આ દેશી એન્ટીબાયોટિક્સનું દૂધ સાથે સેવન માનસિક રોગ, આંખ અને હડકાની નબળાઈને કરી દેશે જીવનભર ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ખસખસમાંથી ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાં ઓમેગા-6 ફેટી એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. આ સિવાય તે ડાયટરી ફાયબરનો બેસ્ટ સોર્સ છે. તેમાં સારી માત્રામાં મિનરલ્સ જેમ કે, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન મળી રહે છે.

ખસખસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં ખસખસનાં બીજનું ખૂબ મહત્વ રહ્યું છે. ખસખસ આંખોની નબળાઈ, યાદશક્તિનો અભાવ, ઊંઘની તકલીફ વગેરેને કારણે આયુર્વેદમાં ખસખસ શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે.

ખસખસ ફાઈબર નું ઉત્તમ સ્ત્રોત છે, જેના ઉપયોગથી કબજિયાત ની તકલીફ નહી રહે. તે ઉપરાંત તે ઉત્તમ પાચન માં પણ મદદ કરે છે અને શરીરને શક્તિ આપવા માટે પણ ખુબ લાભદાયક હોય છે. ઉલટી બંધ કરવા માટે, મગ, પીપળી, ખસખસ અને ધાણાના 5-10 ગ્રામ જેટલો પાવડર બનાવો. તેને રાત્રે 6 ગણા પાણીમાં પલાળી રાખો. સવારના સમયે પીવાથી પિત્તના વિકારને કારણે ઉલટી થાય છે.

જો તમે નિંદ્રાની સમસ્યાથી પરેશાન છો, તો પછી સૂતા પહેલા ગરમ ખસખસનું દૂધ પીવું તમારા માટે ખૂબ ફાયદાકારક છે. તે અનિદ્રાની સમસ્યા દૂર કરે છે. ખસખસ માનસિક તણાવથી મુક્તિ અપાવવા સાથે સાથે ચામડી ઉપર થતી કરચલીઓ ને પણ ઓછી કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેંટ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે તમને યુવાન બનાવી રાખવામાં મદદ કરે છે.

ફોસ્ફરસ ફૂડ સ્રોત એ ખસખસના બીજમાં જોવા મળતા મુખ્ય તત્વોમાં શામેલ છે. આ બંને તત્વોમાં એવા ગુણધર્મો છે જે હાડકાના સ્વાસ્થ્યને સુધારે છે. તેઓ કોલેજનની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવે છે જે હાડકાના નુકસાન સામે રક્ષણ આપે છે. તેથી, એમ કહી શકાય કે ખસખસ ખાવાથી હાડકાં મજબૂત બને છે.

બે ચમચી ખસખસ ને ચાર ચમચી દહીં સાથે મિક્સ કરીને ચહેરા પર રગડી ને મસાજ કરો. આ પેસ્ટ સ્ક્રબ નું કામ કરશે. અને ત્વચાને સાફ કરી ને ગ્લોઈંગ બનાવશે. અથવા ખસખસ નો ઉપયોગ દુધમાં વાટીને ફેસપેક તરીકે કરી શકાય છે. તે ત્વચાની નમી આપવાની સાથે જ કુદરતી ચમક લાવે છે, અને ચહેરો ચમકી જાય છે.

મગજ ના વિકાસ માટે પણ ખસખસ ના લાભ ઓછા નથી. ખસખસ માં રહેલા કેલ્શિયમ, આયર્ન, અને કોપર જેવા પોષકતત્વો મગજને તેજ બનાવામાં ખુબ જ ઉપયોગી સાબિત થયા છે. ખસખસ માં રહેલું કેલ્શિયમ, ન્યુરોનલ ફંક્શન ને સંતુલિત રાખે છે, અને યાદશક્તિ વધારવાનું કામ કરે છે.

ખસખસ ફાઈબરનો ઘણો સારો સ્ત્રોત છે. તેમાં તેના વજનથી લગભગ ૨૦-૩૦ ટકા આહાર ફાઈબર રહેલા હોય છે. ફાઈબર સ્વસ્થ મળ ત્યાગ માં અને કબજિયાત ની તકલીફ દુર કરવામાં ઘણું ફાયદાકારક હોય છે. લગભગ ૨૦૦ ગ્રામ ખસખસ તમારા રોજના ફાઈબરની જરૂરિયાતને પૂરી કરી શકે છે.

વજન વધારવા માંગો છો, તો રોજ ખસખસનો હલવો ખાવો તમારા માટે ફાયદાકારક રહેશે. ખસખસના સેવનથી શારીરિક નબળાઈ દૂર થાય છે. નાનપણથી નાના બાળકોને ખસખસ ખવડાવવા થી તેમનો અદ્યતન શારીરિક વિકાસ ઝડપથી થાય છે. આનાથી, તેમનું શરીર અને લંબાઈ બંને સારી રીતે વધે છે.

પથરીથી પરેશાન વ્યક્તિઓ માટે ખસખસ ખુબ જ લાભકારી નીવડી શકે છે. કારણ કે વધારે પડતું  કેલ્શિયમ નું પ્રમાણ શરીરમાં પથરી થવાની સંભાવના વધારી દે છે. તેવામાં ખસખસ નો ઉપયોગ કરવાથી કેલ્શિયમ ની માત્રા શરીર માં જળવાઈ રહે છે. અને પથરી થવાની સંભાવના ઘટી જાય છે.

ખસખસમાં રહેલ એલ્કલોઈડસ નામનું રસાયણ હોય છે, જે દર્દ નિવારક તરીકે ઘણું અસરકારક હોય છે. ખસખસ ને દાંતના દુખાવા, માંસપેશીઓ અને નસો ના દુખાવા દુર કરવા માટે ઉપયોગ કરી શકાય છે. આંખો નબળી હોય તથા વારંવાર માથું દુઃખતું હોય તો, તેણે દરરોજ 2-3 ચમચી ખસખસ ખાવા જોઈએ. ઘણી વખત, નબળી આંખો ને કારણે માથું દુખવા લાગે છે. ખસખસના સેવનથી આંખોનું તેજ વધે છે અને વૃદ્ધાવસ્થા સુધી આંખો સ્વસ્થ રહે છે.

વાળમાં ખોડાની સમસ્યા હોય તો પણ ખસખસ ઉપયોગી છે. એક ચમચી પલાળેલા ખસખસ ને બે ચમચી દહીં અને અડધી ચમચી સફેદ મરી સાથે પીસી ને સારી એવી પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળ ની પાથીએ પાથીએ લગાવો. અડધા કલાક પછી શેમ્પૂ કરો. સારા પરિણામ માટે અઠવાડિયામાં બે વખત ઉપયોગ કરી શકો છો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top