કોઈ પણ જાતની દવા વગર જીદ્દી દાગ, ખરજવાથી છૂટકારો મેળવવા માટેનો 100% દેશી ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઋતુ બદલાતા આપણા શરીરમાં ઘણા પ્રકારના ચર્મરોગો થવાની સમસ્યા રહેતી હોય છે. જેમ કે દાગ, ધાધર, ખરજવું કે ખંજવાળ જેવી સમસ્યાઓ થતી હોય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે આપણે અનેક પ્રકારની દવાઓમાં ખર્ચો કરીએ છીએ તેમજ અનેક પ્રકારની મોંઘી ટ્યુબ અને મલમનો ઉપયોગ કરીએ છીએ. એટલો ખર્ચો કરવા છતાં પણ સમસ્યા જડમૂળમાંથી જતી નથી.

ચર્મરોગો એવા છે કે જેને દુર કરવા ખુબ જ મુશ્કેલ હોય છે. પરંતુ આજે અમે તમને તેનો એક એવો ઘરેલું ઉપચાર જણાવશું જે એક પણ રૂપિયાની દવા કે ટ્યુબ વગર 100% તમારા જીદ્દી અને જૂનામાં જુના ચર્મરોગને જડમૂળમાંથી ખતમ કરી દેશે. અને તમારી ચામડીને પહેલા જેવી બનાવી દેશે.

  • એલોવેરા જેલ (પહેલી સામગ્રી)

આ ઉપાય માટે સૌપ્રથમ એક ફ્રેશ એલોવેરા લેવું. કારણ કે એલોવેરામાં ખંજવાળ શાંત કરવાનો ગુણ હોય છે. એલોવેરાની ઉપરની પરત કાઢી તેનું જેલ એક પાત્રમાં કાઢી લેવું. બે થી ત્રણ ચમચી એલોવેરા જેલ હોવું જોઈએ. અહીં એક ખાસ વાત ધ્યાનમાં રાખવી એલોવેરાનો ઉપયોગ કરતા પહેલા એલોવેરને બરાબર ધોઈ લેવું. ત્યાર બાદ તેને પાંચ મિનીટ સુધી સૂકવવા દેવું ત્યાર બાદ ફરીથી ધોવું અને પછી તેને જેલ બનાવવા માટે ઉપયોગમાં લેવું.

  • લીમડાની પેસ્ટ (બીજી સામગ્રી)

આપણે બધા જાણીએ છીએ કે લીમડાનો ઉપયોગ સદીઓથી ચામડીના રોગો માટે કરવામાં આવ્યો છે. લીમડો માત્ર દાગ, ધાધર ખંજવાળ મટાડે છે એટલું જ નહિ પરંતુ તેનો ઉપયોગ તમારા ત્વચાને ઇન્ફેકશન તેમજ બળતરાથી પણ છૂટકારો આપાવે છે. લીમડાની પેસ્ટ બનાવવા માટે એક કટોરી લીમડાના પાંદ લેવા. પાંદને બરાબર ધોઈને સાફ કરી લેવા.ત્યાર બાદ તેમાં એક થી બે ચમચી પાણી ઉમેરીને તેને મિક્સરમાં પીસીને તેની પેસ્ટ બનાવી લો.

  • કપૂરની ગોળી (ત્રીજી સામગ્રી)

આ ઉપાય માટે ત્રીજી સામગ્રી રહેશે કપૂરની ગોળી. તમને જણાવી દઈએ કે આપણા પૂર્વજો કપૂરનો ઉપયોગ ચર્મરોગો માટે કરતા હતા. કપૂર ચામડીના રોગો માટે ખુબ જ ફાયદાકારક છે. માટે આ ઉપાય માટે કપૂરની એક ગોળી લેવાની છે અને તેને પીસીને તેનો પાવડર બનાવી લેવાનો છે.

  • ત્રણેય સામગ્રી મિક્સ કરીને પેસ્ટ બનાવવાની રીત 

સૌપ્રથમ એક સ્વચ્છ કટોરીમાં દોઢ ચમચી લીમડાની પેસ્ટ લેવી. તેમાં બે ચમચી એલોવેરા જેલ ઉમેરવું. ત્યાર બાદ તેમાં કપૂરની ગોળીનો પાવડર ઉમેરવો. હવે આ ત્રણેય વસ્તુને બરાબર રીતે મિક્સ કરવી. બે થી ત્રણ મિનીટ સુધી સતત તેને સારી રીતે મિસ્ક કરવું જેથી લીમડાની પેસ્ટમાં એલોવેરા જેલ અને કપૂર બરાબર રીતે ભળી જાય.

