સંજીવની સમાન આ ભાજી હાડકાની નબળાઈ, કેન્સર,પેશાબની બળતરાને જીવો ત્યાં સુધી નહીં આવવા દે નજીક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણે જોયું કે શિયાળા માં મળતાં કેટલાક ખાદ્યપદાર્થો નું સેવન આખા વર્ષ ના સ્વાસ્થ્ય માટે જવાબદાર હોય છે. તેથી શિયાળામાં ભાજી ખવાથી શરીર તંદુરસ્ત રહે છે. મેથી, પાલક, તાંદળજો, સુવા વગેરે તેમાંના મોટા ભાગની પસંદીદાર શાકભાજી છે. ચાલો, આ લીલી  વેજિટેબલ્સ-લીલી ભાજીઓમાં શું વિવિધતા છે તે જોઈએ. લીલી  ભાજીઓ વજનના વધારા  કે  ઘટાડા  માટે બહુ જ ઉપયોગી મનાય છે. કેમ કે તે કેટલીક લો કેલરી ધરાવે છે.

ઓછી ફેટ , ડાયેટરી ફાઇબર વધારે અને ભરપૂર પ્રમાણમાં ફોલિક એસિડ, વિટામીન સી, પોટેશિયમ અને મેગ્નેશિયમ વગેરે હોવાના કારણે કેન્સરનું અને હાર્ટ ડિસિઝનું જોખમ ઘટાડવામાં તે બહુ જ મદદરૂપ સાબિત થાઈ છે. પાલકમાં ઘણું બધું ફોલેટ રહેલું હોય છે.  જે લાલ લોહીના ઉત્પાદનમાં વધારો કરે છે. કીડ્ઝ કાર્ટૂનમાં પોપાઇની લીલી ભાજી તરીકે પાલકની પસંદગી કરવામાં આવે છે.  જેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન એ , વિટામીન કે સારા પ્રમાણમાં જોવા મળે છે.

મેથીના દાણા ખૂબ જ પ્રાચીન મસાલો છે.  જેનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં સ્વાદ માટે થાય છે. એનાં પાંદડા સ્વાદમાં કડવાં હોય છે,  પણ જ્યારે કોઈ પણ રેસીપીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનો ચોક્કસપણે સારો એવો ટેસ્ટ આવે છે. જો આ પાંદડાવાળા શાકભાજી ખાતાં હોવ તો પૂરતા પ્રમાણમાં પાણી પીવાની જરૂરપણ પડે છે, કેમકે આ પાંદડામાં ઘણા અન-હાઇજિનિક કંપાઉંડ છે જેને શરીરમાંથી બહાર કાઢવાની જરૂર છે. તેથી શિયાળાની મોસમમાં તમારા શરીરની જરૂરિયાત મુજબ પાણી પીવું જરૂરી છે . તે ખૂબ જ લાભદાયક હોય છે.

મેથી તીખી, ઉષ્ણ ,વાતનાશક, પિત્તવર્ધક, દીપન, લઘુ, રસકાળે કડવી, રુક્ષ, મલાવષ્‍ટંભક અને બલ્ય છે. તે જવર, અરુચિ, ઊલટી, ઉધરસ, વાયુ, કફ, અર્શ, કૃમિ તથા ક્ષય વગેરે રોગો મટાડે છે. મેથી પેટની તકલીફોનું ઉત્તમ ઔષધ મનાય છે. વાયુ, મોળ, ઊબકા, આફરો, ખાટા ઘચરકા, વધારે પડતા ઓડકાર, પેટમાં ઝીણી ચૂંક, પાતળા  ઝાડા  એ બધા ઉપદ્રવમા મેથી ની ભાજી ઉત્તમ માનવામાં આવી  છે.

મેથી ની ભાજી માં ફાયબર હોવાથી તે ખાવાથી તમને  લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી. જેનાથી વજન કંટ્રોલમાં રહે છે. ગરમીમાં લૂ લાગે ત્યારે મેથીની સૂકવેલી ભાજીને ઠંડાં પાણીમાં પલાળીને રાખવી. સારી રીતે પલળી જાય ત્યારે મસળીને, ગાળીને તે પાણી પીવાથી લાભ થાય છે.

પાલક શરીર ને તંદુરસ્ત રાખવા માટે ખુબજ મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો તે પણ અટકાવી શકાય છે. .

પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક માનવા માં આવે છે. પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક મનાય છે. પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. એટલે વિદ્યાર્થીઓ માટે પણ તે લાભદાયક માનવામાં આવે છે.

પાલકમાં રહેલું ફ્લેવોનોઈડ્સ ‘એન્ટિ ઓકિસ્ડેન્ટ’ શરીરમાં રખડતો કચરો દૂર કરનાર રસાયણનું કામ કરે છે. પાચન મજબૂત થતાં અને લોહી શુદ્ધ થતાં રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. પાલક નિયમિત ખાવાથી હૃદયસંબંધી બીમારીઓ પણ દૂર થાય છે. સલાડમાં આનું સેવન કરવાથી પાચનતંત્ર ખૂબ જ મજબૂત બનાવી શકાય છે.

