વૈદજીના આ ઘરે બનાવેલ તેલથી ખરતા વાળ, ખોડો એક જાટકે ગાયબ, મોંઘા તેલના ખર્ચા વગર 2 દિવસમાં 100% પરિણામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now
મોટાભાગે આજના યુવાનોની લાઈફ સ્ટાઈલને લીધે વાળ ઝડપથી સફેદ થઈ રહ્યા છે અને ત્યારબાદ માથામાં ખોડો થવાને લીધે વાળ ખરવાની પણ ફરિયાદ રહેતી હોય છે. વાળ ખરવાનું એક કારણ ખોડો પણ હોઈ શકે છે. બીજું ખોડાને લીધે ખીલ, શુષ્ક ત્વચા અને ત્વચા ઉપર દાણા પણ પડી જતા હોય છે.

ટાઇફોઇડ કે મરડા જેવી વ્યાધિ લાંબો સમય ચાલી હોય તો વ્યાધિ મટી ગયા પછી પણ વાળ ખૂબ ઊતરે છે. આંતરડાંના રોગો જો જીર્ણ સ્વરૂપ પકડે અથવા ત્વચાના કેટલાક રોગોને લીધે પણ વાળ ખરે છે. પ્રસૂતિ પછી લાંબા વખત સુધી બાળકને સ્તનપાન કરાવવાથી પણ વાળ ઊતરે છે. ઉપરાંત, પોષણનો અભાવ, વિટામિનનો ખામી તેમજ વારંવારની ટૂંકા ગાળાની પ્રસૂતિથી પણ વાળ ખરે છે. વધારે પડતા ખારા, ખાટા, તીખા, ઉષ્ણ, તીક્ષ્ણ વસ્તુના સેવનથી પણ વાળ ખરે છે.

આયુર્વેદમાં કહેવાયું છે કે તેલ મસાજથી ખોડાને દૂર કરી શકાય છે અને સાથે સાથે વાળ સંબંધી દરેક સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. ખોડોથી છુટકારો મેળવવા માટે તેલ બેસ્ટ ઉપાય છે. જેમાં કેટલીક સામગ્રીઓ મેળવીને લગાવવાથી હંમેશા માટે ખોડાને કંટ્રોલ કરી શકાય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ખરતા વાળ, ખોડો અને માથામાં પડતી ટાલને માત્ર ઘરે બનાવેલ તેલથી છુટકારો મેળવવાની રીત.

માત્ર આ ઘરે બનાવેલઆ તેલથી ખરતા વાળ અટકી ઘાટા અને કાળા થઈ જશે. દરેક સમસ્યાનો ઈલાજ રહેલો છે આજે અમે જણાવવા જઈ રહેલા ઘરે પાડેલા આ ઔષધીય તેલમાં. આ તેલ બનાવવા માટે મીઠા લીંબડાના પાંદ 50 ગ્રામ, આંબળા 100 ગ્રામ નાના-નાના કાપેલા, (સૂકી નહીં) ગુલાબની પાંદડી 50 ગ્રામ, ખોપરેલ 500 ગ્રામ, દિવેલ 200 ગ્રામ, કરંજ ના પાંદ 50 ગ્રામ, કડવા લીંબડાના પાંદ 50 ગ્રામ અને થોડી દૂધીની છાલ.
આ બધુ એક મોટા તપેલામાં મિક્સ કરી ધીમા તાપે ઉકળવા મૂકવું અને હલાવતા રહેવું. આ મિશ્રણને ત્યાં સુધી હલાવવું. અંદર નખેલ દરેક સામગ્રી બળીને બ્લેક કોલોરની થાય ત્યાં સુધી હલાવવું. ત્યાર બાદ ઠંડુ થાય એટલે કાપડના કટકા વડે ગળીને બોટલમાં ભરી લેવું. આ તેલ બાર મહિના સુધી વાપરી શકાય.
દરરોજ આ તેલની માલિશ કરી માથામાં નાખવાથી ખોડો, ખરતા વાળની સમસ્યા દૂર થઈ ટાલ વાળી જગ્યાએ નવા વાળ ઊગે છે. આ ઉપરાંત અલસીનું હેર પેક પણ ઘણું જ અસરકારક છે. અળસીનો પાઉડર -3-4 ચમચી, દહીં -2-3 ચમચી, મેથી પાઉડર -1 ચમચી.

એક બાઉલમાં 3-4 ચમચી અળસી પાવડર, દહીં, મેથી પાવડર અને થોડું પાણી ઉમેરીને તેને સારી રીતે હલાવો. હવે વાળ મુજબ કોઈપણ તેલ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે તેને ઓછામાં ઓછી 30 મિનિટ સુધી એમ જ રાખી મુકો જેથી મેથી પાવડર સારી રીતે ફૂલી જાય. આ પેક વાળ પર લગાવ્યા બાદ તેને તમારી આંગળીઓથી મસાજ કરો. તે પછી તેને 2 થી 3 કલાક માટે છોડી દો. આ પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top