વગર દવાએ મટે આ દેશી રીતે કોલેસ્ટ્રોલથી 100% જીવનભર છુટકારો, દરેકને ઉપયોગી આ માહિતી શેર કરી અન્ય સુધી પહોંચાડો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બદલાતી જતી જીવનશૈલી ને કારણે રોગનું પ્રમાણ વધતું જાય છે તેમાં પણ કોલેસ્ટ્રોલ અને હૃદયરોગએ સામાન્ય રોગ બનાઈ ગયો છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી હૃદયરોગનો ખતરો વધી જાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાને કારણે શ્વાસની તકલીફ, ચક્કર આવવા, થાક લાગવો, પગ સુન્ન થઈ જવું, વજન વધવું જેવા લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોને ઘટાડવા માટે દવાઓ તેમજ ઘરેલું ઉપચાર અસરકારક હોઈ શકે છે.

આ સાથે જીવનશૈલીમાં ફેરફાર કરવાની સાથે સાથે આહારમાં પણ ફેરફાર કરવાની જરૂર છે. સાથે જ કેટલાક ઘરેલુ ઉપચારથી કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઘટાડી શકો છો. આજે અમે જણાવીશું કોલેસ્ટ્રોલથી છુટકારો મેળવવાનો બેસ્ટ દેશી ઈલાજ, જો આ ઈલાજ નિયમિત કરવામાં આવે તો મોંઘી દવાઓ વગર તેનાથી જીવનભર છુટકારો મેળવી શકાય.

કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટેનો રામબાણ ઈલાજ:

શરીરમાં વધતા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે લસણનું સેવન નિયમિત કરવું. લસણમાં હાજર ગુણધર્મો કોલેસ્ટરોલ લેવલને ઘટાડે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવું હોય તો રોજ સવાર-સાંજ લસણનું સેવન કરો. સવારે જાગીને ભૂખ્યા પેટ ૨-૩ લસણની કાલી પાણી સાથે પીવાથી પણ માત્ર થોડા દિવસમાં કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે.

આયુર્વેદમાં અર્જુનની છાલનું વિશેષ મહત્વ છે. તે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. દરરોજ હુંફાળા પાણીથી અર્જુનની છાલનું સેવન કરવું. અર્જુનની છાલમાંથી બનાવેલું ડેકોક્શન કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

લીંબુ માત્ર વજન ઘટાડવામાં જ અસરકારક નથી, પરંતુ તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ અસરકારક છે. કોલેસ્ટ્રોલ ઘટાડવું હોય તો ખાલી પેટે નિયમિત લીંબુ પાણી પીવું. આ કોલેસ્ટ્રોલનું સ્તર ખૂબ જ ઝડપથી ઘટાડે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે માછલીનું તેલ ખૂબ જ આરોગ્યપ્રદ છે. તેમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. કોલેસ્ટ્રોલ ઓછું કરવું હોય તો માછલીના તેલનું સેવન કરો.

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે મેથીના પાણીનું સેવન કરો. તેમાં રહેલા ગુણ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તેનાથી વજન પણ ઓછું થઈ શકે છે. સાથે જ કોલેસ્ટ્રોલની સમસ્યામાં જોવા મળતા લક્ષણોને પણ ઓછા કરી શકાય છે.

કોલેસ્ટ્રોલ વધે ત્યારે સાદુ મીઠું લેવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. આ સ્થિતિમાં સિંધવ મીઠાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે ત્યારે રોજ સવારે આમળા અને એલોવેરા જ્યુસ પી શકો છો. આનાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે.

પામોલીન તેલ અને નાળિયેર તેલમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે જે એલડીએલ કોલેસ્ટરોલ અને હૃદય રોગનું જોખમ વધારી શકે છે. તેથી તેનું સેવન ના કરવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top