ઘઉ કરતાં 10 ગણું શક્તિશાળી છે આ ધાન, ઉધરસ-ખાંસી, ડાયાબિટીસ માટે તો છે 100% અસરકારક..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કોદરી એક પ્રકારનું ધાન્ય છે. બહુ ઓછા લોકો આ ધાન્યના પોષકગુણો વિશે જાણે છે. કેટલાક લોકો એને મોટો સામો પણ કહે છે, કેમ કે એના દાણા સામાથી થોડાક મોટા અને જુવાર-બાજરીથી થોડાક નાના હોય છે. તેના ઉપયોગથી તે ઘણા પૌષ્ટિક તત્વોની પૂર્તિ કરે છે. તો ચાલો હવે આપણે જાણીએ કોદરીના ફાયદાઓ વિશે.

કોદરી ખુબ જ પૌષ્ટિક છે આ કોદરીને ડાયાબીટીસનો રામબાણ ઈલાજ માનવામાં આવે છે. આ સાથે તે કીડની અને મૂત્રાશયના માટે લાભકારી છે, તે રાસાયણિક ઉર્વરક અને કીટનાશકના પ્રભાવોથી મુક્ત છે, કોદરી હાઈબ્લડપ્રેસરના રોગીઓ માટે પણ રામબાણ ઈલાજ છે.

ખાંસીના ઈલાજમાં કોદરીના બીજને બાળીને રાખ બનાવી લેવી અને તેની 1 થી 2 ગ્રામની માત્રાની રાખમાં મધ ભેળવીને સેવન કરવાથી શ્વાસના રોગ ઠીક થાય છે તેમજ ખાંસીમાં લાભ મળે છે. કોદરીના ભાત બનાવીને દહીં સાથે ખાવાથી પેટના દર્દ ઠીક થાય છે. કોદરીની ખીર બનાવીને ખવરાવવાથી પેટના દર્દમાં લાભ થાય છે.

હરસમસા ખુબ જ દર્દ આપનારો રોગ છે અને યોગ્ય સમયમાં તેનો ઈલાજ ન કરવામાં આવે તો ઓપરેશન કરવાની પણ જરૂર પડે છે. પરંતું જો કોદરીનું ભાત બનાવીને તેને કોઈ પ્રકારના જ્યુસમાં ભેળવીને હરસમસાના રોગીઓને દરરોજ ખવરાવવામાં આવે તો તેને તેની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

ડાયાબીટીસ વધી જવાના ડરથી અનાજ કે ચોખાનું પણ સેવન કરવાથી બચતા હોય છે પરંતુ કોદરીમાં ઉચ્ચ પોલીથેનીલ અને ફાયબર રહેલા છે જે તમારા શરીરમાં ડાયાબીટીસ નું સ્તર વધારતા નથી. પરિણામે ડાયાબીટીસ ના દર્દીઓમાં માટે કોદરીની ખીચડી સર્વોત્તમ આહાર છે.

કોદરીમાં ખુબ જ વધારે માત્રામાં હાઈ એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને તે શરીરમાં સુગરની માત્રા ધીરે ધીરે છોડે છે તેનાથી તમને ભૂખ ખુબ જ ઓછી લાગે છે. તમે કોદરી સાથે ચોખા ખાઈ લો તો તમને લાંબા સમય સુધી ભૂખ નહિ લાગે અને વજન ઘટાડવામાં ફાયદો થશે.

કમળો, ટાઈફોડ કે સામાન્ય તાવ માટે કોદરી બેસ્ટ ગણવામાં આવે છે. પચવામાં ભારે નથી હોવાથી તે શરીરને બળ આપે છે. માટે તેની ખીચડી બનાવીને બીમાર દર્દીને આપવામાં આવે છે, તે જલ્દી પચી જાય છે એટલે શરીરમાં તાકાત આપે છે અને લાંબા સમય સુધી પેટ ભરાયેલું લાગે છે.

કોદરીમાં પોષણની માત્રા ખુબ જ વધારે હોય છે, તેને તમે 9 મહિનાના બાળકને પણ આપી શકો છો. અને તેમાં ખુબ જ વધારે માત્રામાં મિનરલ્સ પણ હોય છે જે પાચન શક્તિ વધારે છે અને તમે તેને પકાવીને ઉકાળો બનાવી લો અને તેનો બાળકના ભોજનમાં સમાવેશ કરો.

કોદરીને વાટીને રોટલી જેવો આહાર બનાવી લેવો. તેને મીઠા વગર ઓછા તેલમાં પકાવી લેવા. તેને પાંદડા વાળી શાકભાજીઓ સાથે સેવન કરવું જોઈએ. તેનાથી લકવામાં લાભ મળે છે. આ ઈલાજ કરવાથી લકવાથી ક્ષતિગ્રસ્ત થયેલા અંગો સક્રિય થાય છે.

આજના સમયમાં ઘણા લોકોને અનિંદ્રાની સમસ્યા હોય છે. તમે કે તમારા પરિવારમાંથી કોઈ અનિંદ્રાની સમસ્યા એટલે કે ઊંઘ બરાબર ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો તમારા માટે કોદરી ખુબ જ ઉપયોગી થાય છે. આ ઔષધિનું સેવન કરવાથી ઊંઘ બરાબર આવે છે.

કોદરી તમારા શરીરમાં લોહીને પ્યુરીફાઇ કરે છે જો લોહીમાં કોઇપણ પ્રકારની ગંદકી હોય ત્યારે કોદરીના સેવન દ્વારા તમે તમારા લોહીને સાફ કરી કરી શકો છો. અને લોહી સાફ થવાથી ચામડી સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. જે લોકો એનીમિયાથી પરેશાન છે જેના શરીરમાં લોહીની ઉણપ હોય છે તેના માટે આ કોદરી રામબાણ ઔષધી છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top