નું સેવન કરાય તો શરીર બળવાન, નીરોગી અને તેજસ્વી બને છે.લસણ નું એન્ટીસેપ્ટિક તત્વ જંતુઓનો નાશ કરે છે, તેથી લસણ ખાવાથી શ્વાસનળી તથા ફેફસાના રોગ અને ક્ષય જેવા રોગો મટે છે. લસણ માં રહેલું એલાયલ દ્રવ્ય શ્વાસનળી માં કફ ને છૂટો પાડી સરળતા થી બહાર કાઢે છે.

લસણ વાત્ત, પિત્ત અને કફ થી ઉત્પન્ન થતા મોટા ભાગ ના રોગો ને મટાડે છે. પોષક તત્વો ની ખામી ને લીધે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઇ ગઈ હોય તેમના માટે લસણ નો ઉપયોગ અત્યંત હિતકારી છે.લસણ ની કડીઓ તેલ માં કકડાવીને એ તેલ ના ટીપાં કાન માં નાખવાથી કાન ના સણકા મટે છે તેમજ કાન પાકતો હોય તો પણ તેમાં ફાયદો કરે છે.

કાળી ખાસી(હૂપીંગ કફ) થઇ હોય તો લસણ ની કડીઓને બારીક પીસી, કપડા પર પાથરી, પગના તળીયે તેલ ચોપડી, તેનો પાટો બાંધવાથી અને સવાર સાંજ પાટો બદલતા રહેવાથી જલ્દીથી મટી જાય છે.જો લસણ ની કડીઓ વાટી તેનો રસ ત્રણ દિવસ દાદર પર ચોપડવાથી દાદર મટે છે.

લસણ, હળદર અને ગોળ ને મેળવીને વાગેલા મૂઢ માર પર લેપ કરવાથી ફાયદો થાય છે.ફુદીનો, જીરું, મરી, ધાણા, લસણ અને સિંધા નમક ને ભેગું કરી ચટણી બનાવીને ખાવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે.લસણ ને ખુબ લસોટી, મલમ જેવું કરી, કપડા પર લગાડી, પટ્ટી બનાવીને કંઠમાળ જેવી ગળા ની ગાંઠો પર ચોટાળતા રાખવાથી ગળાની અસાધ્ય લાગતી ગાંઠો મટે છે.

લસણ ની કડીઓ વાટી, તેની લુગદી બનાવીને ખરજવા પર મુકવાથી ભીંગડા પોચા પડી ઉખડી જાય છે, તથા ચામડી લાલ થાય છે, પછી તેના પર બીજો સાદો મલમ ચોપડવાથી ખરજવામાં ફાયદો થાય છે.આધાશીશી ની તકલીફ માં લસણ ની કડીઓને પીસીને કાનપટ્ટી પર લેપ કરવાથી તાત્કાલિક રાહત મળે છે.લસણ, મધ, લાખ, અને સાકરને ચટણી માફક પીસી, ઘીમાં મેળવી, રોજ ખાવાથી ભાંગેલું કે ઉતરી ગયેલું હાડકું સંધાય છે.,

કોલેરા માટે લસણ બહુજ ઉપયોગી છે. બી વગરના લાલ મરચા, કાચી હિંગ, કપૂર અને લસણ આ બધા ને સરખા ભાગે મેળવી થોડા પાણીમાં પીસી નાની નાની ગોળીઓ બનાવી ને અડધા અડધા કલાકે એક ગોળી આપવાથી પ્રબળ વેગ વારો કોલેરા મટી જાય છે.

જીરું, સિંધા નમક, હિંગ, સુંઠ, મરી, પીપરીમૂળ અને લસણ સરખે ભાગે લઇ તેનું ચૂર્ણ બનાવવું. પછી એ ચૂર્ણ ને લીંબૂ ના રસ માં ઘૂંટી, નાની ગોળીઓ બનાવવી જરૂર પ્રમાણે એકથી બે ગોળીઓનું સેવન કરવાથી કોલેરા, મટે છે, પાચનશક્તિ સતેજ થાય છે અને સર્વ પ્રકાર ના વાયુરોગ નાશ પામે છે.

