વગર દવા એ કાનની દરેક પ્રકારની તકલીફ દૂર કરવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઘરેલુ ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

આદુનો રસ સહેજ ગરમ કરી કાનમા નાખવાથી ચસકા મટે છે.મધના ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને રસી મટે છે.

આંબાના પાનનો રસ ગરમ કરી તેના ટીપાં નાખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે.વરીયાળી અધકચરી વાટીને પાણીમા ખુબ ઉકાળો. તે પાણીની વરાળ દુખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનનુ શૂળ અને કાનમા થતો અવાજ મટે છે.

કાનની બહેરાશ દૂર કરવા પાંચ-સાત પેશાબના ટીપાં દરરોજ નાખતા રહેવાથી બહેરાશ દૂર થાય છે.હળદર અને ફુલાવેલી ફટકડી એકત્ર કરી કાનમાં નાખવાથી કર્ણપાક અને કર્ણસ્રાવ જલદી મટે છે.ડુંગળીનો રસ અને મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના ચસકા મટે છે અને પરૂં નીકળતું હોય તો બંધ થાય છે.

પ્રથમ લાલ મરચું અને બીજું સરસવનું તેલ. સૌ પ્રથમ, લાલ મરચું કાપો અને બધા બીજ કાઢી નાખો, જ્યારે દાણા નીકળી જાય છે, ત્યારબાદ એક વાસણમાં સરસવનું તેલ ગરમ કરો અને મરચામાં તેલ નાખો.

મરચામાં તેલ ઉમેર્યા પછી, તમારા કાનમાં મરચામાંથી તેલ નાંખો. તેલ મૂક્યા પછી, તમારા કાન સાથે નીચે સૂઈ જાઓ. આને થોડા દિવસો સુધી સતત કરો અને જ્યારે ગંદકી ઢીલી થઈ જાય ત્યારે તેને ઇયરબડ્સમાંથી બહાર કાઢો, આ સિવાય કેટલીક બીજી પદ્ધતિઓ છે, જેને લીધે મેલ ને સાફ કરી શકો છો.

કાનના ગંદકીને બેબી ઓઈલ ની મદદથી પણ સાફ કરી શકાય છે. આ માટે, સૌ પ્રથમ, તમારા કાનમાં બેબી ઓઇલના થોડા ટીપાં મૂકો અને કપાસ લગાવો. આ ટૂંકા સમયમાં તમારા કાનમાં સ્થિર મેલ ને નરમ પાડશે, જેથી મેલ સરળતાથી બહાર આવે.

હાઇડ્રોજન પેરોક્સાઇડ અને પાણીના થોડા ટીપાં સમાન પ્રમાણમાં લો અને તેને કાનમાં નાખો. જ્યારે તે કાનમાં સારી રીતે જાય છે, તેને થોડો સમય છોડ્યા પછી, કાનને ફેરવો જેથી પાણી બહાર આવે. પરંતુ ધ્યાનમાં રાખો કે હાઇડ્રોજન પેરોક્સાઇડનું પ્રમાણ 3 ટકાથી વધુ ન હોવું જોઈએ. આ ઉપયોગ દ્વારા કાનની ગંદકી પણ સરળતાથી દૂર થઈ જાય છે.

ઓલિવ ઓઇલથી કાનની ગંદકી પણ દૂર થઈ શકે છે. આ માટે, તમારે રાત્રે તમારા કાનમાં થોડા ટીપાં ઓલિવ તેલ મૂકવો પડશે. લગભગ 3 થી 4 દિવસ સુધી આ કરવાથી, કાનની ગંદકી નરમ થઈ જશે અને મેલ સરળતાથી બહાર આવશે.

હળદર અને ફુલાવેલી ફટકડી એકત્ર કરી કાનમાં નાખવાથી કર્ણપાક અને કર્ણસ્રાવ જલદી મટે છે.તલના તેલમાં તુલસીનાં પાન નાખી ધીમા તાપે ગરમ કરવું. પાન બળી જાય ત્યારે તેલ ઉતારી ગાળી લેવું. આ તેલનાં બે ચાર ટીપાં કાનમાં નાખવાથી બધા જ પ્રકારનાં કાનનાં દર્દોમાં લાભ થાય છે.

