વગર દવાએ કિડનીને સાફ કરવા તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો બેસ્ટ આયુર્વેદિક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

શરીરના ફિલ્ટર એટલે કે કિડનીની સફાઈ પણ બરાબર કરતા રહેવુ જોઈએ. જેનાથી શરીરની ગંદકી સહેલાઈથી બહાર જતી રહે. જ્યારે કિડનીમાં મીઠાનું વધારે પ્રમાણમાં સંચય થાય છે, તો પછી ઉપચારની જરૂર પડે છે. અને કિડનીમાં ઝેર જેવો પદાર્થ ભેગો થાય છે,  અને જેના કારણે પથરી જેવી બીમારી થાય છે. આ કારણ ના લીધે કિડનીની સફાઇ જરૂરી છે.

એક મુઠ્ઠી ધાણાના પાનને સારી રીતે ધોઈ લો. તેના નાના નાના ટુકડા કરી 1 લીટર પાણીમાં નાખો. તેમા થોડો અજમો પણ મિક્સ કરી લો. ઘાણાના પાન, અજમો અને પાણીને ધીમા તાપ પર 10 મિનિટ સુધી પકવો. તેને ઠંડુ કરી દરરોજ ખાલી પેટ એક ગ્લાસ સતત સેવન કરવાથી પેશાબ સાથે બધી ગંદકી બહાર આવવા માંડે છે.

તાજો લીમડો, ગિલોયનો રસ ઘઉના જ્વારનો રસ આ ત્રણેય 50 50 ગ્રામ મિક્સ કરીને સવાર સાંજ ખાલી પેટ પીવો. તેને પીવાના 1 કલાક સુધી કશુ ન લેશો. સતત સેવન કરવાથી કિડની ઠીક થઈ જાય છે.

25-25 ગ્રામ ત્રણેયને મિક્સ કરીને અડધો લીટર પાણીમાં ઉકાળો અને જ્યારે પાણી 100 મિલીમીટર બચી જાય ત્યારે ગાળીને મુકી દો અને સવાર સાંજ ખાલી પેટ 50-50 ML સતત સેવન કરવાથી કિડની ઠીક રીતે કામ કરવા માંડે છે.

કિડનીને સ્વચ્છ અક્રવા માટે આદુની ચા ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. એક મોટી ચમચી ઓર્ગેનિક મઘ લો. એક નાનકડી ચમચી દળેલી હળદર, નાની ચમચી વાટેલો આદુ, એક કપ પાણી, અડધો કપ નારિયળનુ દૂધ, પાણીને ગરમ કરીને આદુ અને હળદરને 10 મિનિટ ઉકાળી લો અને 1 કપમાં દૂધ અને મધ મિક્સ કરીને ચા ને નાખો. ચા ને રોજ ખાલી પેટ પીવી ખૂબ લાભદાયક હોય છે.

દહીંમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે. અને તે પાચનક્રિયાને સુધારો કરે છે અને દહીંમાં જોવા મળતા પ્રોબાયોટિક બેક્ટેરિયા માત્ર કિડનીને જ સાફ કરે છે, પણ રોગપ્રતિકારક શક્તિમાં સારા બેક્ટેરિયાને મજબૂત બનાવે છે.

માર્શમૈલૌ જે ભરમમાં ખાટમી ના નામથી ઓળખવામાં આવે છે. તે પણ કિડનીને સાફ કરવા માટે ખૂબજ મદદ કરે છે. અને તેમાં એવા તત્વો હોય છે કે જે પેશાબના વિસર્જનની પ્રક્રિયામાં વધારો કરે છે.અને પેશાબના વધુ પડતા વિસર્જનના પરિણામે, કિડનીમાંથી ઝેરી પદાર્થો બહાર આવે છે અને કિડની સાફ થાય છે.અને કિડની સાફ કરવાના હેતુથી માર્શમેલોના મૂળ અને પાંદડાઓનો ઉપયોગ થાય છે. એક કપ ગરમ પાણીમાં એક મોટી ચમચી માર્શમૈલૌની સુકુ મૂળ અને પાંદડા મૂકો અને 10 મિનિટ ઠંડા પડવા મૂકી દો અને જ્યારે પાણી ઠંડું પડે ત્યારે ગારી લો અને એક અઠવાડિયામાં બે વાર સેવન કરો

લાલ દ્રાક્ષ એ કિડનીની સફાઇ માટે સારો ઉયોગી છે. પણ તેમાં વિટામિન સી મળી આવે છે.લાલ દ્રાક્ષમાં વિટામિન સી અને વિટામિન બી 6 પણ જોવા મળે છે અને પોટેશિયમ, કેલ્શિયમ, ફોલેટ અને આયર્નથી ભરેલા લાલ દ્રાક્ષ ખાવાથી પેટની સમસ્યાઓ અને થાક અને કબજિયાત થતી નથી. તે કિડનીના બધા ઝેરી તત્વોને બહાર રાખે છે અને સ્વસ્થ રાખે છે.

હળદરમાં ડિટોક્સિફાઇ કરવાની અદભૂત ક્ષમતા પણ છે અને તે કિડનીની સાથે લીવર અને લોહીનું વહન કરે છે અને શરીરમાંથી હાનિકારક તત્વોને દૂર કરે છે અને એક લીંબુના રસમાં એક ચમચી તાજી હળદરનો રસ ઉમેરો અને પછી મિશ્રણમાં એક ચપટી લાલ મરચું અને મધ ઉમેરો. જ્યારે એક અલગ મિશ્રણ તૈયાર થાય છે, ત્યારે આ મિશ્રણને એક કપ ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો અને આની મદદથી તમે કોઈપણ પ્રકારના કિડની ઇન્ફેક્શનથી સુરક્ષિત રહેશો.

લીલા રંગના છોડાના પાંદડામાં મૂત્રવર્ધક પદાર્થ તત્વો હોય છે. તેનો ઉપયોગ કરવાથી પેશાબની માત્રા વધી જાય છે અને કિડનીમાં રહેલા હાનિકારક પદાર્થો પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે અને તમે તેનો ઉપયોગ જ્યુસ ના રૂપમાં કરી શકો છો.તમે તેના પાંદડાંનો રસ કાઢીને સેવન કરી શકો છો.અને દરરોજ એક ગ્લાસ સેલરિ જ્યુસ પીવાથી તમારી કિડનીમાં ચમત્કારિક પરિવર્તન આવી શકે છે અને કિડની પહેલા કરતાં ઘણી સ્વસ્થ હશે. આ સાથે, કિડની પથરીનું જોખમ પણ ઘણી હદ સુધી દૂર થઈ જશે.

મકાઈના રેસાનો ઉપયોગ કિડનીને લગતી સમસ્યાઓ હલ કરવા માટે પણ થાય છે અને તેના ઉપયોગથી, મૂત્રાશયની સંક્રમણ,કિડનીમાં પથરી,અને પેશાબની અન્ય વિકારો દૂર થાય છે.અને તેને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નીચે મુજબ છે. એક કપ પાણીમાં બે નાના ચમચી મકાઈના રેસા ઉકાળો.અને ઉકડ્યા પછી તેને દસ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ આ પાણીને ગાળી લો અને તેને મધ સાથે મિક્સ કરો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here