કોણે કરમદા નામ સાંભળ્યું ન હોય? કરમદાનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવશે, કેમ કે તે સામાન્ય રીતે ઘરોમાં શાકભાજી, ચટણી, જામ અને અથાણું બનાવવામાં ઉપયોગમાં આવે છે. કરમદા માત્ર સ્વાદની દ્રષ્ટિએ જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તેના ઔષધીય ગુણધર્મો પણ અસંખ્ય છે.
કરમદા મોટા ભાગે ખેડૂતો ખેતરમાં ઉગાડતા નથી કારણ કે તે સૌરાષ્ટ્રના જંગલોમાં અને પહાડી પ્રદેશમાં કુદરતી રીતે મોટા પ્રમાણમાં થાય છે. ત્રણ થી ચાર વર્ષમાં તેમાં ફળ આવવા લાગે છે જેટલાં ફૂલ બેસે એટલા ફળ થાય છે. પાકમાં ખાસ માવજત કે જાળવણી કરવી પડતી નથી. છોડ પરથી ઉતારી લીધા બાદ તે ચાર દિવસ સુધી તે બગડતાં નથી.
તો ચાલો હવે આપણે જાણીએ કરમદાથી થતાં અનેક લાભો વિશે. – કરમદાના ઔષધીય ગુણધર્મો શિતળાના લક્ષણોને દૂર કરવામાં સૌથી અસરકારક છે. કરમદાના 1-2 ફળોના નિયમિત સેવનથી શિતળાની સારવાર કરવામાં મદદ મળે છે.
કરમદાથી સુકા ઉધરસની સમસ્યામાં રાહત મળે છે. 5 મિલી કરમદાના પાંદડાના રસમાં મધ મેળવી ચાટવાથી સૂકી ઉધરસની પીડાથી રાહત મળે છે. કરમદાના સૂકા ફાળના ચૂર્ણ અથવા કરમદાના ના મૂળનું ચૂર્ણ પીવાથી ઝાડા, પેટના રોગો અને પેટના કીડાથી છૂટકારો મળે છે.
જો કોઈ રોગને લીધે ખૂબ તરસ લાગે છે, કરમદાના પાકા ફળમાંથી બનાવેલ 1-2 ગ્રામ પાવડર લેવાથી પિત્ત અને કફની વિરૂપતા, ખોરાકનો સ્વાદ અને મંદાગ્નિ માં ફાયદો થાય છે. જો પેશાબ કરતી વખતે બળતરા થવાની સમસ્યા હોય તો નાના કરમદાના 1 ગ્રામ મૂળને પીસીને દૂધ સાથે પીવાથી પેશાબની સમસ્યામાં સારવાર મળે છે.
જલોદર વાળા દર્દીએ પહેલા દિવસે કરમદાના પાંદડાનો 5 મિલી રસ લેવો જોઈએ, બીજા દિવસે 10 મિલી, આ રીતે, દરરોજ 5 મિલી જેટલો વધારો કરવો જોઈએ અને 50 મિલી જેટલો ઉપયોગ કરવો જોઈએ અને પછી તેને ઘટાડીને 5 મિલી કરવો જોઈએ. આમ, સવાર-સવાર આ રસ પીવાથી જલોદરમાં ફાયદો થાય છે.
કરમદા માં પીડા-નિવારણ ગુણધર્મો છે જે કોઈપણ પ્રકારની પીડાથી રાહત આપે છે. કબજિયાત થી રાહત મેળવવા માટે કરમદા ખાવાની ભલામણ કરવામાં આવે છે. તેના પાંદડા અને મૂળની પેસ્ટ ઘા મટાડવા માટે ફાયદાકારક છે. કરમદા સુગર લેવલ ઘટાડીને ડાયાબિટીઝથી બચાવે છે. તે પાચક શક્તિને મજબૂત બનાવે છે અને પેટને લગતી સમસ્યાઓથી શરીરને દૂર રાખે છે. પેટની પીડામાં ઘણી વાર કરમદા ખાવાનું ખૂબ જ ફાયદાકારક નીવડે છે.
મોટે ભાગે સ્ત્રીઓમાં હાઈ બ્લડ પ્રેશર અને માસિક સમસ્યાઓ હોય છે. કરમદાના મૂળને 1-2 ગ્રામ દૂધમાં પીસીને દર્દીને આપવાથી તે બ્લડ પ્રેશર અને માસિક સંબંધી રોગમાં રાહત મળે છે. કરમદાના પાકેલા ફળ અને મૂળને પીસીને લગાવવાથી ખંજવાળ અને ત્વચાની બળતરા વગેરેથી રાહત મળે છે.
જો તાવ ઊતરતો ના હોય તો કરમદાના પાનનો ઉકાળો કરવો. તેને 10-20 મિલિલીટર પીવાથી તાવમાં રાહત મળે છે. કરમદામાં ખૂબ જ સારા પ્રમાણ માં વિટામિન C જોવા મળે છે. કરમદા ખાવા થી ભૂખ લાગે છે. જેમને પણ ભૂખ ના લાગતી હોય અને ભૂખ લાગવાની દવાઓ લેવી પડતી હોય તેના માટે કરમદા ખૂબ જ ફાયદારૂપ છે. કરમદા માં હિમોગ્લોબિંગ સારી માત્રા માં રહેલું હોય છે.
કરમદા માં લોહી સાફ કરવાના ગુણધર્મો છે. કરમદા ચિંતા દૂર કરવામાં મદદગાર છે. કરમદા અપચો અને પેટ અને પાચન રોગોને દૂર કરવામાં પણ અસરકારક છે. કરમદા હૃદયના કાર્યો ને નિયંત્રિત કરીને હૃદય ની બિમારીઓથી રક્ષણ પૂરું પાડે છે. આ ફળને અથાણું અને ચટણી બનાવવામાં ખાસ કરીને વાપરવામાં આવે છે. કરમદા ભૂખ વધારે છે અને પિત્તને શાંત કરે છે. કરમદાથી તરસ ઓછી લાગે છે ઝાડા થતા હોય તે બંધ કરે છે.