શિયાળા માં દરેક પ્રકાર ની ભાજીઓ ખૂબ જ સસ્તી અને સારી મળે છે.  આ લીલી ભાજીઓ ખૂબ સારા પ્રમાણ માં એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો ધરાવે છે. લોહી ને શુદ્ધ કરવાની સાથોસાથ કોલેસ્ટેરોલ ની માત્રા ઘટાડવામાં મદદરૂપ મને છે.

સરસવ ની ભાજી શિયાળા ની ખાસ પેદાશ , સરસવ ની ભાજી , પહેલાં માત્ર પંજાબ માં ખવાતી જે હવે આખા ભારત માં અને વિદેશ માં પણ ચાઉ થી ખવાય છે. અન્ય ભાજીઓ ની જેમ જ સરસવ ની ભાજી વિટામિન એ, સી અને કે તો ધરાવે જ પણ સાથોસાથ વિટામિન ઈ પણ ધરાવે જે હૃદય ના સ્વાસ્થ્ય માં ખૂબ  જ ઉપયોગી થાઈ છે.

પાતરા ની ભાજી અંગ્રેજી માં જેને કોલોકેશિયા લિવ્ઝ તરીકે ઓળખવામાં આવે છે. એવા સૌથી મોટા પાન ‘પાતરા’ ને આપણે ગુજરાતીઓ  ફરસાણ માં સરસ મજાનો મસાલો કરી ખાતા હોઈએ છીએ. પાતરા ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને મણિપુર માં પણ વધારે પ્રમાણ માં ખાવામાં આવે છે.

સૂવાની ભાજી ખૂબ સારા પ્રમાણ માં વિટામિન સી અને મેગ્નેશિયમ ધરાવે જે પાચનતંત્ર માટે અનિવાર્ય છે. આ ઉપરાંત તુરો સ્વાદ અને વિશિષ્ટ સુગંધ ધરાવતી આ ભાજી તેના એન્ટી ઓક્સિડન્ટ સ્વભાવ ને લીધે કેન્સર જેવા રોગ ના ઈલાજ માં ખૂબ મદદરૂપ બની શકે છે .

રેગ્યુલર મેથીની ભાજી ખાવાથી બ્લડ કોલેસ્ટ્રોલ અને લિપિડ લેવલ ઘટાડવામાં મદદ મળે છે. તેનાથી હાર્ટ ડિસીઝનો ખતરો પણ ઘટે છે. શિયાળામાં રોજ મેથીની ભાજી ખાવી જોઈએ. તેનાથી બ્લડ ક્લોટની સમસ્યા પણ દૂર કરી શકાય છે.

લુણી એને સંસ્કૃતમાં લેણીકા કહે છે. એની નાની અને મોટી એવી બે જાતો થાય છે. મોટી લુણીનાં પાન જરા ગોળ રતાશ પડતાં લીલાં તથા જાડાં-દળદાર હોય છે. ફુલ સફેદ તથા બીજ નાનાં અને પીળાશ પડતાં હોય છે. લુણી ઠંડી અને સોજા ઉતારનાર છે. તે રક્તશુદ્ધી કરનાર, મુત્રપીંડ-કીડની અને મુત્રાશયના રોગોમાં ભાજી અને બીજ બંને વપરાય છે. તે લાભદાયક પણ છે.

ગરમીમાં લૂ લાગે ત્યારે મેથીની સૂકવેલી ભાજીને ઠંડાં પાણીમાં પલાળીને રાખવી. સારી રીતે પલળી જાય ત્યારે મસળીને, ગાળીને તે પાણી પીવાથી લાભ થાય છે.તમને કોઈ વધારે બીમારી હોય તો કોઈ પણ ઘરગથ્થું ઉપચાર કરતાં પેલા વૈધ કે ડોક્ટર ની સલાહ જરૂર થી લેવી જોઈએ.

સરસવ અથવા રાયડાની આ લીલી ભાજી શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ કરે છે અને કેન્સર વિકસાવવાની તકોમાં ઘટાડો કરે છે. તે કોલેસ્ટરોલને ઘટાડીને હૃદયની તંદુરસ્તીને પ્રોત્સાહન આપે છે. અને તેમ વિટામિન એ , વિટામીન સી અને મેગ્નેશિયમનો પણ એક  ગ્રેટ સૉર્સ છે, જે બ્લડપ્રેશરનું નિયંત્રણ કરવામાં મદદ કરે છે. અને બ્લડપ્રેશર નિયંત્રિત રાખવા માં મદદરૂપ થાઈ છે.

બથુઆ ની ભાજી મોટેભાગે રાજસ્થાન અને હિમાચલ માં વપરાતી જોવા મળે છે. આ ભાજી હવે ગુજરાતમાં પણ છૂટ થી જોવા મળે છે. બથુઆ ની ભાજી બીજી લીલી ભાજીમાં જોવા ન મળે તેવું એમિનો એસિડ ધરાવે છે જે ડોક્ટર ની સલાહ પ્રમાણે લિવર ના રોગો ની સારવારમાં કરવામાં મદદરૂપ છે. પાલક, મેથી, મૂળા જેવી વગેરે ભાજી શરીર માટે લાભદાયક અને શરીર ને રોગ થી દૂર રાખવા માટે ઉપયોગી માનવામાં આવે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top