૧૦ ગ્રામ જેટલું લસણ લઇ તેમાં હિંગ, જીરું, સિંધા નમક, સંચળ, સુંઠ, મરી, અને પીપરીમૂળ નું ચૂર્ણ નાખી પીસીને નાની નાની ગોળીઓ બનાવી ખાવાથી અને ઉપર એરંડમૂળ નો ઉકાળો પીવાથી કમરનો દુખાવો, કુખનો દુખાવો, પેટનો વાયુ, તથા સંધી વા વગેર જેવા તમામ પ્રકાર ના વાયુરોગ મટી જાય છે.લસણની કળી ને ગાયના ઘી માં તળીને રોજ ભોજન પહેલા ખાવાથી આમવાત મટે છે.પીપરીમૂળ, હરડે અને લસણ ત્રણે સરખે ભાગે લઇ ને ખાવથી અને ઉપર એક ઘુટડો ગાયનું મૂત્ર પીવાથી બરોળ વૃદ્ધિ મટે છે.

લસણ ની કડીઓ એક ભાગ, સિંધા નમક ચોથો ભાગ, ઘીમાં સેકેલી હિંગ ચોથો ભાગ, અને આદું નો રસ દોઢ ગણો મેળવીને તેનું સેવન કરવાથી ઉદરરોગ નો નાશ થાય છે, પેટની વધેલી ચરબી ઓછી થાય છે અને દસ્ત પણ સાફ આવે છે.લસણ અને તુલસીનો રસ લઇ તેમાં સુઠનું ચૂર્ણ અને મરી નું ચૂર્ણ મેળવી ગાયના દૂધ સાથે સવાર સાંજ પીવાથી શરદીમાં આશ્ચર્યજનક ફાયદો થાય છે.

અરડુસી ના પાન નો રસ અને લસણ નો રસ ગાયના ઘી અને ગરમ દૂધમાં મિલાવીને પીવાથી ક્ષય રોગ મટે છે.લસણ નો રસ એક તોલા, વાવડીંગનુ ચૂર્ણ, આદુનો રસ અને સિંધા નમક લઇ આ બધી વસ્તુ ને ભેગી કરીને એક મહીના સુધી ગરમ પાણી સાથે પીવાથી શરદી, દમ અને શ્વાસના રોગીઓને ફાયદો થાય છે.

લસણ ને વધારે માત્રા માં લેવાથી હોજરી અને આતરડા માં નુકસાન થઇ શકે છે.લસણ અને દૂધ ને એકીસાથે ક્યારેય ખાવું જોઈએ નહિ.અતિસારના રોગીઓએ અને સગર્ભા સ્ત્રીઓએ લસણ નું સેવન કરવું જોઈએ નહિ.કોઈપણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ડોક્ટરની સલાહ અચૂક લેવી.

ઘરમાં લસણનો ઉપયોગ જોયો જ હશે. પરંતુ શું તમે જાણો છો કે લસણ જ નહીં, તેની છાલ તમારા સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેને જાળવવામાં પણ મદદ કરી શકે છે. લસણની છાલ, જેને ઘણીવાર નકામું માનવામાં આવે છે અને કચરામાં ફેંકી દેવામાં આવે છે,

જો લસણની છાલનો ઉપયોગ સૂપ, શેરો અને શાકભાજીમાં કરવામાં આવે છે, તો તે ખોરાકને વધારાનું પોષણ આપે છે. તે ખોરાકમાં સ્વાદ પણ વધારે છે.લસણમાં એન્ટિફંગલ ગુણધર્મો જોવા મળે છે. જેના કારણે ત્વચાની ખંજવાળની ​​સમસ્યા ઓછી થાય છે. રાહત મેળવવા માટે, શરીરના અમુક  ખુલ્લા ભાગ પર લસણના પાણીનો ઉપયોગ કરો.

જો લસણની છાલ પાણીમાં ઉકાળીને વાળમાં વાપરવામાં આવે તો તે વાળને લગતી સમસ્યાઓ દૂર કરે છે.લસણની છાલ પીસીને મધ સાથે મેળવી લેવાથી દમના દર્દીઓને સવાર-સાંજ ફાયદો થાય છે.પગમાં સોજો આવે ત્યારે લસણની છાલને પાણીમાં ઉકાળો. તમારા પગને આ પાણીમાં થોડો સમય પલાળો.

લસણની છાલની પેસ્ટ બનાવો અને તેમાં લીંબુનો રસ મિક્ષ કરીને વાળના મૂળમાં લગાવો. થોડા દિવસોમાં વાળમાં પડેલી જૂઓથી છૂટકારો મળશે.લસણમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ ગુણથી પિમ્પલ્સની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

પાણીમાં લસણની છાલ નાખો અને ઉકાળો. આ પાણીને નવશેકું વાળથી ધોઈ લો, વાળને લગતી બધી સમસ્યાઓ દૂર કરવામાં તમને ફાયદો મળશે.લસણની છાલનો ભૂકો કરીને અથવા તેમને પાણીમાં ઉકાળો. તેમને લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવાથી તેના પોષક તત્વો ઓછા થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top