  •  પેસ્ટ ઉપયોગ કરવાની રીત 

ચામડીના જે ભાગમાં દાગ, ખંજવાળ, ધાધર, બળતરા વગેરે જેવી સમસ્યા છે. ચામડીના તે ભાગ પર આ પેસ્ટ લગાવવાની છે. આ પેસ્ટને રૂ (કોટન)ની મદદથી લગાવવી અથવા તો જો તમે હાથ વડે લગાવો છો તો ખાસ ધ્યાન રાખવું કે તમારા હાથ બિલકુલ સ્વચ્છ હોય.  ચામડીનો અસરકારક ભાગ આ પેસ્ટથી ઢંકાઈ જાય એટલી પેસ્ટ ત્યાં લગાવવી છે.

જયારે આ પેસ્ટ બરાબર રીતે સુકાય જાય ત્યાર બાદ તેને સાધારણ પાણીથી સાફ કરી લેવી. એક વાતનું ધ્યાન રાખવું કે વધારે પડતા ઠંડા કે ગરમ પાણીનો ઉપયોગ નથી કરવાનો. પેસ્ટને હટાવવા માટે નોર્મલ અને સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવાનો છે.

દાગ,ખરજવું દુર કરવાના અન્ય ઉપાયો:

દાડમ ના પાન

દાડમ નો ૪ થી પ પાન ને લઇ ને બરાબર પીસી લો અને પેસ્ટ બનાવી ઘો આ પેસ્ટ ને ખરજવા પર નિયમિત લગાવવાથી રાહત મળે છે.

લીમડાનું તેલ

લીમડાનું તેલ એક જડીબુટી સમાન છે. લીમડાનું તેલ ત્વચાને પુરતો ભેજ પ્રદાન કરે છે. ખરજવાની દવા માટે તમે 1/4 જૈતુનનું તેલ લઈ ને તેમાં 10-12 ટીપા લીમડાનું તેલ ભેળવી અને ખરજવા પર લગાવો. જેનાથી થોડાક દિવસમાં જ ખરજવાની સમસ્યાથી રાહત મળશે.

એલોવેરા

એલોવેરા ત્વચાને ખુબજ તાજગી આપે છે, ખરજવા ને  કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે જેને પુરતો ભેજ આપવામાં મદદ  કરે છે. વિટામિન ઇ ના તેલની સાથે મિક્ષ કરીને એલોવેરા નો ઉપયોગ કરવાથી ખંજવાળની સમસ્યા થી છુટકારો મળે છે, તે ત્વચા ને પોષણ આપે છે તથા ઘાવ રુજવામાં પણ મદદ કરે છે ઉપયોગ માટે એલોવેરા જેલમાં વિટામિન ઇનું તેલ મેળવી અને તેને ખરજવા પર લંગાવો.

મધ અને તજ

ચાર ચમચી મધ અને ચાર ચમચી તજનો પાઉડર લો તેને બરાબર ભેળવી ને પેસ્ટ બનાવી લો જ્યાં ખરજવું થયું હોય તે જગ્યા પર બરાબર સાફ કરીને તેની પર આ પર લગાવો. સૂકાઇ ગયા પછી તેને પાણીથી સાફ કરી લો.ચાર દિવસ મા પ્રક્રિયા કરવાથી ખરજવું જડમૂળથી દૂર થાય છે. મધ ત્વચા ની બળતરાને ઓછી દે છે. અને રાહત આપે છે તેમજ તજમાં પણ એન્ટીમાઇક્રોબારોલ એજેન્ટ હોય છે. તે એન્ટી ઓકસીડેન્ટ થી ભરપુર હોય છે તથા તેમાં એન્ટી ઇફ્લેમેટરી ગુણ રહેલા છે.

સિંધાલુણ અને ગાજર

સિંધા લુણ અને ગાજરને પીસીને પેસ્ટ બનાવી લો અને તેને નવશેકું ગરમ કરીને ખરજવા પર લગાવો. ખાવું એક અઠવાડિયા સુધી કરવાથી ખરજવું મૂળ થી નાશ થાય છે,

સૌથી પહેલા એક પાત્રમા ૨ ચમચી નાળિયેર ઓઈલ લઇને તેમા બે કપૂર પાંદડા ઉમેરો. ત્યારબાદ આ બંને ઘટકોને વ્યવસ્થિત રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને લીંબુના ટુકડાની મદદથી જે ભાગ પર ખંજવાળ આવતી હોય ત્યાં લગાવો. લીંબુનો ઉપયોગ એટલા માટે કરવો જોઈએ કારણકે, તેના ઉપયોગથી કોઈપણ પ્રકારનો ચેપ લાગવાનુ જોખમ રહેતુ નથી પરંતુ, જો તમને લીંબુ લાગવતા સમયે બળતરા થાય છે તો તમે આ પેસ્ટને તમારા હાથથી ત્વચા પર લગાવી શકો છો. આ ઉપાય અજ્માવ્યાના થોડા દિવસોની અંદર જ તમને પરિણામ જોવા મળશે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top