તમે પાણી કરી રહ્યા છો બાટલી કે કોથળીના દૂધનું સેવન, તો થઈ જજો સાવધાન થઈ શકે છે પાચન, કેન્સર અને લિવરના ગંભીર રોગો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દૂધ પીવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા તો લગભગ બધાને ખબર હોય છે. આયુર્વેદમાં દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવ્યો છે. દૂધમાં રહેલા મિનરલ્સ અને વિટામીન ફાયદાકારક સાબિત થાય છે. જોકે આયુર્વેદ પ્રમાણે દૂધ સાથે અમુક વસ્તુઓનું સેવન હાનિકારક છે.

દૂધ સાથે ખાટી વસ્તુઓનું સેવન નુકસાનકારક છે. મૂળાની વાનગી ખાધા પછી દૂધ પીવું ન જોઈએ. આમ કરવાથી દૂધ ઝેરી થઈ જાય છે અને ત્વચાને લગતા રોગ થવાની સંભાવના વધે છે. દૂધની તાસીર ઠંડી હોય છે તેથી તેને ગરમ વસ્તુ સાથે પીવું ન જોઈએ.

આ રીતે દૂધ પીવાથી સફેદ ડાઘ, ગેસ અને એલર્જીની સમસ્યા થઈ શકે છે. દૂધ સાથે ક્યારેય સંતરા અને અનાનસનું સેવન ન કરવું જોઈએ. લોકો ઘણીવાર દૂધ સાથે કેળાં ખાય છે પણ આ યોગ્ય નથી. કેળું અને દૂધ બંને કફ વધારે છે અને એની અસર પાચનક્રિયા પર થાય છે.

ખરેખર, આજે મોટાભાગના લોકોએ ગાય અથવા ભેંસનું દૂધ પીવાને બદલે પેકેજ્ડ દૂધને (બાટલી, કોથળી નું દૂધ) પ્રાધાન્ય આપી પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી દીધું છે,જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પેકેજ દૂધમાં ઘણીવાર ભેળસેળ થવાની પણ ચર્ચા થઈ છે.

બાટલી, કોથળી નું દૂધ આરોગ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે.ભારતની સંશોધન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંશોધન મુજબ દૂષિત દૂધનો આશરે 10 ટકા ભાગ પેકેજ્ડ દૂધમાં ભળી જાય છે.પેકેજ્ડ દૂધ યુરિયા, વનસ્પતિ તેલ, ગ્લુકોઝ અને એમોનિયમ સલ્ફેટ જેવી વસ્તુઓનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવે છે, આ દૂધના નિયમિત સેવનથી સ્વાસ્થ્યને મોટું નુકસાન થાય છે.

પેકિંગ દૂધ બાળકો માટે જોખમી છે, કારણ કે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઘણી ઓછી હોય છે,વડીલોની તુલનામાં નાના બાળકોને બાટલી, કોથળી નું દૂધનું મહત્તમ નુકસાન સહન કરવું પડી શકે છે. તેના વપરાશથી નાના બાળકોની કિડની, યકૃત અને મગજ પર ખરાબ અસર પડે છે. તેના નિયમિત સેવનના કારણે બાળકો માનસિક વિકારનો શિકાર પણ બની શકે છે.

પેકિંગ દૂધ (બાટલી, કોથળી નું દૂધ) દૂષિત છે, જે કોઈપણ રીતે સ્વાસ્થ્ય માટે સારું નથી. જો દૂધમાં બેક્ટેરિયલ દૂષિતતા હોય, તો પછી તેને પીવાથી આરોગ્યની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે જેમ કે ફૂડ પોઇઝનિંગ, પેટમાં દુખાવો, ઝાડા, આંતરડાની ચેપ, ટાઇફોઇડ, ઉંલટી, જાડા વગેરે.

કેન્સર જેવા ગંભીર રોગો પણ આ બાટલીના દૂધ પીવાથી થઈ શકે છે. સંશોધન અનુસાર જાણવા મળ્યું છે કે પેકેજ્ડ દૂધમાં ઘણી વખત એવા  રસાયણો તત્વ પણ મળી આવ્યા છે, જે શરીરમાં ગંભીર રોગોનું જોખમ પણ વધારી શકે છે.

જો તમે લગભગ 10 વર્ષથી કોથળીના  દૂધનું સેવન કરી રહ્યા છો, તો પછી તમને કેન્સર જેવા ગંભીર રોગ થવાની સંભાવના બીજા લોકો કરતા વધારે હશે.લીવર સોરોસીસ, કોલોન અને કિડનીનું કેન્સર, ક્ષય રોગ, ત્વચાની એલર્જી વગેરે રોગો થઈ શકે છે.

બાટલી અથવા કોથળીના  દૂધનો  ઉપયોગ કરવાથી સ્વાદમાં કોઈ ફેર નહિ પડતો તે સ્વાદિષ્ટ હોય છે પણ સ્વાસ્થ્યની બાબતે તે નુકશાન કર્ક નીવડે છે. સગર્ભા સ્ત્રીઓ અને ગર્ભસ્થ બાળકોને સૌથી વધુ નુકસાન થાય  છે.ઘણીવાર કોથળી ના દૂધને બહાર રહેવા દઈને પછી સીધું તેને ઠંડુ પીવાથી પણ કફ કે પેટમાં દુખાવા થવાની સંભાવના વધી જાય છે. નાના બાળકો માટે પેકિંગ દૂધની ગુણવત્તામાં જે બતાવે તેટલો ફાયદો નથી દેખાતો. પરંતુ બાળકની યાદશક્તિને પણ નુકશાન કરે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top