દુનિયાની સૌથી તાકાતવર શાકભાજી, આખું વર્ષ નીરોગી રહેવા કરી લ્યો આનું સેવન, જીવનભર રોગો રહેશે દૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજના સમયમાં બજારો ખાણીપીણી અને જંકફૂડનો જમાનો હોવાને કારણે દરેક લોકો બજારુ ખાણીપીણી પર વધારે ભાર આપે છે. અને લોકો શાકભાજી અને ડાળનો ઉપયોગ ઓછો કરતા થઇ ગયા છે. અને એવી ઘણી બધી શાકભાજી હોય છે કે જેના થોડા દિવસના સેવન કરવાથી જ ખૂબ જ ફાયદો થાય છે. આજે અમે તમને એક એવી શાકભાજી વિશે જણાવશો કે છે દુનિયાની સૌથી શક્તિશાળી શાકભાજી તરીકે ઓળખવામાં આવે છે. અને તેને કંટોલા કે કંકોડા તરીકે ઓળખવામાં આવે છે.

ઘણા લોકો કંટોલાને મીઠા કારેલા તરીકે પણ ઓળખવામાં આવે છે. દેખાવમાં કંટોલા કારેલા જેવાજ દેખાય છે પણ નાના દેખાય છે. ભારતમાં ચોમાસાની ઋતુમાં પ્રમાણમાં જોવા મળે છે. કંટોલા સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પ્રોટીનથી ભરપુર હોય છે. રોજ તેનું સેવન કરવાથી તમારું શરીર એકદમ શક્તિશાળી બની જાય છે. એવું કહેવાય છે કે તેમાં ૫૦ ગણી વધારે શક્તિ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. જે શરીરને સાફ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. આજે આપણે કંટોલાના કેટલાક ઘરેલૂ ઉપાય વિશે જાણીશું તો ચાલો જાણીએ તેના વિશે.

આજકાલ દરેક લોકોને માથાના દુખાવાની તકલીફ રહેતી હોય છે. નાનાથી લઈને મોટા દરેક લોકોને માથાનો દુખાવો થતો હોય છે. તો માથાનો દુખાવો દૂર કરવા માટે હવે કોઇ દવા લેવાની જરૂર નથી. ૧ થી ૨ ટીપાં કંટોલા ના પાન નો જ રસ કાઢી નાકમાં નાખવાથી માથાના દુખાવામા તરત જ રાહત થઈ જાય છે. આ ઉપરાંત જે લોકો આધાશીશીથી પીડાતા હોય તે લોકોને કંટોલાની છાલને ગાયના ઘીમાં પકવીને તેના ટીપા નાકમાં નાખવાથી આધાશીશી નો દુખાવો પણ દૂર થાય છે.

આ ઉપરાંત દરેક પ્રકારની ઉધરસમાં પણ કંટોલા ખૂબ જ ફાયદાકારક છે. તે માટે કંટોલાના મૂળની રાખને એક ચમચી મધ અને એક ચમચી આદુના રસમાં ભેળવીને પીવાથી ઉધરસમાં તરત જ રાહત થાય છે. આ ઉપરાંત પેટ સંબંધી દરેક સમસ્યામાં કંટ્રોલ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. ઘણી વખત પેટ ખરાબ થઈ જાય છે. અને પેટ ખરાબ થઈ જાય છે તો કંટોલા ના મૂળનું ચૂર્ણ નું સેવન કરવાથી આંતરડા અને પેટને લગતી દરેક સમસ્યામાંથી કાયમ માટે છુટકારો મળે છે.

ઘણી વખત કંટોલા નુ શાક ઘણા લોકોને નથી ભાવતું તો તે લોકોએ કંટોલા નું અથાણું બનાવી ને પણ તેનું સેવન કરી શકે છે. જે વ્યક્તિને હાઈ બ્લડપ્રેશરની તકલીફ છે. તે લોકો માટે કંટોલા તો રામબાણ ઈલાજ છે. કારણ કે, કંડલામાં ફાઇબર મેમોરેડીસિન ભરપૂર પ્રમાણમાં હોય છે. જે હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

આજકાલ દરેક લોકો વધારે વજનથી પીડાતા હોય છે. તે લોકો માટે કંટોલા એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કંટોલા નુ શાક ખાવાથી શરીરમાંથી ચરબી ઓછી થાય છે. કારણકે કંટોલા માં ખૂબ જ ઓછા પ્રમાણમાં કેલરી હોય છે. કંટોલા ડાયાબિટીસના રોગીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે તેમાં ભરપુર પોષક તત્વો હોય છે જે શુગરને ઓછું કરવા માટે મદદરૂપ થાય છે.

કંટોલાનુ રોજ સેવન કરવાથી ચહેરા પરની કરચલી દૂર થાય છે. આ ઉપરાંત શરીરને મજબૂત બનાવવા માટે પણ કંટોલા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કંટોલા આંખ અને હૃદયરોગ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જે લોકોને કંટોલા નુ શાક ના ભાવતું હોય તે લોકો કંડલા નો રસ પણ કરી શકે છે. આ ઉપરાંત તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ડાયાબીટીક તત્ત્વ રહેલું છે. તેને લોહી વધારવા નું મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે, કંટોલા ખાવાથી ની લોહીની કમી ક્યારેય થતી નથી.

આ શાકભાજીમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. જે લોહીનું સ્તર જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. જે લોકોને લોહીની ઉણપ હોય તે લોકોએ કંટોલા નું રેગ્યુલર સેવન કરવું જોઈએ. જે લોકોને વધારે પરસેવો વળવા ની તકલીફ હોય તે લોકો માટે કંટોલાના ઉપયોગી છે. કંટોલાને સૂકવીને તેનો પાઉડર બનાવી આ પાવડરને પાણીમાં નાખવાથી શરીરની સફાઈ થઈ જશે અને પછી આ સમસ્યા બંધ થઈ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top