કોઈપણ પ્રકારના મોંઘા પાવડર વગર કપડાં પરના ડાઘ માત્ર 5 મિનિટમાં દૂર કરી દેશે આ 100% અસરકારક ઘરેલુ ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

દરેક લોકો પોતાના જીવનમાં સ્ટાઇલિશ કપડાં પહેરીને સુંદર દેખાવા માંગતા હોય છે. જો તમારા કપડા સારા હોય તો લોકો ખૂબ આદર આપે છે પરંતુ જો તમે કપડાં ફાટેલા પહેરીને જાવ તો તમને કોઈ બોલાવતું પણ નથી. કપડાં પર જો કોઈ ડાઘ પડી જાય તો તેને દૂર કરવા માટે ઘરની સ્ત્રીઓ ઘણી મહેનત કરતી હોય છે.

ડાઘ દૂર કરવા માટે મહિલાઓ કેમિકલ યુક્ત પાવડરનો ઉપયોગ કરીને કપડાંના કાપડને ખરાબ કરે છે. ડાઘ વાળા કપડા પહેરવા થી સામે વાળા વ્યક્તિ ના મન મા ખરાબ છાપ ઊભી થાય છે. કપડા ના ડાઘ કાઢવા અલગ-અલગ પ્રયોગ કરાય છે. પણ જો ડાઘ ન જાય તો તેને વારંવાર ધોવા થી તેના દોરા નબળા પડે છે તેમજ કલર ઊડી જાય છે.

જો કપડા પર ડાઘ લાગ્યો હોય તો તે દુર કરવા અને કલર બચાવવા ઘરગથ્થુ ઉપચાર કરી શકાય છે. કપડા ના ડાઘ કાઢવાના ઉપાયો. જો ડાઘ સામાન્ય હોય તો તેને નવશેકા પાણી થી પણ કાઢી શકાય છે. આખી રાત એક પાત્રમા ગરમ પાણીમા આ ડાઘ લાગેલ કપડા ને બોળી રાખવુ પછી હળવા હાથે બ્રશ ની મદદ થી ઘસવું.

બેબી પાવડર તથા ટેલ્કમ પાવડરની મદદથી પણ તમેં તેલના ડાઘને દૂર કરી શકો છો. જ્યાં તેલ લાગી ગયું છે તે જગ્યા પર વધારે પાવડર લગાવો. અને ડાઘને પાવડરથી બરાબર રીતે કવર કરી દો હવે તેલ પાવડરને શોષવાનું શરૂ કરી દેશે. આ પાવડર ને અડધી કલાક ડાઘ પર રહેવા દઈ બ્રશ ની સહાયતા થી દુર કરો.

ફળના ડાઘ દૂર કરવા ડાઘવાળા સ્થાન પર પેટ્રોલ લગાવો. જેનાથી 10 મીનિટમાં જ તમને રિઝલ્ટ મળી જશે. જો કપડા પર નેલપોલીસના ડાઘ પડ્યા હોય તો એને નેઇલ રિમૂવરથી સાફ કરો. જો નેઇલ રિમૂવરથી પણ ડાઘ ન જાય તો આલ્કોહોલથી સાફ કરો.

તેલનો ડાઘ પડ્યો હોય ત્યારે જો તમારી પાસે પેપર નેપકિન હોય તો તેને ડાઘ પર દબાવી રાખો. આ સિવાય ડાઘ પર બેબી પાવડર કે મીઠું નાખીને ડાઘને ઢાંકી દો. હવે જો પાઉડર ડાઘ પર ચોંટી ગયો તેને ચમચીથી ઉખાડી લો. પછી તેના પર ડિશ વોશિંગ ડિટર્જન્ટ અને પાણી લગાવો પછી ટૂથ બ્રશથી ડાઘ પર ફેરવતા રહો. ધ્યાન રાખો ટૂથ બ્રશ કાપડની બન્ને બાજુએ ઘસવાનું છે. હવે સમાન્ય પાણીથી આ ડાઘને ધોઈ નાખો અને કપડું સૂકવવા મૂકી દો.

લીંબૂનો રસ દરેક રીતના ડાઘ દૂર કરવા માટે અસરકારક છે. ડાઘ પર લીંબૂનો રસ નિચોવી એને થોડીવાર માટે તડકામાં રાખી દો. ત્યારબાદ ડાઘ સરળતાથી નિકળી જશે. કપડાં પર લાગેલ હોળીના કલરને દૂર કરવા માટે વાસણના સાબુની મદદથી ધોવો. અને થોડીવાર તેને તેમનું તેમ રાખી મૂકો. થોડી વાર પછી પાણી વડે કપડાંને સાફ કરી લો. આનાથી  બધો રંગ દૂર થઈ જશે.

જો કપડા પર કેચઅપનો ડાઘ પડ્યો હોય તો પણ ગભરાવાની જરુર નથી.પાણીમાં અડધી ચમચી ડિશ વોશ ડિજરજન્ટ અને 1 ચમચી વિનેગર નાખો. આ પાણીમાં ડાઘ પડેલું કપડું બોળો અને 30 મિનિટ સુધી રહેવા દો. પછી તેને પાણીમાંથી બહાર કાઢો અને હૂંફાળા પાણીથી ધોઈ નાખો.

મહેંદીના ડાઘને દૂર કરવા ડાઘાવાળા ભાગને ગરમ દૂધમાં ચાર-પાંચ કલાક ભીંજવી દો. પછી તેને બ્રશથી રગડી સાબુ લગાવો અને ઠંડા પાણીથી સાફ કરી દો. ચાના ડાઘ પર રાત્રે ગ્લીસરિન લગાવીને રહેવા દો. સવારે પાણીથી ધોઈ નાંખો. ખાવાના સોડા નો પ્રયોગ તેલ ના ડાઘ દૂર કરવા થાય છે. થોડા પાણીમાં આ સોડા નાખી એક પેસ્ટ બનાવી ડાઘ પર લગાવવી અને સુકાય ગયા બાદ તેને વોશ કરી લેવા.

શર્ટના કોલર વધારે મેલા થઈ ગયા હોય, તો શર્ટ ધોતાં પહેલાં એના કોલર પર થોડું શેમ્પૂ લગાવો આવું કરવાથી મેલ અને ચીકાશ જલ્દી સાફ થઈ જાય છે. કપડાં પરથી પરસેવાના ડાઘ દૂર કરવા માટે એને ધોતી વખતે પાણીમાં બે-ત્રણ એસ્પિરિનની ગોળીઓ નાખી દો. એનાથી પરસેવાના ડાઘ તરત જ દૂર થઈ જશે.

દાંત સાફ કરવા વપરાતી કોલગેટથી પણ પરસેવાના ડાઘ સરળતાથી દૂર કરી શકાય છે. પહેલા તો જ્યા ડાઘ હોય તે કપડા પર ટૂથપેસ્ટ લગાવવી અને સુકાયા બાદ તેને સાફ કરી લેવી. આ ઉપરાંત નેલ પોલિસ ને દુર કરવા વપરાતા દ્રવ્ય થી પણ આ ડાઘ દૂર થાય છે. ડાઘ વાળી જગ્યા પર થોડું આ દ્રવ્ય લગાવી ઘસ્યા બાદ પાણીથી ધોઈ લેવું.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here