ખીલ એ અનેક લોકોની સમસ્યા છે. ખીલને દૂર કરવા માટે લોકો અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ તેમજ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પણ ખીલની સમસ્યા દૂર થતી નથી. ખીલની સમસ્યાને દૂર કરવાં માટે જો કુદરતી ઉપચાર કરવામાં આવે તો તેનાથી છૂટકારો મેળવી શકાય છે. તો ચાલો આજે આપણે જાણીએ ખીલને દૂર કરવાના ઘરગથ્થું ઉપચારો વિશે.
પાકાં, ખૂબ ગળી ગયેલા પપૈયાને છોલી, છૂંદીને ચહેરા પર થોડો સમય માલીશ કરવી. 15-20 મિનિટ પછી સૂકાવા લાગે ત્યારે પાણીથી થોઇ જાડા ટુલાવ વડે સારી રીતે લૂછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડિયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દૂર થઇ ચહેરો ખૂબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દૂર થાય છે, ચહેરા પર કોમળતા અને કાંતિ આવે છે.
ખીલ થયા હોય તો ચહેરા પર નારંગીની છાલ ઘસવાથી ફાયદો થાય છે. તલનો જુનો ખોળ ગાયના મૂત્રમાં કાલવી મોં ઉપર લેપ કરવાથી યુવાનીમાં થતાં ખીલ દૂર થાય છે. પાકાં ટામેટાં કાપીને ખીલ પર બરાબર ઘસવાં. બે-ચાર કલાક એમ જ રહેવા દેવું ત્યાર પછી હુંફાળા પાણીથી ધોઇ નાખવું. આનાથી ચહેરાના ખીલ ઝડપથી મટી જાય છે.
કાળા મરી ખીલને દૂર કરવામાં અસરકાર છે. આનાથી ખીલ અને કરચલીઓ સાફ થઈને ચહેરો ચમકવા લાગે છે. આના માટે કાળા મરીને ગુલાબ જળમાં પીસીને રાત્રે ચહેરા પર લગાવીને સવારે ગરમ પાણીથી ધોઈ લો. રાત્રીના સમયે ઉંઘતા પહેલા કાચું દૂધ ચહેરા પર ઘસવું જોઈએ, અને સવારના સમયે ઉઠીને ચહેરાને સારી રીતે ધોઈ લેવું જોઈએ. આનાથી ખીલ જલ્દી નીકળી જાય છે.
જાંબુના ઠળીયાને પાણીમાં ઘસી ચોપડવાથી યુવાનીને લીધે થતાં મોં પરના ખીલ મટે છે. સવારે અને રાત્રે બાવળ, લીમડો કે વડવાઇનું દાતણ કરી એના કુચાને મોં પર પાંચેક મિનિટ ઘસતા રહેવાથી મોં પરના ખીલ મટે છે. ટંકણખાર ગુલાબજળમાં મેળવી લગાડવાથી મોં પરના ખીલ મટે છે. બદામને માખણમાં ખૂબ ઘસી તેનો મોં પર લેપ કરવાથી કે માલીશ કરવાથી મોં પરના ખીલ મટે છે.
સવારે ખાલી પેટ રોજ લસણની 2-3 કળી 2-3 મહિના સુધી ખાવાથી લોહી શુદ્ધ થઇ જાય છે, જેનાથી ખીલ નથી થતા. સાથે કાચા લસણની કળીને પીસીને તેને દિવસમાં 3-4 વાર ખીલ પર લગાવવાથી પણ ખીલ થવાનું બંધ થઇ જાય છે. એનાથી ચહેરાની ત્વચાના કાળા નિશાન પણ મટે છે.
ગુલાબજળમાં સુખડ ઘસીને લગાડવાથી ખીલ મટે છે. આમળાં દૂધમાં ઘસી મોં પર જાડો લેપ કરવાથી ખીલ મટે છે. કેરીની ગોઠલી ઘસીને ખીલ પર લગાડવાથી ફાયદો થાય છે. લીમડાં કે ફુદીનાના પાન વાટી તેનો રસ ખીલ પર લગાડવાથી ખીલ મટી જાય છે. તાજું લીંબુ કાપી દર બે કલાકે ખીલ પર 2-3 મિનિટ ઘસતા રહેવાથી ખીલ મટી જાય છે.
ખીલવાળી ત્વચા પર વરિયાળીને પાણી સાથે પીસીને લગાવવી અને ૧૫ મિનિટ બાદ ધોઈ નાખો. આનાથી ખીલની સમસ્યા દૂર થાય છે. ખીલ થાય ત્યારે દૂધમાં એક ચમચી જાયફળ(પીસેલું) અને ચોથો ભાગ કાળા મરી(પીસેલા) મિક્ષ કરીને લેપ તૈયાર કરી લોઆ લેપને ખીલ પર લગાવો. આ લેપથી ખીલ દૂર થઈ જાય છે.
તજ અને મઘનો લેપ પુરુષોના ખીલ માટે જાદુનું કામ કરે છે. બે અઠવાડિયા સુધી આનો નિયમિત ઉપયોગ ખીલને દૂર કરી દે છે. ત્રણ મોટી ચમચી મધ અને એક મોટી ચમચી તજ પાઉડર મિક્ષ કરીને લેપ તૈયાર કરી લો. સૂતા પહેલા આ લેપને ખીલ પર લગાવો અને સવારમાં આને નવશેકા પાણીથી ધોઈ લો. આનાથી તમને જરૂર રાહત મળશે.
એક કાચના વાટકામાં લીંબુનો રસ નીચોવો તેમાં રૂનું પુમડું પલાળો. હવે તેને ચહેરા પરના ખીલ પર લગાવો. હવે તેને આખી રાત તેમ જ ધોયા વગર સુકાવા દો અને સવારે ઉઠીને પાણી વડે સાફ કરી લો. કાચા પપૈયામાં જે દૂધ જેવું પ્રવાહી નીકળે છે, તેને ખીલ પર લગાવવાથી પણ ખીલ ઝડપથી મટે છે, અને તમારો ચહેરો સુંદર બને છે. લીલા નાળીયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક પાણીમાં મોં ધોવાથી ખીલ મટે છે.
દહીંમાં કાળી ચીકણી માટીને મિક્ષ કરી લો, અને આને પોતાના ચહેરા પર લગાવો. એ સુકાઈ જાય એટલે એને ધોઈ લો અને આ પ્રકારની પ્રક્રિયા કેટલાક દિવસ કરવાથી ખીલ દૂર થઇ જાય છે. સૂતી વખતે નવશેકા પાણીથી મોઢું ધોયા પછી ચારોળીને દૂધ સાથે ઘસીને તેનો લેપ બનાવી તેને મોઢા પર લગાવીને સુઈ જવું. બીજા દિવસે સવારે ઉઠીને સાબુ વડે મોઢું ધોઈ નાખવું. આ નુસખાથી પણ ખીલ દૂર થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.