આંબાનો મોર (ફુલ) વાટી, દીવેલમાં ઉકાળી, ગાળીને એનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે.આંબાનાં પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે.

લીંબુના ૨૦૦ ગ્રામ રસમાં ૫૦ ગ્રામ સરસિયું અથવા તલનું તેલ મેળવી, પકાવી, ગાળીને શીશીમાં ભરી લેવું. તેમાંથી બે-બે ટીપાં કાનમાં નાખતા રહેવાથી કાનનું પરૂં, ખુજલી અને કાનની વેદના મટે છે તથા કાનની બહેરાશમાં પણ ફાયદો થાય છે.

સરગવાના સુકવેલા ફુલનું ચુર્ણ કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.આદુનો રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો, બહેરાપણું અને કાન બંધ થઈ ગયા હોય તો લાભ થાય છે. વડના દૂધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.

ધતુરાના પાનના રસમાં ચારગણું સરસિયું અને થોડી હળદર નાખી ચાર ગણા પાણીમાં ધીમા તાપે ઉકાળી તેલ સિદ્ધ કરવું. આ તેલનાં બે-ત્રણ ટીપાં રોજ સવાર-સાંજ કાનમાં નાખવાં.

કાનમાંથી પરૂં વહેતું હોય અને તે મટતું જ ન હોય તો કાનમાં વડના દૂધનાં ટીપાં નાખવાથી મટી જાય છે.લીંબુના રસમાં થોડો સાજીખાર મેળવી કાનમાં નાખવાથી કાનમાંથી વહેતું પરૂં બંધ થાય છે.

કળથીને માટીનાં કલાડામાં શેકવી. તે ગરમ ગરમ કળથી ચોખ્ખા મધમાં નાખવી. પછી ગાળીને તે મધનાં ટીપાં કાનમાં મૂકવાં. આ પ્રયોગ કરવાથી કાનમાંથી આવતા વિવિધ અવાજો બંધ થાય છે.

૧૦-૧૦ ગ્રામ ગાયનું ઘી, તલનું તેલ અને ૧૨ ગ્રામ મધ લેવું. તેમાં કપૂર ૫ ગ્રામ અને ત્રિફળા ચૂર્ણ ૧૫ ગ્રામ મેળવી મલમ જેવું બનાવી લેવું. પછી તેને ધીમા તાપે ગરમ કરવું. જરૃર પડે તો તેમાં થોડું બીજું તેલ મેળવી શકાય. તેલ પડી જાય ત્યારે થોડું ઠંડુ કરી ગાળી ભરી લેવું. આ લેખના ટીપાં કાનમાં રોજ મૂકવાં. આ ઉપાયથી ધીમે ધીમે સર્વ પ્રકારનો કર્ણનાદ મટે છે.

બિલાનો ગર્ભ લઈ ગોમૂત્રમાં વાટવો. તેમાં થોડું પાણી અને ગાયનું દૂધ નાખી ધીમા તાપે પકવવું, પકવતી વખતે તેમાં તલનું તેલ પણ મેળવું. તેલ સિધ્ધ થાય ત્યારે ઠંડુ કરી ગાળી ભરી લેવું. આ તેલનાં બે-બે ટીપાં રોજ રાત્રે કાનમાં મૂકવાં. થોડા જ સમયમાં કાનમાંથી આવતાં અવાજો દૂર થઈ જશે. કર્ણનાદ રોગમાં સારીવાદિ વટી બે-બે ગોળી સવાર-સાંજ દૂધ સાથે લેવી. તેમજ સાથે પૌષ્ટિક આહાર લેવો.

સરસવના તેલમાં દસમા ભાગે રતનજ્યોત નાખી ધીમા તાપે રતનજ્યોત બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડ્યે કાનમાં દરરોજ સવાર, બપોર, સાંજ ત્રણ-ચાર ટીપાં નાખતા રહેવાથી કાનની સામાન્ય બહેરાશ મટે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here